________________
૨૩૬
ઉપદેશપદ : ભાગ-૨ જવાથી રાત્રે ઘસઘસાટ ઊંધી જતી. સવારના વહેલા ઊઠીને ઘરના કામે લાગી જતી. આથી વિષયેચ્છા શમી ગઈ. હવે તેને યુવાન યાદ પણ આવતો ન હતો. આમ, જે સાધુ પોતાના આચારોમાં સતત મશગુલ રહે છે તેને વિષય આદિ દોષો સતાવી શકતા નથી. (૬૭૪)
अस्यां च सत्यां यत्स्यात्तद् दर्शयतितत्तो उ पइदिणं चिय, सण्णाणविवद्धणाए एएसिं । कल्लाणपरंपरओ, गुरुलाघवभावणाणाओ ॥६७५॥
ततश्चरणशुद्धेः स्वाध्यायादिसंयोगापादितायाः सकाशात् प्रतिदिनमेव 'संज्ञानविवर्द्धनया' संज्ञानस्य माग्र्गानुसारिणो रागादिवध्यपटहभूतस्य सुरलोकसौधाध्यारोहसोपानसमस्य श्रुतज्ञानलक्षणस्य या विवर्द्धना विशिष्टा वृद्धिस्तया, “एतेषां' चरित्रवतां किमित्याह-'कल्याणपरंपरको' भद्रभावपरम्परारूप: सम्पद्यते । कुत इत्याह'गुरुलाघवभावज्ञानाद्' गुरुर्भूयान् लघुश्च तद्विपरीतो गुरुलघू तयोर्भावो गुरुलाघवं तेन गुणदोषावपेक्ष्य भावानामुत्सग्र्गापवादप्रवृत्तिरूपाणां यज्ज्ञानमवबोधस्तस्मात् । इदमुक्तं भवति–ते हि शुद्धचारित्रतया प्रतिदिनं संज्ञानवृद्धौ सत्यां सर्वप्रवृत्तिषु गुणानां दोषाणां यथासंभवं गुरुत्वं लघुत्वं चावलोकमाना गुणगौरवपक्षाश्रयेणैव प्रवर्त्तन्ते । ततोऽस्खलितप्रसरां कल्याणपरम्परामवाप्य परमपदभाजो जायन्त इति ॥६७५॥
સંયમની વિશુદ્ધિ થયે છતે જે થાય તે જણાવે છે–
ગાથાર્થ- તેનાથી પ્રતિદિન જ સંજ્ઞાનની વિશિષ્ટ વૃદ્ધિ દ્વારા ગુરુ-લાઘવ ભાવોના જ્ઞાનથી કલ્યાણની પરંપરા સર્જાય છે.
ટીકાર્ય–તેનાથી સ્વાધ્યાયાદિ રૂપ સમ્યક્યોગથી પ્રાપ્ત કરેલી ચારિત્રવિશુદ્ધિથી.
સંજ્ઞાનની=માર્ગાનુસારી, રાગાદિના વધ માટે પટહ સ્વરૂપ, દેવલોક રૂપ મહેલ ઉપર ચડવા માટે પગથિયા સમાન એવા શ્રુતજ્ઞાનની.
ગુરુ-લાઘવ ભાવોના જ્ઞાનથી=ગુરુ-લાઘવ એટલે વૃદ્ધિ-હાનિ. પ્રસ્તુતમાં ગુણ અને દોષની અપેક્ષાએ વૃદ્ધિનહાનિ વિવક્ષિત છે. ભાવ એટલે ઉત્સર્ગ-અપવાદની પ્રવૃત્તિ. ગુણદોષની અપેક્ષાએ ગુરુ-લાઘવથી ઉત્સર્ગ-અપવાદની પ્રવૃત્તિ તે ગુરુ-લાઘવ ભાવ. આવા ગુરુ-લાઘવ ભાવોના જ્ઞાનથી.
અહીં ભાવાર્થ આ છે–વર્તમાનમાં ઉત્સર્ગ માર્ગે ચાલવાથી ગુણોની વૃદ્ધિ થશે કે
૧. સમાસનો વિગ્રહ આ પ્રમાણે છે-ગુરુ-ત્તાધવેન માવાનાં જ્ઞાન- સત્તાવમાવજ્ઞાનમ્ તમ્મન્ પુરુત્તાધવપાર્વજ્ઞાનનું