________________
૪૮૧
ઉપદેશપદ : ભાગ-૨
एयं तु तहाभव्यत्तयाए संजोगओ णिओगेणं । तह सामग्गीसझं, लेसेण णिदंसियं चेव ॥९९७॥
एतत्त्वनुष्ठानं तथाभव्यत्वादिसंयोगतो 'नियोगतो' नियमेन भवति । तत्र तथाभव्यत्वं वक्ष्यमाणमेव, आदिशब्दात् कालनियतिपूर्वकृतकर्मपुरुषकारग्रहः । अत एवाह-'तथा' तत्प्रकारा या 'सामग्री' समग्रकालादिकारणसंयोगलक्षणा तत्साध्यम्, एकस्य कस्यचित् कारणत्वायोगात् । एतच्च 'लेशेन' संक्षेपेण 'निदर्शितमेव' प्रकटितमेव ॥९९७॥
ગાથાર્થ–આ અનુષ્ઠાન નિયમા તથાભવ્યત્યાદિના સંયોગથી થાય છે. આ અનુષ્ઠાન તેવા પ્રકારની સામગ્રીથી સાધ્ય છે. આ સંક્ષેપથી પૂર્વે બતાવ્યું જ છે.
ટીકાર્થ–તથાભવ્યતાદિના સંયોગથી–તથાભવ્યત્વનું સ્વરૂપ હવે પછી કહેવાશે. આદિ શબ્દથી કાળ, નિયતિ, પૂર્વકૃતકર્મ અને પુરુષાર્થનું ગ્રહણ કરવું.
સામગ્રી-કાળે વગેરે સર્વકારણોનો સંયોગ.
ભાવાર્થ-આ અનુષ્ઠાન નિયમો તથાભવ્યત્યાદિના સંયોગથી થાય છે. આનું કારણ એ છે કે આ અનુષ્ઠાન તેવા પ્રકારની સામગ્રીથી ( કાળ વગેરે સર્વ કારણોના સંયોગથી) સાધી શકાય તેવું છે. કારણ કે આ અનુષ્ઠાનનું કોઈ એક કારણ નથી. આ વિષય પૂર્વે संक्षेपथी ४uव्यो ४ छ. (८८७)
यथा तन्निदर्शनं तथैव स्फुटयतिदइवपुरिसाहिगारे, अत्थावत्तीए गरुयणयणिउणं । परिभावेयव्वं खलु, बुद्धिमया णवरि जत्तेण ॥९९८॥
दैवपुरुषाधिकारे "एत्तो य दोवि तुल्ला, विन्नेया दइवपुरिसगारावि । इहरा उ निप्फलत्तं, पावइ नियमेण एगस्स" इत्यादि प्रागुक्तलक्षणेऽर्थापत्त्या सर्वकार्याणां तदधीनत्वप्रतिपादनलक्षणया 'गुरुकनयनिपुणं' प्रधानयुक्तिसन्दर्भितम् परिभावयितव्यम्, खलुक्यालङ्कारे, 'बुद्धिमता' पुरुषेण, 'नवरं' केवलं यत्नेनादरेणेति ॥९९८॥
આ વિષય જેવી રીતે બતાવ્યો છે તે જ રીતે સ્પષ્ટ કરે છે–
ગાથાર્થ–દેવ-પુરુષાર્થના અધિકારમાં અર્થપત્તિથી આ વિષય જણાવ્યો છે. કેવળ બુદ્ધિમાન પુરુષે આ વિષયને આદરથી પ્રધાન યુક્તિઓથી યુક્ત થાય તે રીતે વિચારવો. ૧. કાળ વગેરે પાંચ કારણોનું વર્ણન પૂર્વે ૧૬૪મી ગાથામાં આવી ગયું છે.