SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૫૦૭ નદી છે. એક બાજુ તું અલંઘનીય છે, અર્થાત્ તને કહ્યા વિના રહી શકાય તેમ નથી અને બીજી બાજુ મુનિજનને આવા પ્રકારનું કહેવું ઉચિત નથી, તો પણ તું ગૌરવનું સ્થાન હોવાથી પરમાર્થ શું છે તેને સાંભળ. ભોજન અવસરે તારા ઘરે બેઠેલા મારાવડે તારી પુત્રીઓની લક્ષણરેખા જોવાઈ અને તે લક્ષણરેખા પિતાના પક્ષનો ક્ષય કરનારી જણાઈ છે. આ શલ્યથી પીડાયેલા મેં ભોજનનો ત્યાગ કર્યો હતો અને તારા આગ્રહથી મેં કંઈક ભોજન કર્યુ હતું. આને સાંભળીને આ મહાજ્ઞાની છે, યથાર્થવાદી છે, તેથી ભયભીત થયેલા પિતાએ કહ્યું- હે ભગવન્! શું અહીં કોઈ ઉપાય છે? તેણે કહ્યું: ઉપાય છે પણ તે દુષ્કર છે. કહ્યું છે કે કુલક્ષણવાળી વસ્તુ પીડાકારી છે પણ કુલક્ષણવાળી વસ્તુનો ત્યાગ જ પીડા કારક નથી. “તે બંને આખા કુટુંબને પ્રાણપ્રિય છે તો પણ સર્વ અલંકારથી યુક્ત કુમારિકાઓ લાકડાની પેટીમાં પુરીને ગંગાના પ્રવાહમાં વહેતી મૂકવી” એવું કર્મ કરાય તો સર્વ સારું થાય. અહો! તેની પાપથી લેપાયેલી મતિ કેવી છે! તેની વાતને તે પ્રમાણે માનતા પિતાએ કુલની રક્ષા માટે એક મોટી લાકડાની પેટી કરાવી. પ્રથમ સ્નાન પછી વિલેપન અને પછી અલંકૃત કરાયેલી અમે તે પેટીમાં સુવાડાઈ. પછી મીણથી પેટીના છિદ્રો પૂરીને, માતા વગેરેને પરમાર્થ નહીં કહીને, આપણા કુળમાં કુમારીઓએ ગંગાના દર્શન કરવા જોઈએ એમ બોલતા પિતાએ સવારે ગાડામાં આરોપણ કરીને, પરિવ્રાજકની દૂતી વડે કરાયું છે શાંતિકર્મ જેનું એવી અમે ગંગા નદીમાં પ્રવાહિત કરાઈ. પછી પિતા પાછા ફર્યા. “બળાત્કારે નદી પેટીને ઘસડી ગઈ” એ પ્રમાણે બોલીને રડતા પિતાએ શોક કર્મ કર્યું. પરિવ્રાજકે મઢીમાં જઈને પોતાના શિષ્યોને કહ્યું કે અરે ! આજે ગંગા ભગવતી વડે હિમાલયમાંથી મંત્રસિદ્ધિ નિમિત્તે પૂજાનાં ઉપકરણની પેટી લવાઈ છે તેથી તમો જલદીથી જઈને નીચેના ઓવારા પાસે રાહ જુઓ અને ઉઘાડ્યા વગર અહીં લઈ આવો જેથી મંત્રમાં વિઘ્ન ન થાય. અહો! અમારા ગુરુનું કેવું માહભ્ય છે! એમ વિસ્મય પામેલા તેઓ પણ કહેવાયેલા ઓવારાથી બે ત્રણ ગાઉ દૂર ઉપરવાસમાં રહીને નિપુણતાથી નદીનું નિરીક્ષણ કરવા લાગ્યા. આ બાજુ નૌકા સૈન્યથી તે નદીના પાણીમાં ક્રીડા કરતા મહાપુર નગરના સ્વામી સુભીમ રાજાએ તે પેટીને જોઈ અને તેને કૌતુકથી ગ્રહણ કરી અને ઉઘાડી. અમારું રૂપ જોઈને આશ્ચર્યચક્તિ થયો. કામદેવને આધીન બનેલા રાજાએ મંત્રીને કહ્યું: અહો! આશ્ચર્ય જુઓ! શું આ પાતાળ કન્યાઓ છે? અથવા શું આ વિદ્યાધરીઓ છે? અથવા શું આ દેવીઓ છે? અથવા શું આ રાજપુત્રીઓ છે? હે ભાગ્યશાલીનીઓ! તમે કોણ છો? એમ પ્રેમપૂર્વક ઘણું પૂછવા છતાં દુઃખથી ભરાયેલી અમે કંઈપણ ઉત્તર ન આપ્યો. એટલીવારમાં રાજાના
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy