________________
૨૦૦
ઉપદેશપદઃ ભાગ-૨ કર્યા ત્યારે લડાઈના જોશથી ક્રોધે ભરાયેલો સમુદ્રવિજય ઊઠ્યો. પોતાના પ્રાણની પરવા કર્યા વિના તીક્ષ્ણ બાણો વરસાવવા લાગ્યો. ભાઈને જાણીને વસુદેવ સમુદ્રવિજયને સર્વથા હણતો નથી પરંતુ શસ્ત્રો અને ધ્વજોને છેદે છે. શસ્ત્રો વિનાના વિલખા થયેલા તે રાજાને જોઈને પૂર્વે જ જેમાં પોતાનું નામ લખાયેલું છે એવું પોતાના નામથી અંકિત, પાદવંદનને સૂચવવામાં તત્પર એવું બાણ તેની આગળ મુક્યું. સમુદ્રવિજય તે બાણ લઈને અને વાંચીને ભાઈ વસુદેવે બાણ છોડ્યું છે એમ કહેવાના ભાવને જાણ્યું એટલે તરત પ્રસન્ન થયેલા હૃદયવાળા તેણે બાણને નીચે મૂક્યું. વસુદેવ રથને છોડીને જેટલામાં સન્મુખ આવે છે તેટલામાં મુખમાંથી કૂદી પડી છે આંખ જેની, અર્થાત્ મળવા અત્યંત ઉત્સુક સમુદ્રવિજયે રથમાંથી ઊતરીને બે ચરણમાં પડતા વસુદેવને સર્વાગથી આલિંગન કર્યું. પછી મોટી પોક મૂકીને બંને રોવા લાગ્યા. અક્ષોભ્ય, તિમિત અને બીજા પણ ભાઇઓ અને સ્વજનો જેઓએ પ્રસ્તુત વૃત્તાંતને જાણ્યો તેઓ હર્ષથી મોટાભાઈને ભેટ્યા. રોહિણીવડે યથાયોગ્ય પતિની પસંદગી કરાઈ તેથી જરાસંધ વગેરે રાજાઓ સંતોષ પામ્યા. અને રુધિર રાજાને અભિનંદન આપ્યા કે તું કૃતાર્થ છે જેની પુત્રી હરિવંશમાં શિરોમણિને વરી. ઉત્કંઠિત થયેલા કેટલાક રાજાઓએ યથોચિત ધન અને વિધિપૂર્વક વસુદેવની પૂજા કરી. શુભ દિવસ આવ્યો ત્યારે પાણિ- ગ્રહણ વિધિ કરી અને મોટા વૈભવના વ્યયથી રુધિર રાજાએ બીજા રાજાઓની પૂજા કરી અને પ્રીતિના સમૂહથી પોષાયેલા પોતપોતાને સ્થાને ગયા. રાજાએ જમાઇને બત્રીશક્રોડ સોનૈયા આપ્યા અને મદથી ઉત્કટ ચતુરંગ સૈન્ય આપ્યું. (૧૩૦)
સમુદ્રવિજયે રુધિર રાજાને કહ્યું. અમે કુમારને પોતાના નગરમાં લઈ જવા ઇચ્છીએ છીએ. કારણ કે ભાઇઓ ઉત્કંઠિત થયા છે. રુધિરે કહ્યું: મારી ખુશી માટે કેટલોક કાળ આ અહીં જ ભલે રહે. પ્રસ્થાન સમયે સમુદ્રવિજયે કુમારને કહ્યું તારે ભમવાથી સર્યું. જો કોઈક વડે (વૈરીવડે) જોવાયો છો તો નાશ પામીશ, અર્થાત્ કોઈ વૈરી તને જોશે તો મારી નાખશે. ચરણમાં મસ્તક નમાવીને વસુદેવે સર્વે મળેલા ભાઈઓને કહ્યું: મેં જે તમોને પહેલા ઉગ કર્યો તે મારો અપરાધ ક્ષમા કરવો કારણ કે લાગણીશીલ એવા તમોને સ્વપ્નમાં પણ શોક ઉત્પન્ન કરે તેવું નઠારું કાર્ય મારા વડે જ કરાયું છે. સમુદ્રવિજય વગેરે યાદવો ભાઈઓની સાથે પોતાના સ્થાને ગયા અને વસુદેવ ત્યાં જ રહ્યો. (૧૩૬)
હવે ક્યારેક તેણે રોહિણીને પૂછ્યું: સર્વ રાજાઓને છોડીને નીચ એવો હું તારા વડે શાથી વરાયો? રોહિણીએ કહ્યું: રોહિણી નામની દેવતા મારા ઉપર પ્રસન્ન થઈ છે તેણે ૧. અક્ષોભ્ય અને તિમિત એ નામવિશેષ છે. ૧. નનકુમ–આનક એટલે ઉત્સાહ અને દુંદુભિ એટલે નગારું અર્થાત્ કૃષ્ણના પિતા વસુદેવ. કેમકે
જ્યારે વસુદેવ જન્મ્યા ત્યારે દેવતાઓએ ઉત્સાહમાં નગારા વગાડ્યાનું કહેવાય છે.