SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૫O૪ ઉપદેશપદ : ભાગ-૨ આ મારો પ્રિય મિત્ર જેટલામાં આ પ્રમાણે મુખકમળને જોતો રહે તેટલામાં હું પણ યથેચ્છા ગુપ્તપણે રહું એમ નિશ્ચિય કરીને સાવધાન બની મિત્ર ત્યાંથી પલાયન થયો. પછી તે વિભાગમાંથી રાજપુત્ર નગરની અંદર પ્રવેશ્યો અને પૂર્વના રાજાની આઠ કન્યાઓ સાથે પરણાવાયો. અસ્મલિત શાસનવાળો રાજપુત્ર રાજ્યસુખને અનુભવતો રહે છે. સુમિત્ર પણ પરિભ્રમણ કરતો પુરુષષીણી રતિસેના નામની વેશ્યા પુત્રી વડે જોવાયો અને સુમિત્રે પણ રાગવાળી વેશ્યાપુત્રીને જોઈ. પછી જણાયો છે તેનો અભિપ્રાય જેણી વડે એવી મુખ્ય નાયિકાવડે તે સુમિત્ર ગૌરવપૂર્વક બોલાવાયો અને વિચાર્યું કે આ સુંદર રૂપવાળો મહાધની જણાય છે કહ્યું છે કે- જો કે ધનના અર્થીઓ બીજા પાસે પ્રાર્થના કરે છે, જો કે ધનના અર્થીઓ તીવ્ર દુઃખોથી પીડાય છે તો પણ ધનના અર્થીઓની દષ્ટિ સતેજ હોય છે અને વાણી પણ સ્થિર હોય છે. જો કે ભાગ્યશાળીઓની લક્ષ્મી પ્રગટ પણે દેખાતી નથી તો પણ શરીરની ચેષ્ટાદિથી જણાય છે કે ભાગ્યશાળી પુરુષોની પાસે લક્ષ્મી અને સુંદર સ્ત્રી સામે ચાલીને આવે છે. આ પ્રમાણે સારી રીતે પરિભાવના કરીને તેણે સુમિત્રની ઉત્તમ આગતા સ્વાગતા કરી. રતિસેનાના રૂપના આલોકનથી ઉદીપન થયો છે કામરૂપી અગ્નિ જેનો એવા સુમિત્રે વિચાર્યું. સુવર્ણના અંકુરા જેવી ગૌરવર્ણવાળી, કેળના થડ જેવી જંઘાવાળી વેશ્યાઓમાં મોટો દોષ એ છે કે હલદીના રંગસમાન પ્રેમવાળી હોય છે, અર્થાત્ હળદરનો રંગ તડકો લાગતા ઉડી જાય તેમ વેશ્યાઓનો સ્નેહ જલદીથી ઊડી જાય, પણ સ્થિર ન હોય. જેમ માખીઓ ઉત્તમ ચંદનને છોડીને મળમૂત્રમાં રાગી થાય છે તેમ વેશ્યાઓને ધનમાં રાગ હોય છે પણ મચકુંદ જેવા ઉજ્વળ ગુણોમાં રાગ હોતો નથી. એમ હું આ જાણું છું. છતાં પણ મારું મન બળાત્કારે આ તરુણી તરફ આકર્ષાય છે. તેથી હું થોડો કાળ અહીં જ રહું એમ નિર્ણય કરીને વેશ્યાના ઘરે રહ્યો. રતિસેનાની સાથે સ્નેહ બંધ થયો. કુટ્ટિણી પણ ખુશ થઈ. પરંતુ સુમિત્ર તેને કંઇપણ આપતો નથી એટલે સંદિગ્ધ છે ધનની આશા જેને છે એવી કુટ્ટિનીએ કંઇપણ શરીરના ભોગ માટે ઉચિત વસ્તુની માગણી કરી. તેથી તોલવાના ત્રાજવાની લોખંડની અર્ગલા થોડા ભારથી નમતી નથી તેમ આ વરાકડી થોડા દાનથી નહીં નમે એમ ચિત્તમાં વિચારીને તેણે વિધિથી ચિંતામણિનું સ્મરણ કર્યું. ચિંતામણિના પ્રભાવથી તેને મહામૂલ્યવાળું વસ્ત્રાભરણ આપ્યું. કુટ્ટિની ખુશ થઈ તો પણ લોભના દોષથી ફરી ફરી યાચના કરે છે. સુમિત્ર પણ આપતો રહે છે. અન્યદા વિસ્મિત થયેલી કુટ્ટિણીએ વિચાર્યું કે ખરેખર આની પાસે ચિંતામણિ રત્ન છે નહીંતર આને આવા પ્રકારની દાનશક્તિ ક્યાંથી હોય? તેથી તેને પણ હું પડાવી લઉં. પછી સુમિત્ર જ્યારે સ્નાન કરવા ગયો ત્યારે તેના કપડાના થેલામાંથી મહામણિ કાઢી લીધો. ફરીથી તેણે કંઈક યાચના કરી એટલે સુમિત્રે કોથળીને જોઈ. ચિંતામણિ નહીં જોતા
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy