________________
૧૩૧
ઉપદેશપદ : ભાગ-૨ કોડિયાની માળા ગળામાં પહેરાવીને વધ સ્થાને લઈ જવાયો. રાજાએ પણ ઉદ્ઘોષણા કરાવી કે બીજો કોઈ આવો અપરાધ કરશે તે પોતાના દુશ્ચરિત્રનું આવું ફળ પ્રાપ્ત કરશે. મનોરમાએ કાનને દુઃખદાયક આવો વૃત્તાંત સાંભળ્યો અને વિચાર્યું કે સ્વપ્નમાં પણ આ મહાત્મા આવા પ્રકારનું અકાર્ય ન કરે. જો મેં અને તેમણે પાળેલા શીલનું કોઇપણ ફળ હોય તો આ સંકટથી અક્ષત જલદીથી પાર ઉતરે.
આ પ્રમાણે વિચારીને મનોરમાએ શાસન દેવતાનો કાઉસ્સગ્ન કર્યો. શાસન દેવીએ વધ્યસ્થાન પાસે પહોંચેલા સુદર્શનનું સાનિધ્ય કર્યું. પણ સુદર્શન પોતાના કર્મનું આ ફળ છે બીજા કોઈનો દોષ નથી એમ ચિંતવે છે. બીજાને જૂઠી આળ આપવાનું ભવાંતરમાં આવું ફળ મળે છે. જ્યારે તેને શૂળી ઉપર લટકાવવામાં આવ્યો ત્યારે તત્ક્ષણ તે શૂળી મણિખંડથી શોભિત, સ્કુરાયમાન તેજના સમૂહવાળું સિંહાસન થયું. પછી તેના સ્કંધ ઉપર તલવારનો ઘા કરવામાં આવ્યો તે પણ તેના ગળામાં અતિ-ઘણી સુગંધિત માલતીના પુષ્પની માળા રૂપે થઈ. ઝાડ ઉપર લટકાવવા માટે ગળામાં ફાંસો આપવામાં આવ્યો તે જલદીથી મોટા આમળા જેવા મોતીથી ગુંથાયેલ હાર થયો. રાજાથી આદેશ અપાયેલા વધ્યભૂમિના પુરુષો જે જે વધ્ય પ્રવૃત્તિ કરે છે તે તે વધ્ય પ્રવૃત્તિ સર્વે અનુકૂળ ભાવને પામે છે. પછી ભય પામેલા વધ્યભૂમિના પુરુષો અદષ્ટપૂર્વ, અશ્રુતપૂર્વ સર્વ વ્યતિકર રાજાને કહે છે. તે દેવ! આ પુરુષ આ શૂળીને યોગ્ય નથી. આવો તિરસ્કાર થવાથી નક્કી આ કોઈ અપૂર્વ દૈવી પુરુષ જણાય છે. જો આ ક્રોધે ભરાશે તો સર્વપ્રલય કરશે. ખરેખર મારી દેવીનું આ દુષ્ટ ચરિત્ર છે. આ ખોટું કલંક આપવામાં આવ્યું છે તેથી તે ખમાવવા યોગ્ય છે એમ વિચારીને ચતુરંગસૈન્યથી યુક્ત, નગરના લોકોવડે અનુસારતો છે માર્ગ જેનો, વિનયપૂર્વક નમાવ્યું છે મસ્તક જેણે એવો દધિવાહન રાજા ત્યાં તેની પાસે આવ્યો. પોતાના જયકુંજર હાથી ઉપર બેસાડીને નગરની અંદર જેટલામાં લાવે છે તેટલામાં આ પ્રમાણે જનપ્રશંસા થઈ. મંથન કરાયેલ ક્ષીર સમુદ્રના ફીણ જેવા નિર્મળ શીલથી શોભિત એવા તમને આ કલંક સ્વપ્નમાં પણ લાગે? આજે પણ આવા પ્રકારના સંકટમાં શીલનું આવું ફળ જણાય છે કે જે સવાંગથી ડૂબેલા પણ મહાસત્ત્વશાળી જીવોને પાર ઉતારે છે. પોતાના કૂળને અજવાળ્યું, કીર્તિ દેશાંતરમાં ફેલાઈ. આ પ્રમાણે તારા વડે સજ્જનનો માર્ગ ઉઘાડાયો. આ પ્રમાણે સજ્જન લોક વડે બોલાતા વચનોને સાંભળતો, ફૂલોથી વધાવાતું છે મસ્તક જેનું એવો સુદર્શન રાજભવન પહોંચ્યો. રાજાને વિનંતિ કરી કે હે સ્વામિન્! મને દીક્ષા લેવાની અનુમતિ આપો જેથી હું આ જન્મને સફળ કરું. દવિવાહન રાજાવડે, સર્વભાઈઓ વડે તથા નગરના લોકવડે આ વાત સ્વીકારાઈ અને