SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૮૧ કદાચ કરે તો પણ પશ્ચાત્તાપના દુઃખને પામે છે. અથવા અહીં તારો શું દોષ છે? ખરેખર આ સર્વ અજ્ઞાનનો વિલાસ છે. આંધળો કૂવામાં પડે તો કયો ડાહ્યો તેને ઠપકો આપે? તેથી અજ્ઞાનને છોડ, શુદ્ધ પ્રજ્ઞાવાળાના માર્ગને અનુસર, આત્મહિતમાં બુદ્ધિને જોડ, હંમેશા મનમાં વિશુદ્ધિને ધારણ કર, પાંચેય ઇન્દ્રિયો રૂપી ચોરોથી લૂંટાતા સુકૃતરૂપી ધનનું રક્ષણ કર. કુયોનિમાં ગયેલો દારિયના દુ:ખથી લેપાઈ ન જા. દેખતા છતાં પણ ઝાંઝવાના જળમાં મોહિત થયેલા હરણિયાઓની જેમ મોહવડે અલીમસુખની આશામાં નચાવાયેલા જીવો યમરાજના મુખમાં પડે છે. આ જન્મમાં વિષનું ભોજન કરવું સારું છે, ભડભડ બળતા અગ્નિમાં પ્રવેશ કરવો સારો છે, પણ ઇન્દ્રિયોને વશ થયેલા જીવોએ જ્યાં ત્યાં મન ન દોડવવું જોઈએ. હાથી-માછલું-સાપ-પતંગીયું અને હરણ વગેરે મૂઢ જીવોના સમૂહો ઇદ્રિયના વશથી વધ-બંધ-મરણ વગેરેના દુઃખો મેળવે છે. જુઓ, મનુષ્યો પણ ઇન્દ્રિયોના વિષયોના વિસ્તારને શોધતા હંમેશા દુઃખી છે અને રાજાદિની પ્રાર્થનાદિથી ખરેખર ક્લેશને પામે છે. મૂઢ જીવો વિષયને માટે જાતજાતના પાપો કરે છે અને મનોરથ પૂર્ણ નહીં થયે છતે મહાપાપી નરકમાં પડે છે. અને જે જીવો વિષયથી પરાશમુખ મનવાળા થઇને સર્વજ્ઞશાસનમાં લીન થયેલા છે તેઓને દેવ-મનુષ્ય અને મોક્ષના સુખો હાથરૂપી પલ્લવમાં રહેલા છે. એ પ્રમાણે હિતોપદેશ સાંભળતા સમ્યક પ્રતિબોધ પામેલો લોચનવણિક કહે છે–હે સુંદરી! સારું સારું પુણ્યશાળી એવી તારા વડે માર્ગ સારી રીતે બતાવાયો. હે સુંદરી! તું મારી ગુરુ છે, તેથી હવે પછી મારે શું કરવું તે કહે. તેણે કહ્યુંઃ જાવજીવ સુધી પરસ્ત્રીગમનનો ત્યાગ કર. તારો આદેશ માથે ચડાવું છું એમ કહી અણુવ્રતોનો સ્વીકાર કર્યો. રિદ્ધિસુંદરી વડે પ્રશંસા કરાયેલો, હર્ષને પામેલો, નિરોગી શરીરવાળો ખમાવીને પોતાના નગરમાં ગયો. પ્રિયાસહિત ધર્મ પણ સુખે સુખે ઈચ્છિત ધનને કમાવીને તામ્રલિખિ પહોંચીને પોતાના કુળાચારનું પાલન કર્યું. આ પ્રમાણે ગુરુજનનું બહુમાન અને પૂજા જેને પ્રાપ્ત થયા છે, અર્થાત્ ગુરુજનના બહુમાન અને પૂજાનું ફળ જેને મળ્યું છે એવી રિદ્ધિસુંદરીએ અકરણનિયમનું શુદ્ધભાવથી પાલન કર્યું. ગુણસુંદરીનું કથાનક વિકાસ પામતું છે સારભૂત સૌંદર્ય જેનું એવી ગુણસુંદરી પણ સુરસુંદરીદવી)ની જેમ લોકના સૌંદર્યને ઝાંખું પાડનાર એવા ઉત્તમ તારુણ્યને પામી. યૌવનના ઉત્કર્ષ અને રૂપથી ઉન્મત્ત બનેલા વેદશર્મા બ્રાહ્મણના પુત્ર વેદચિ બટુકવડે સખીઓની સહિત ગુણસુંદરી ક્યારેક જોવાઈ, તેણે વિચાર્યું. અહો! આજે હું ધન્ય બન્યો કે સુરવધૂની જેમ અનિમેષ આંખવાળી, કમળના નાળ જેવી હાથવાળી, લક્ષ્મી જેવી આર્ય કન્યા જોવાઈ. અને બીજું
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy