________________
૪૮૦
ઉપદેશપદ : ભાગ-૨
ટીકાર્ય–આ પ્રમાણે-(૯૫૧મી ગાથામાં) કહેલી નીતિથી. નિશ્ચયથી નિશ્ચયને પ્રાપ્ત કરાવનાર વ્યવહારનયથી. વિષયગત–મોક્ષને અનુકૂળભાવથી પ્રતિબદ્ધ. ભાવવિશેષથી–ભવવૈરાગ્યરૂપ ભાવની તરતમતાથી.
ભાવાર્થ-(૯૫૧મી ગાથમાં) કહેલી નીતિથી કુચંદ્ર વગેરે બધાનું અનુષ્ઠાન નિશ્ચયને પ્રાપ્ત કરવનાર વ્યવહારનયથી મોક્ષને અનુકૂળભાવથી પ્રતિબદ્ધ (યુક્ત) છે.
પ્રશ્ન–જો બધાનું અનુષ્ઠાન મોક્ષને અનુકૂળ ભાવથી પ્રતિબદ્ધ છે તો આ પ્રમાણે ફલમાં ભેદ કેમ થયો?
ઉત્તર=ભવવૈરાગ્ય રૂપ ભાવની તરતમતાથી ફલમાં ભેદ જાણવો. જેમકે ઇક્ષરસ, ખાંડ, સાકર, અને વર્ષાગોલકમાં (? વર્ષોલકમાં) સામાન્યથી મધુરતા હોવા છતાં તરતમતા છે, તેમ પ્રસ્તુતમાં સામાન્યથી વૈરાગ્ય હોવા છતાં સતતાભ્યાસ વગેરે અનુષ્ઠાનોમાં પરસ્પર ભાવભેદ રહેલો છે, અને એ ભાવભેદથી ફલમાં ભેદ છે. (૯૯૫)
यत एवम्सम्माणुटाणं चिय, ता सव्वमिणंति तत्तओ णेयं । ण य अपुणबंधगाई, मोत्तुं एवं इहं होइ ॥९९६ ॥
सम्यगनुष्ठानमेवाज्ञानुकूलाचरणमेव, 'तत्' तस्मात् 'सर्च' त्रिप्रकारमपि इदमनुष्ठानं 'तत्त्वतः' पारमार्थिकव्यवहारनयदृष्ट्या ज्ञेयम् । अत्र हेतुमाह-'न च' नैव यतोऽपुनबन्धकादीन् अपुनर्बन्धकमार्गाभिमुखमार्गपतितान् मुक्त्वा एतदनुष्ठानमिहैतेषु जीवेषु भवति । अपुनर्बन्धकादयश्च सम्यगनुष्ठानवन्त एव ॥९९६॥
જેથી આ પ્રમાણે છે
ગાથાર્થ–તેથી આ ત્રણે પ્રકારનું અનુષ્ઠાન તત્ત્વથી સમ્યગું અનુષ્ઠાન જ જાણવું. જીવોમાં અપુનબંધક આદિને છોડીને આ અનુષ્ઠાન ન હોય.
ટીકાર્યતત્ત્વથી–પારમાર્થિક વ્યવહારનયની દૃષ્ટિથી. સમ્યગું અનુષ્ઠાન–આજ્ઞાને અનુકૂલ આચરણ.
ભાવાર્થ-તેથી (=મોક્ષને અનુકૂલ ભાવથી પ્રતિબદ્ધ હોવાથી) આ ત્રણે પ્રકારનું અનુષ્ઠાન પારમાર્થિક વ્યવહારનયની દૃષ્ટિથી આજ્ઞાને અનુકૂળ આચરણ જ છે. આમાં હેતુને કહે છે–કારણ કે જીવનમાં અપુનબંધક આદિને છોડીને આ અનુષ્ઠાન ન હોય, અર્થાત અપુનબંધક આદિ જીવોમાં જ આ અનુષ્ઠાન હોય. અપુનબંધક વગેરે જીવો સમ્યગું અનુષ્ઠાનવાળા જ હોય. (૯૯૬)