SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૭ ઉપદેશપદ : ભાગ-૨ ઉન્માદ કરનારું અને કામદેવની સ્ત્રી રતિના ગર્વને મરડનારું થયું. (૩૧) અને આ બાજુ નિધિકુંડલ રાજપુત્ર યૌવનને પામ્યો. સૌભાગ્યથી મનોહર એવી સ્ત્રીઓ વિષે પણ રાગી થતો નથી. લોકમાં પ્રવાદ થયો કે આ રૂપ અને યૌવનથી યુક્ત હોવા છતાં પણ અહો! આશ્ચર્ય છે કે વિષયોમાં રાગ પામતો નથી. તે બાલ્યકાળથી પરિચિત થયેલી, અતિ હિતકારી સર્વકાળમાં તથા લિપિ આદિ કળામાં પરિશીલન કરતો દિવસો પસાર કરે છે અને તે પુરંદરયશા પણ લોકો પાસેથી નિધિકંડલની શરદઋતુના ચંદ્રના કિરણ જેવી કીર્તિને સાંભળીને બીજા પુરુષ વિશે જરા પણ રાગી થતી નથી. અને પોતાના મનોગત ભાવ બીજા કોઈને કહેતી નથી. માતા-પિતાને ચિંતા થઈ કે આને વિવાહ વિનાની કેવી રીતે રાખવી? રાજાએ મંત્રીને કહ્યું: તું પોતે કોઈપણ ઉપાયને કર જેથી આ કોઈ રાજકુમારને જલદીથી પરણે. પછી મંત્રી વરના લાભ સંબંધી બાતમી મેળવવા પ્રવૃત્ત થયો. રાજપુત્રોના પ્રતિછંદ (આકૃતિ-ચિત્ર) મેળવવા માટે ચારેબાજુ સેવકોને મોકલ્યા. રાજપુત્રોના નામ, કુળ, ગુણ અને રૂપ જણાયે છતે કોઈક રીતે કોઈ વિષે આનો અનુરાગ થાય. ઉત્તમ અનેક કલાકલાપથી યુક્ત, નિર્મળ શીલવાળા રાજપુત્રોના ચારેબાજુથી આવેલા ચિત્રપટો તેને બતાવવામાં આવ્યા. નિધિકુંડલના ચિત્રપટને જોયા પછી એકાએક સર્વ શરીરમાં રોમાંચ વિકસિત થયો. જાણે દૃષ્ટિ ત્યાં જ ચંભિત થઈ. અને ચિત્રપટને જ જોતી તેના મનમાં રણઝણાટ ચાલુ થયો. તત્ક્ષણ જ સમગ્ર ભવન શૂન્ય લાગ્યું તેના શરીરમાં કામના વિકારનો તાવ કોઈક તેવો થયો જેને શાંત કરવા ચંદ્રના કિરણ, ચંદનનો રસ અને કમળનાળનો શીતળ પણ લેપ અસાધ્ય બન્યો. (૪૩) અને આ બાજુ નિધિકુંડલે ક્યારેક સ્વપ્નમાં પુરદંરયશાના યથાસ્થિત રૂપને જોયું અને તલ્લણ જાગ્યો, ફરી પણ તેના દર્શનમાં ઉત્સુક થયો અને તેને કોઈપણ રીતે નહીં જોતો વિરહ અગ્નિથી બળેલો ક્યાંય પણ શાંતિને નહીં પામતો જેટલામાં રહે છે તેટલામાં માતા-પિતાએ કોઈક રીતે સ્વપ્નનો વ્યતિકર જાણ્યો. તરત જ સર્વ દિશાઓમાં રાજપુત્રીઓના ચિત્રપટો લાવવા ચરપુરુષોને મોકલ્યા. પુરંદરયાનો ચિત્રપટ જોયા પછી તે પણ તેના જેવો જ (સૂનમૂન) થયો. પુરંદરયશા સંબંધી નિધિકુંડલનો અનુરાગ મંત્રીએ જાયે છતે સ્વયં જઈને ઘણા પ્રણય વચનના સારથી પિતા પાસે નિધિકુંડલની માગણી કરી. પુરંદરયશા નિધિકુંડલને વરી. વિવાહ માટે નિધિકુંડલ પોતના નગરમાંથી નીકળી શ્રાવસ્તી નગરી તરફ ચાલ્યો. મોટી વિભૂતિથી તૈયાર થઇને કેટલામાં તે માર્ગના કેટલાક ભાગમાં ગયો તેટલામાં એક અરણ્યમાં પડાવ નાખ્યો. પછી અશ્વવડે અપહરણ કરાયેલો નિધિકુંડલ મંત્ર નિમિત્તે પોતાના સ્થાનમાંથી ભયંકર ડમરુકના અવાજને કરતા એક કાપાલિક તપસ્વીવડે હરણ કરાયેલી, ઘાત માટે માંડલામાં સ્થપાયેલી, પુરંદરયશાને જુએ છે. પુરંદરયશાના ચિત્રપટને યાદ કરતો નિધિકુંડલ
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy