________________
ઉપદેશપદ : ભાગ-૨
‘ઉપદેશની સફલતા પણ' એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે—જો ઉપદેશ પણ તથાભવ્યત્વની અપેક્ષાથી જ સફલ બને તો પછી પૂર્વોક્ત પુરુષાર્થનો આક્ષેપ તથાભવ્યત્વની અપેક્ષાથી જ સફલ બને તેમાં તો શું કહેવું? પહેલાં તથાભવ્યત્વનો પરિપાક થવાથી ઉપદેશથી તે તે વિષયની અજ્ઞાનતા દૂર થાય. અજ્ઞાનતા દૂર થયા પછી એ જીવ જે કંઈ પુરુષાર્થ કરે તે પુરુષાર્થથી તેના આત્માનો વિકાસ થાયસમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ થાય. આમ તથાભવ્યત્વની અપેક્ષાથી જ ઉપદેશ અને પુરુષાર્થ સફળ બને.
૪૮૬
અન્યથા તે પણ ન ઘટે—જો તથાભવ્યત્વની અપેક્ષા ન રાખવામાં આવે તો ઉપદેશ પણ સફળ ન બને. જો ઉપદેશ પણ સફળ ન બને તો પછી પુરુષાર્થ સફળ ન બને તેમાં તો કહેવું જ શું? (કારણ કે તે તે વિષયની અજ્ઞાનતા દૂર થયા વિના આત્માનો વિકાસ ન થાય.)
તેનાથી અનાક્ષિપ્ત સ્વભાવવાદ બળાત્કારથી પ્રાપ્ત થાય—જો ભવ્યત્વને વિચિત્ર ન સ્વીકારવામાં આવે તો તેનાથી (=તથાભવ્યત્વથી) અનાક્ષિપ્ત, અર્થાત્ એકાકાર=એક સ્વરૂપવાળો સ્વભાવવાદ બળથીયુક્તિના સામર્થ્યથી પ્રાપ્ત થાય. કેવળ સ્વભાવવાદ બાધા કરનાર છે, પણ તથાભવ્યત્વ રૂપ સ્વભાવવાદ (=વિવિધ સ્વરૂપવાળો સ્વભાવવાદ) બાધા કરનાર નથી. સ્વભાવવાદનું સ્વરૂપ હવે પછીની ગાથામાં કહેવાશે. (૧૦૦૩)
केवलस्वभाववादमेव दर्शयति
को कुवलयाणं गंधं, करेइ महुरत्तणं च उच्छूणं । वरहत्थीण य लीलं, विणयं च कुलप्पसूयाणं ? ॥१००४ ॥
: ‘જીવનયાનાં’ નતવિશેષાળાં ‘ન્થ' સૌરમં ોતિ, ‘મધુત્વ ત્ર' માધુર્યलक्षणमिक्षूणां, 'वरहस्तिनां च ' जात्यस्तम्बेरमाणां 'लीलां' गमनसौन्दर्यरूपां, 'विनयं च' सर्वार्थेषूचितप्रवृत्तिरूपं कुलप्रसूतानामिक्ष्वाक्वादिनिर्मलकुलसमुद्भवानां पुरुषाणाम् ? किंतु स्वभाव एव नान्यः कालादिः । अन्यत्राप्युक्तम् — “कः कण्टकानां प्रकरोति तैक्ष्ण्यं, विचित्रभावं मृगपक्षिणां च । स्वभावतः सर्वमिदं प्रवृत्तं, न कामचारोऽस्ति તઃ પ્રયત્ન:? ॥on'' mo૦૦૪॥
કેવળ સ્વભાવવાદને જ બતાવે છે–
ગાથાર્થ—ટીકાર્થ—કમળોમાં સુગંધ કોણ બનાવે છે? ઈક્ષુરસમાં મધુરતા કોણ કરે છે? ગજરાજની ગતિની સુંદરતા રૂપ લીલાને કોણ કરે છે? ઇક્ષ્વાકુ વગેરે નિર્મલકુળમાં ઉત્પન્ન થયેલા પુરુષોમાં સર્વકાર્યોમાં ઉચિત પ્રવૃત્તિરૂપ વિનયને કોણ કરે છે? આ બધું સ્વભાવ જ કરે છે, અન્ય કાળ વગે૨ે નહિ. બીજાસ્થળે પણ કહ્યું છે કે—“કાંટાઓમાં તીક્ષ્ણતાને કોણ ઉત્પન્ન કરે છે? પશુઓમાં અને પક્ષીઓમાં વિવિધ સ્વભાવને કોણ કરે છે? આ બધું સ્વભાવથી જ થયેલું છે. ઇચ્છાથી કશું થતું નથી. તો પછી પ્રયત્નને અવકાશ જ ક્યાં છે?” (૧૦૦૪)