SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ઉપદેશપદ : ભાગ-૨ ખરબચડા-કઠોર વાળવાળી થઈ. અન્ય દિવસે રાજાએ દાવાનળથી બળેલી કમલિનીની જેમ મલથી લેપાયેલી કાળી કાયાવાળી પરિપૂર્ણ પ્રાયઃ વ્રતવાળી સાધ્વી જેવી તેને જોઈ અને કહ્યું: હે સુતનું તારી આવી અવસ્થા કેમ થઈ? શું તને કોઈ રોગ થયો છે? અથવા શું કોઈ તીવ્ર માનસિક દુઃખ આવ્યું છે. (૧૦૪) પછી રતિસુંદરી કહે છે–હે નરવર! મને મહાઘોર વૈરાગ્ય થયો છે, આ વ્રત સ્વીકાર્યું છે તેથી આવી દુર્બળ થઇ છું તો પણ મારે આ અતિદુષ્કર વ્રતનું પાલન કરવું જોઈએ. કારણ કે વ્રતભંગને નિશ્ચયથી નરકનું કારણ કહ્યું છે. પછી રાજા પૂછે છે–તારા વૈરાગ્યનું શું કારણ છે? જેથી હે મુગ્ધા! આવું ઉગ્ર ઘોર તપ આદર્યું છે? તે કહે છેહે પૃથ્વીપતિ! પ્રગટ રીતે દેખાતા છે સેંકડો દોષ જેમાં એવું આ મહાપાપી મારું શરીર જ મારા વૈરાગ્યનું કારણ છે. અને બીજું આ શરીર ચરબી, માંસ, શુક, લોહી, મળ-મૂત્ર, અશુચિ, નાકનો મેલ અને પિત્તથી પરિપૂર્ણ છે. સતત અશુચિનું ઝરણું નવ દ્વારોથી વહે છે. ધોરણ-ધૂપન તથા વિલપનાદિથી વારંવાર શુશ્રુષા કરવામાં આવે છતાં આ શરીર દુર્ગધ ભાવને છોડતું નથી. આ શરીરની અંદર કે બહાર જે જે મનોહર સુગંધિ ભોગાંગ ધરવામાં આવે છતાં આ શરીરના સંગથી એકાએક અશુચિભાવમાં પરિવર્તન પામે છે. આ લુચ્ચા શરીરની ગંધ અત્યંત દુઃખે કરીને સહન કરી શકાય છે. આવું શરીર કયા સજ્જને વૈરાગ્યનું કારણ ન બને ? અને આ પાપી શરીરનો બીજો દોષ એ છે કે ગુણવાન પુરુષ પણ આ નિર્ગુણ શરીર ઉપર મોહ પામે છે. આ પ્રમાણે વૈરાગ્યને ઉત્પન્ન કરનારી તેની દેશના સાંભળીને રાજા મુશળધાર વરસાદથી મગશેલિયા પથ્થરની જેમ જરાપણ ભાવિત ન થયો અને વિચારે છે કે શરીરમાં પરિકર્મ (શુશ્રુષા) ન કરવાને લીધે આ વૈરાગ્યને પામી છે. નિયમ પૂર્ણ થયા પછી આ નક્કીથી ફરી પણ સ્વસ્થ થશે. હે સુતનુ ! તું ખેદ ન કર. તારો આ નિયમ સુખપૂર્વક પૂર્ણ થવા દે. આ પ્રમાણે કહીને હસતો રાજા પાછો ગયો. (૧૧૫) ચારમાસનો અવધિ પૂર્ણ થયા પછી ભોજન કર્યા પછી રાજાએ કહ્યું: હે સુંદરી! આજે હું તારા સંગમાં ઉત્કંઠિત થયો છું. પછી દેવીએ કહ્યું: આ કહેવત સાર્થક થઇ કે કરજદારને મરવાનો સમય થયો છે અને લેણદાર પાંચસોની ઊઘરાણી કરવા નીકળ્યો છે. ઘણાં કાળ પછી મેં આજે સ્નિગ્ધ ભોજન કર્યું છે તેથી શરીરમાં અતુલ વ્યાકુલતા ઊપડી છે. માથું વેદનાથી તૂટે છે. પેટમાં અતિશય શૂળવેદના ઉપડી છે. સર્વ સાંધાઓ એક સાથે જાણે તૂટે ૧. નવ– પુરુષના શરીરમાંથી નવ દ્વારોથી અને સ્ત્રીના શરીરમાંથી બાર કારોથી સતત અશુચિ વહે છે. બેકાન, બેઆંખ, બેનાક, મુખ, મૂત્રદ્વાર-મળદ્વાર તથા સ્ત્રીને બે સ્તન અને યોનિ વધારાના.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy