________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૫૫ પામ્યો હશે. ઉતાવળી જેટલામાં ત્યાં જઈ જોયું તો નિસ્તેજ કેશવાળો આ જોવાયો. તેના કેશ કાપી લીધા અને તેમાંથી અલ્પ મૂલ્યવાળું કંબલ થયું. શ્વસુરપાસેથી બીજો માગવા છતાં ન મળ્યો. હે સોમા ! શુદ્ધ ધર્મ ઝુંટણક સમાન છે. તું આ શુદ્ધ ધર્મનો સ્વીકાર કરીશ ત્યારે તારો સ્વજનવર્ગ તારો ઉપહાસ કરશે અને ધર્મના ત્યાગમાં તને તુચ્છ ફળ મળશે અને આ ભવ અને પરભવમાં ધર્મની પ્રાપ્તિ નહીં થાય. તેથી આવા પ્રકારના જીવોને તેઓના જ હિત માટે ધર્મ ન આપવો જોઈએ. નહીંતર જેમ અતિગાઢ રોગથી પીડાયેલા જીવોને અકાળે ઔષધ આપવાથી અનર્થ ફળનું કારણ થાય તેમ અકાળે ધર્મનું દાન કરવાથી અનર્થફળ થાય.
આ પ્રમાણે શ્રીમતીએ કહ્યું ત્યારે ચંદ્રની ચાંદની જેવી મુખની શોભાવાળી સોમા કહે છે કે બધા પ્રાણીઓ નિયમથી આવા પ્રકારના હોતા નથી. સમુદ્રના પાણી જેવા ગંભીર બુદ્ધિવાળા કેટલાક જીવો કાર્યમાં સુનિશ્ચલ હોય છે. મેરુપર્વતની જેમ અડોલ, બાલિશ જનના મધુર આલાપોને અવગણનાર, મૂર્ખલોકો વડે વિવિધ પ્રકારના આખ્યાનકો કહેવાય છતે તેની અવગણના કરનાર ગોબરવણિકને કુશળ એવી તેં શું નથી સાંભળ્યો ? શ્રીમતીએ કહ્યું: જેણે પોતાનું કાર્ય સાધવામાં બાલિશજનનું વચન અવગણ્યું તે આ વાણિયો કોણ છે તે તું કહે, સોમા કહે છે. (૬૧)
ગોબર વણિકનું કથાનક વિશ્વપુરી નામની નગરી છે જે ધનવાન લોકથી યુક્ત હતી. તેમાં ઘણું ધન કમાયેલો દત્ત નામનો વણિક હતો. પુણ્યની પરિહાણીના દોષથી કાળથી તે દરિદ્ર અવસ્થાને પામ્યો. તેના મનોરથો સતત પૂર્ણ થતા નથી ત્યારે વિચારે છે કે એવો કયો ઉપાય કરું જેથી ફરી પણ હું વિભવનો સ્વામી થાઉં. તેણે પિતાના વચનને યાદ કર્યું. “હે પુત્ર ! જો કોઈપણ રીતે તને વિભવ ન મળે તો સજ્જડ બંધ કરાયેલ છે મધ્યભાગ જેનો એવી લાકડાની પેટીમાં તાંબામય કરંડિયામાં મારા વડે એક પટ્ટક મુકાયેલો છે તેનું તારે નિરીક્ષણ કરવું, કોઈને તારે વાત ન કરવી. ફક્ત તેમાં જે લખેલું છે તે તારે અતિ નિપુણ બુદ્ધિથી આચરવું. આ પ્રમાણે તું કરીશ તો તને સર્વ સંપત્તિની પ્રાપ્તિ થશે.” આ પ્રમાણે પિતાના વચનને યાદ કરીને કોઈથી પણ ન જોવાય તેમ એકાંતમાં પેટીને ઉઘાડીને દાબડાને કાઢે છે અને તેમાંથી પટ્ટને બહાર કાઢી વાંચે છે.
તે ગૌતમ નામના દ્વીપમાં રત્નતૃણ ચણનારો ગાયોનો વર્ગ સર્વત્ર છે અને ઘાસને ચરે છે. આ દેશમાંથી ઉકરડામાંથી ખાતરને લઈ જઈ તે તે પ્રદેશમાં પાથરવું. ખાતરના ઉષ્ણ સ્પર્શના લોભથી રાત્રિના સમયે ત્યાં આવેલી ગાયો છાણ કરશે અને તે સુકાયેલા છાણને