________________
૧૦૩
ઉપદેશપદ : ભાગ-૨
તેમાં અગ્નિશિખ તપસ્વી તપના મદથી મત્ત હતો, અને એથી પોતાને મહાન માનતો હતો. તેને અરુણ સાધુ પ્રત્યે ક્રોધ રૂપ સંક્લેશ થયો. તે આ પ્રમાણે-અરુણ નામનો આ પાપી આ પ્રમાણે મારો પરાભવ કરીને મારી ઉપર રહ્યો છે. દુર્ગતિ ફલવાળો આ સંક્લેશ તેને પ્રાયઃ સર્વ દિવસોમાં થયો. અરુણ સાધુને તો પ્રાયઃ સર્વ દિવસોમાં પશ્ચાત્તાપ રૂપ પરિણામ થયો. તે આ પ્રમાણે- ઉજ્જવલ શીલસમૂહને ધારણ કરનાર, જગતના સર્વજીવો પ્રત્યે વાત્સલ્યવાળા, પરમ કરુણા રૂપ અમૃતના નિધિ, દર્શનમાત્રથી લોકોના નયનોને પવિત્ર કરનારા આ સાધુની ઉપર હું રહું છું, હું અધન્ય છું. એક તો હું સાધુના આચારોમાં શિથિલ છું, અને બીજું આ ઉત્તમ સાધુની ઉપર રહું છું. આથી હું અધન્ય છું. (૪૮૭).
આ રીતે રહેલા તે બેમાં અગ્નિશિખના સંસારની વૃદ્ધિ થઈ. અરુણનો સંસાર પરિમિત થયો. ચોમાસાના અંતે બંનેએ વિહાર કર્યો. કોઇવાર કોઈ કેવલી ભગવંતનું સમવસરણ રચાયું. લોકોએ કેવલી ભગવંતને પૂછ્યું : હે ભગવન્! અહીં બે તપસ્વીઓ ચાતુર્માસ રહ્યા હતા. તેમાં કોને કેટલી નિર્જરા થઈ? કેવલીએ કહ્યું: અગ્નિશિખના સંસારની વૃદ્ધિ થઈ અને અરુણનો સંસાર પરિમિત થયો. (૪૮૮)
ક્ષપકનું દૃષ્ટાંત પૂર્ણ થયું.
આગમિકનું દષ્ટાંત હવે આગમિકના દાંતને કહે છે–કોઈક આચાર્ય સ્વાભાવિક રીતે જ બુદ્ધિ આદિ ગુણના ભાજન હતા, સુગુરુચરણની કૃપાથી સમસ્ત આગમોનો અભ્યાસ કર્યો હતો અને પોતાના ગચ્છના નાયક બન્યા હતા. પણ ઋદ્ધિગારવ-રસગારવ-સાતાગારવને આધીન બન્યા હતા. તે આચાર્યના ગચ્છમાં નાની વયના એક સાધુ હતા. તે સાધુમાં પ્રત્યુપેક્ષણા-પ્રમાર્જના વગેરે આચારો ઉત્તમ મનુષ્યોના મનને સંતોષ પમાડનારા હતા. તે સાધુનો વ્યાકરણ, તર્કશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, સ્વદર્શનશાસ્ત્ર અને પરદર્શનશાસ્ત્રનો બોધ તે કાળે વિદ્યમાન વિદ્વાન લોકના શિરોમણિ ભાવને સૂચવતો હતો. તેવા પ્રકારની કર્મલઘુતાથી તેનામાં જ્ઞાન અને ક્રિયા એ બંને સાથે જ વૃદ્ધિ પામ્યા હતા. એથી તેના અસાધારણ ગુણથી આકર્ષાયેલો લોક ગુરુપૂજાની ઉપેક્ષા કરીને વંદન-પૂજન-ગુણપ્રશંસા-વસ્ત્રપાત્રદાન આદિ કરવા દ્વારા તેના ઉપર બહુમાનવાળો થયો. આ વિષે કહેવાય છે કે-“નાના હોય તો પણ શુદ્ધ જીવો પ્રસિદ્ધિને પામે છે, અશુદ્ધ જીવો પ્રસિદ્ધિને પામતા નથી. ૧. પાપી એટલે દુષ્ટ આચારવાળો.