________________
૪૯૨
ઉપદેશપદ : ભાગ-૨ કરવા સમર્થ બને છે. શેષ પુરુષાર્થ વગેરે કારણસમૂહની અપેક્ષાથી રહિત તથાભવ્યત્વરૂપ સ્વભાવ પોતાનું કાર્ય કરવા સમર્થ બનતો નથી.
ધીરપુરુષો બુદ્ધિમાન પુરુષો. સર્વ પ્રયત્નથી=સંપૂર્ણ આદરથી. વિશુદ્ધયોગની આરાધના–નિરતિચાર સમ્યગ્દર્શનાદિના આચારોનું પાલન. (૧૦૧૧) तत्र च
थेवोवि हु अतियारो, पायं जं होति बहुअणि?फलो । एत्थं पुण आहरणं, विनेयं सूरतेयनिवो ॥१०१२॥
स्तोकोऽपि किं पुनर्भूयान्, हुर्वाक्यालङ्कारे, 'अतीचारो' दर्शनादिविराधनारूपः, 'प्रायो' बाहुल्येन 'यद्' यस्माद् भवति, 'बह्वनिष्टफलो' दारुणपर्यवसान इति शुद्ध एव योगे यत्नो विधेयः । प्रायोग्रहणं निन्दागर्हाभ्यां सम्यक्कृताभ्यां निरनुबन्धीकृतो विपरीतरूपोऽप्यतीचारः स्यादिति ज्ञापनार्थम् । अत्र पुनराहरणं विज्ञेयं सूरतेजो नृप इति ॥१०१२॥
અને તેમાં–
ગાથાર્થ–નાનો પણ અતિચાર પ્રાયઃ ઘણા અનિષ્ટ ફળવાળો થાય છે. આ વિષયમાં સૂરતેજ રાજાનું દૃષ્ટાંત જાણવું.
ટીકાર્ય–અતિચાર=સમ્યગ્દર્શન આદિની વિરાધના. બહુ અનિષ્ટ ફળવાળો=પરિણામે ભયંકર.
નાનો પણ અતિચાર બહુ અનિષ્ટ ફળવાળો થાય છે માટે શુદ્ધ જ યોગમાં પ્રયત્ન કરવો જોઇએ. જો નાનો પણ અતિચાર બહુ અનિષ્ટ ફળવાળો થાય છે તો પછી મોટો અતિચાર બહુ અનિષ્ટ ફળવાળો થાય તેમાં તો શું કહેવું ? પ્રશ્ન–પ્રાયઃ ઘણા અનિષ્ટ ફલવાળો થાય છે એમ ‘પ્રાય” કેમ કહ્યું?
ઉત્તર–જો સારી રીતે કરેલી નિંદા-ગોંથી અનુબંધરહિત કરાયેલ અતિચાર બહુ અનિષ્ટ ફળવાળો ન પણ થાય એ જણાવવા માટે “પ્રાયઃ' એમ કહ્યું છે. (૧૦૧૨) तदेव दर्शयन् गाथापञ्चकमाहनरसंदरवृत्तंतं सोउं पउमावतीए णयरीए । देवीसहितो राया निक्खंतो सूरतेओत्ति ॥१०१३॥