________________
૪૫૧
ઉપદેશપદ : ભાગ-૨ છે. કહેવાનો ભાવ એ છે કે શુદ્ધ પુત્ર કલત્રાદિની પ્રાપ્તિવાળા પુરુષને સર્વક્રિયામાં શુદ્ધપુણ્યની અધીનતા હોવાથી સ્વપ્નમાં પણ આનાચારનું સેવન સંભવતું નથી. (૯૭૧)
अथ यजन्मानुभवनेन सुखपरम्परामसी प्राप्तस्तन्निदर्शयन्नाहसुग णिहिकुंडल सोधम्म ललिय ईसाण देवसेणो य । बंभिंद पियंकरचक्कि सिज्झणा होइ विण्णेया ॥९७२॥
'शुकः' कीरः प्रथमभवे, द्वितीये निधिकुण्डलो नाम राजपुत्रो बभूव । तृतीयभवे सौधर्मदेवलोकं गतः। चतुर्थे 'ललिय'त्ति ललिताङ्गकनामा राजपुत्रोऽजनि । पञ्चमे त्वीशानदेवलोके देवत्वेनोत्पन्नः । ततोऽपि च्यत्वा देवसेनश्च देवसेननामा राजाङ्गजो जातः । ततो विशिष्टतपःसंयमसेवनेन ब्रह्मलोके इन्द्रत्वेनोत्पन्नः । ततोऽपि च्युत्वा प्रियङ्करनामा चक्री । ततो निरतीचारप्रव्रज्यापरिपालनेन सिद्धता भवति विज्ञेयेति ॥९७२॥
હવે જે જન્મના અનુભાવથી આ પોપટ સુખની પરંપરાને પામ્યો તેને બતાવતા કહે છે
પ્રથમ ભવમાં પોપટ, બીજા ભવમાં નિધિકુંડલ નામનો રાજપુત્ર થયો. ત્રીજાભવમાં સૌધર્મદેવલોકમાં ગયો, ચોથા ભવમાં લલિતાંગ નામનો રાજપુત્ર થયો. પાંચમા ભવમાં ઈશાનદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી પણ આવીને દેવસેન નામનો રાજપુત્ર થયો. પછી વિશિષ્ટ તપ સંયમના સેવનથી બ્રહ્મલોકમાં ઇદ્રપણે ઉત્પન્ન થયો. ત્યાંથી પણ ઍવીને પ્રિયંકર નામે ચક્રવર્તી થયો. પછી નિરતિચાર ચારિત્રનું પાલન કરી સિદ્ધિગતિમાં ગયો. (૯૭૨)
साम्प्रतं भाया भवानभिधित्सुराहसुविगा पुरंदरजसा, उम्मायंती य चंदकंता य । मइसागरो य मंती, पिओत्ति पुच्छा य संवेगो ॥९७३ ॥
सुकिका तावदासीद् आद्यभवे । ततः पुरन्दरयशोनाम्नी राजपुत्री बभूव। ततः सौधर्मं गता। ततश्च्युत्वोन्माद्यन्ती च नृपसुता जाता। ततस्तपः कृत्वेशानं देवलोकं गता। ततश्च्युत्वा चंद्रकान्तानामा राजसुताऽजनि (ततो देवत्वं प्राप्ता ततश्चयुत्वा) मतिसागरमंत्री प्रियंकरचक्रवर्त्तिनो बभूव । स च चक्रिणः प्रियो वल्लभोऽत्यर्थमिति कृत्वातिशयज्ञानिनः पृच्छायां कृतायां यथा भगवन्! केन कारणेनायमस्माकमतीवेष्ट इति । तेनापि पूर्वभवव्यतिकरे कथिते संवेगो जातो द्वयोरपीति ॥९७३॥