SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ઉપદેશપદ : ભાગ-૨ બન્યો છે. ગોકુળની કોઈ સંભાળ લેતો નથી તેથી તું કહે આ વાત હું કોને કહું? મુનિચંદ્રે કહ્યું. હે માતા! હું સ્વયં સવારે સ્થાવરની સાથે ગોકુળમાં જઇશ તું શોકને છોડ. આ પ્રમાણે સાંભળીને તે ખુશ થઈ અને મૌન રહી. હવે બીજે દિવસે ઘોડા ઉપર બેસીને તે સ્થાવરની સાથે ગોકુળ જવા નીકળ્યો અને જતા સ્થાવર વિચારે છે કે જો કોઇપણ રીતે મુનિચંદ્ર આગળ ચાલે તો ખગયષ્ટિથી આને જલદી હણું ! (૧૫૩) હવે મુનિચંદ્ર પણ બહેને કહેલા વ્યતિકરને ચિંતવતો સ્થાવરની સાથે અપ્રમત્તપણે જવા પ્રવૃત્ત થયો. હવે જ્યારે મુનિચંદ્રનો ઘોડા વિષમ ખાડાના દેશમાં પહોંચ્યો ત્યારે સ્થાવર વડે ચાબૂકથી પ્રહાર કરાયેલો પોતાનો ઘોડો આગળ જવા પ્રવૃત્ત થયો અને શંકા સહિત મુનિચંદ્ર જેટલામાં આગળ જાય છે તેટલામાં પાછળ રહેલા સ્થાવરે તેના વધનિમિત્તે મ્યાનમાંથી તલવાર ખેંચી અને મુનિચંદ્ર તેના પડછાયાને જોયો. પછી તેણે ઘોડાને વેગથી દોડાવ્યો અને ખગના પ્રહારથી છટકીને પોતાને બચાવ્યો. ક્રમથી ગોકુળમાં પહોંચ્યો. ગોવાળે તેનો ઉચિત સત્કાર કર્યો. પરસ્પર વાતો કરતા રહ્યા તેટલામાં દિવસ પૂર્ણ થયો. સ્થાવર તેને મારવા માટેનો ઉપાય શોધે છે અને વિચારે છે કે આને જરૂરથી રાત્રિએ મારીશ. હવે રાત્રિએ ઘરની અંદર પથારી પાથરવામાં આવી ત્યારે મુનિચંદ્રે કહ્યું: હું અહીં લાંબો સમય થયા આવ્યો છું તેથી ગોપાટમાં મારી પથારીને પાથર જેથી ત્યાં રહેલો હું સર્વ ગાય ભેંસોની સંખ્યાને વ્યક્તિગત જોઉં. પરિજને તે પ્રમાણે જ કર્યું પછી ત્યાં રહેલા મુનિચંદ્ર વિચારે છે કે આજે હું ચાકરના (સ્થાવર)ના વિલાસને જોઉં. આજે વધ્ય સુખપૂર્વક નાશ કરવા યોગ્ય છે એમ માનીને એકાંતમાં રહેલા મુનિચંદ્રને જોઈને સ્થાવર મનમાં ખુશ ગયો. (૧૬૩) - હવે લોકો સૂઈ ગયા ત્યારે મુનિચંદ્ર તીક્ષ્ણ તલવાર લઈને અને પટથી આચ્છાદિત બાવલા(પુતળા)ને પોતાની શય્યામાં મૂકીને તેના વિલાસને જોવા માટે અતિ અપ્રમત્ત થઈને એકાંતમાં છુપાઈને ચુપકીદીથી રહ્યો. હવે એક ક્ષણ પછી વિશ્વસ્થ સ્થાવર આવીને જેટલામાં ત્યાં પ્રહાર કરે છે તેટલામાં મુનિચંદ્ર તેને તલવારથી હણ્યો અને મરણ પામ્યો અને આ અપરાધને છુપાવવા માટે મુનિચંદ્ર સમગ્ર ગાયોના વૃંદને વાડામાંથી છોડીને પોકારવા લાગ્યો. અરે! દોડો દોડો ચોરે ગાયોનું હરણ કર્યું અને સ્થાવરને મારી નાખ્યો છે. પુરુષો ચોરો તરફ દોડ્યા. ગાયોને પાછી લાવ્યા. ચોરો નાસી ગયા એમ તેઓએ માન્યું. પછી સ્થાવરનું સંપૂર્ણ મૃત્યુકાર્ય કર્યું. ૧. ગોપાટ-- ગાયો અને ભેંસોને બાંધવાનું સ્થાન અર્થાત્ ગમાણ.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy