SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ઉપદેશપદ : ભાગ-૨ अथ सत्योदाहरणमाहवडवद्दे सच्चो खलु, वणियसुओ सावगोत्ति विक्खाओ । भाइसमं पारसकुलं, गंतुं आगच्छमाणाणं ॥५१६॥ अण्णेहिं समं पासण, तिमिगिलस्सा जलोवरिट्ठियस्स । ते मच्छोतिमहल्लो, भणंति भायाउदीवोत्ति ॥५१७॥ सव्वस्सेणं जूयं, पडिसेह बलाउ तस्स करणंति । णिज्जामगग्गिजालण, बुड्डु तह कूल उप्पत्ती ॥५१८॥ मग्गण विप्पडिवत्ती, राउलववहार सक्खिभासणया । मिलियत्ति निवपरिच्छा, पूजा सेट्ठिम्मि जाणणया ॥५१९॥ पूजा महंतसेट्टिम्मि जोग्गया इच्छ आवकहियत्ति । वीमंसाए मुयणं, वाणियगेणंपि रित्थस्स ॥५२०॥ હવે સત્યના ઉદાહરણને કહે છે સત્યનું ઉદાહરણ વટપદ્રક નામના ગામમાં વણિકનો સત્ય નામનો પુત્ર વિખ્યાત શ્રાવક હતો. જે અણુવ્રતાદિને ધરનાર તરીકે પ્રસિદ્ધ થયો હતો. કોઈક વખત ભાઈની સાથે પારસકુલ નામના દ્વિીપમાં જઈને પાછો આવતો હતો ત્યારે તે બેની જે હકીકત બની તેને કહે છે બીજા ખલાસીઓની સાથે તેઓએ પાણીની સપાટી ઉપર તિમિંગલ નામના મહામસ્યને જોયો. એ પછી તે બધા ખલાસીઓ આ માછલો ઘણો મોટો છે એમ કહે છે. સત્યના ભાઇએ તે માછલું નથી પણ દ્વિીપ છે એમ કહ્યું. તેણે સર્વધનપૂર્વકની શરત લગાવી. સત્ય તેનો વિરોધ કર્યો. શરત લગાવવી ઉચિત નથી. તો પણ તેના ભાઇએ હઠથી શરત કરી. પછી આ માછલું છે કે દ્વીપ છે તેની પરીક્ષા કરવા માટે ખલાસીએ પૃષ્ઠ પ્રદેશમાં અગ્નિ સળગાવ્યો ત્યારે તપી ગયેલી પીઠવાળા માછલાએ પાણીમાં ડૂબકી મારી. હવે કાળક્રમે તેઓ કિનારે પહોંચ્યા. ખલાસીઓએ સર્વધનપૂર્વકની શરતની માગણી કરી. સત્યના ભાઈએ શરતની રકમ ચૂકવવાનો ઇન્કાર કર્યો. તેથી રાજકુળમાં ફરીયાદ પહોંચી. રાજાએ પૂછ્યું: આ શરત વખતે કોણ સાક્ષીમાં હતું. પ્રતિવાદીએ કહ્યું: આનો સત્ય નામનો ભાઈ આ શરતમાં સાક્ષી છે. ભાઈ-ભાઈને મળી ગયેલો હોય. તેથી ભાઈને ભાઇના વિવાદમાં સાક્ષી રાખવો યોગ્ય નથી. આ કારણથી રાજાએ પરીક્ષા કરી. કેવી રીતે પરીક્ષા કરી? નગરના ૧. સર્વધનપૂર્વકની એટલે જે હારી જાય તે પોતાનું સર્વધન જીતનારને આપી દે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy