________________
૨૮૨
ઉપદેશપદ : ભાગ-૨ પ્રજાપતિએ લીલાવતીના હાથની સુંદરતા એવી બનાવી જેથી કમળ કાદવમાં ચાલ્યું ગયું, આંખો એવી બનાવી જેથી કુવલય (નીલકમળ) સરોવરમાં જઈ વિકાસ પામ્યું. અધર (હોઠ) એવા બનાવ્યા જેથી લાલ ટીંડોરું વાડમાં જઈ ભરાઈ ગયું, મુખ એવું બનાવ્યું જેથી ચંદ્ર આકાશમાં છુપાઈ ગયો. આમ બ્રહ્માએ લીલાવતીના એકેક મનોહર અંગ રચીને પોતાની ખ્યાતિ પ્રસિદ્ધ કરી. દેશની ગૌરવવંતી સ્ત્રી સમાન આ મૃગાક્ષી મારા ઘરે ન હોય તો હું માનું છું કે મારો જન્મ અને જીવિત કાસ ઘાસના ફૂલની જેમ સુનિરર્થક છે. આ પ્રમાણે તેની અભૂતતાને વિચારતો કામરૂપી અગ્નિથી તપેલો રહે છે તેટલામાં તે મુગ્ધા તેના નયનના ગોચરથી અન્યત્ર થઈ, અર્થાત્ અદશ્ય થઈ. | વેદસચિની લાગણી (અભિપ્રાય)ને જાણીને મિત્રો તેને માત્ર ખોળિયાથી(=શરીરથી) ઘરે લઈ ગયા પરંતુ તેનો મનરૂપી ભમરો તેણીના મુખરૂપી કમળ ઉપર ચોંટ્યો હતો. કામના વશથી ભોજન-સ્નાન આદિ આવશ્યક ક્રિયાનો ત્યાગ કર્યો. વેદશર્માએ કોઇપણ રીતે મિત્રો પાસેથી તેની પરિસ્થિતિ જાણી. પુત્રના સ્નેહના અતિશયથી વેદશર્માએ સ્વયં જ પુરોહિતની પાસે પોતાના પુત્ર માટે કન્યાની માગણી કરી. પુરોહિતે વેદશર્માનો ઘણા પ્રકારે સત્કાર કર્યો. શ્રાવસ્તી નગરીના પુરોહિતપુત્રને ગુણસુંદરી અપાઈ ગઈ હોવાથી તેને ન આપી. ખરેખર ઉત્તમપુરુષોનું વચન ક્યારેય ફરતું નથી. રાગરૂપી ગ્રહથી પીડાયેલો, શરમિંદો, વિષમદુઃખમાં પડેલો વેદચિ કામરાગથી મુક્ત ન થયો. એ વાત સત્ય છે કે અધમ કામી જે જે અતિદુર્લભ અને પરાધીન છે તેમાં પ્રવૃત્તિ કરે છે તથા તેમાં અનુરાગ કરે છે, પરંતુ જે જે સ્વાધીન છે તેમાં આદર કરતો નથી. કામ-ક્રોધરૂપી અગ્નિથી સળગતો ગુણસુંદરી વિષે આસક્ત થયું છે ચિત્ત જેનું એવો વેદરૂચિ મંત્રો શીખે છે, સેંકડો માનતાઓ માને છે, પરંતુ ઉપર ભૂમિમાં વાવેલા બીજની જેમ સર્વ ઉપાયો તેને ફળદાયક થતા નથી. પુણ્યહીન જીવોને આરંભો કયાંથી ફળ આપે? કયારેક પુણ્યાધિક એવો પુણ્યશર્મા શ્રાવસ્તી નગરીથી આવીને શુભ મુહૂર્ત વિધિપૂર્વક તે બાળાને પરણ્યો. પુરોહિત પુત્ર પુણ્યશર્મા તે મૃગાક્ષીને લઈને પોતાના નગરમાં પાછો ફર્યો ત્યારે વેદરૂચિ વિષાદથી પીડિત જુગારીની જેમ ક્ષોભિત થયો. ચલાયમાન થયું છે કુળનું અભિમાન જેનું, મંદ થયું છે દેવ અને બ્રાહ્મણ ઉપરનું બહુમાન જેનું એવો વેદરૂચિ આર્તધ્યાનમાં ડૂબેલો રહે છે ત્યારે જાણે મદ્યપાન ન કર્યું હોય ! જાણે ધતૂરાનું પાન ન કર્યું હોય ! જાણે વિષ ન વ્યાપ્યું હોય તેવો ગાંડા જેવો થયો. પછી તે વરાકડો કાર્યાકાર્યની મતિથી વિમુખ થયો. (૧૮)