SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૭૧ છે. આ પ્રમાણે બોલતી તે રાજાને ખબર ન પડે તેમ મોઢામાં મદનફળ(–મીંઢળ) નાખ્યું અને તત્પણ ભોજન કરેલું સર્વ અન્ન વધ્યું અને કહ્યું: હે નરપતિ! આ શરીરના અશુચિ સ્વરૂપને જુઓ કે તેવા પ્રકારના મનોજ્ઞ અને ક્ષણથી અશુચિય કર્યું. અને બીજું હે સુભગ! તમે જ કહો તમારા જેવા બાલિશને છોડીને બીજો કોઇપણ અતિશય ભૂખ્યો પણ થયેલો પુરુષ આ વમનનું ભોજન ઇચ્છે? પૃથ્વીપતિ કહે છે–હે સુંદરી! હું બાલિશ કેવી રીતે ગણાઉં? અથવા તે મૃગાલિ! આવા પ્રકારના અન્નનું કેવી રીતે ભોજન કરું? રતિસુંદરી કહે છે–તે વિચક્ષણ! લોકમાં આ પ્રસિદ્ધ જ છે તેને તું જાણતો નથી? પરસ્ત્રીનો પરિભોગ આનાથી પણ અધમ છે. હે સુંદરી ! પરસ્ત્રી પરિભોગ પરલોક માટે અત્યંત વિરુદ્ધ છેઆ વાત તારી સાચી છે. તો પણ રાગાદિના અતિરેકથી હું તારા સંગમાં લુબ્ધ છું. આ પ્રમાણે બોલતા રાજાને નિસાસો નાખીને તેણીએ પણ કહ્યું : આ દુષ્ટ દેહમાં તમારે રાગનું શું કારણ છે? ત્યારે રાજાએ કહ્યું: હે સુંદરી! તપથી શોષાઈ ગયેલા પણ તારા શરીરમાં ચક્ષુરૂપી કમળનું મૂલ્ય પૃથ્વી ઉપર પણ ક્યાંય ન થઈ શકે તેટલું છે. (૧૨૮) તેના નિશ્ચયને જાણીને બીજા ઉપાયને નહીં જોતી પોતાના શીલના રક્ષણ માટે શરીરના વિનાશને નહીં ગણકારતી રતિસુંદરી દેવીએ મહા-આશ્ચર્યકારી સાહસ કરીને બે આંખો ઉખેડીને રાજાને અર્પણ કરી અને કહ્યું સુપુરુષ! હૈયાને અતિવલ્લભ આંખોનું ગ્રહણ કર. કુગતિમાં લઈ જવા ચતુર બાકીના શરીરના સંગથી સર્યું. ચક્ષુવગરની તેને જોઇને રાજાનો કામરાગ પીગળ્યો. હા સુતનુ! તેં મને અને પોતાને અતિદુઃખદાયક એવું દારૂણ કર્મ કેમ કર્યું? તેણે કહ્યું: હે નરવર ! આગાઢ રોગીના દારુણ ઔષધને શમાવવામાં દક્ષ એવા કડવા ઔષધની જેમ આ કર્મ મારા અને તારા સુખનું કારણ છે. હે નરવર! પરસ્ત્રીના સંગથી વંશ મલિન કરાય છે, હંમેશા ભુવનમાં અપયશનો પટ૭ વાગે છે અને નરકગતિમાં જવું પડે છે. પરસ્ત્રીના સંગથી જીવો અનંતીવાર દારિય, દુર્ભાગ્ય, નપુંસકપણું. ભગંદર તથા કોઢ જેવા ભયંકર રોગોને પામે છે. પરસ્ત્રીના સંગથી નરકમાં તીવ્રદુ:ખો તથા તિર્યંચગતિમાં નિલંછન કર્મના દુઃખો ભોગવે છે. હવે પછી આવા દુઃખોમાંથી તમે અને હું બંને મુક્ત થયા. આ પ્રમાણે આ કાર્ય જો કે દુષ્કર છે તો પણ ઉભયના હિત માટે કરાયું છે. વળી બીજું- હે મહાયશ! મારા દોષથી તું પણ પાપાભિમુખ થયો તેથી મંદભાગ્યા એવી હું તને મારું મુખ કેવી રીતે બતાવું? જો ચક્ષના ભોગથી તમારા દુર્ગતિગમનનું નિવારણ થતું હોય તો મારા વડે શું નથી મેળવાયું? કેમકે પ્રાણો પરોપકારના સારવાળા થયા. એ પ્રમાણે યુક્તિસાર ગંભીર દેશનાને સાંભળતો પ્રતિબોધ પામલો રાજા પરિતોષના વશથી દેવીને કહે છે કે, હે સુંદરી ! હિતાહિતના ભેદને તું સારી રીતે જાણે છે, તેથી મંદપુણ્યવાળા મને જે યોગ્ય હોય તેનો ઉપદેશ આપ. તે રાજાને કહે છે–
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy