________________
ઉપદેશપદ : ભાગ-૨
४४३ આદિને ધર્માનુષ્ઠાન કેવી રીતે કહેવાય? અર્થાત્ કોઈપણ રીતે ધર્માનુષ્ઠાન ન કહેવાય. ધર્માનુષ્ઠાન મોક્ષના લક્ષ્યવાળા હોવાથી એક જ ભાવાભ્યાસ અનુષ્ઠાન ઉપાદેય છે. (૯૫૦)
अत्र त्रिविधमप्यनुष्ठानं कथञ्चित् समर्थमान आहववहारओ उ जुज्जइ, तहा तहा अपुणबंधगाईसु । एत्थ उ आहरणाई, जहासंखेणमेयाइं ॥९५१॥
'व्यवहारतस्तु' व्यवहारनयादेशात् पुनर्युज्यते 'तथा तथा' विषयभेदप्रकारेणापुनर्बन्धकादिषु, 'अपुनर्बन्धकः' पापं न तीव्रभावात् करोतीत्येवंलक्षणः, आदिशब्दादपुनर्बन्धकस्यैव विशिष्टोत्तरावस्थाविशेषभाजौ मार्गाभिमुखमार्गपतितौ अविरतसम्यग्दृष्ट्यादयश्च गृह्यन्ते । अत्र तु' व्यवहारदेशात्रिविधेऽनुष्ठाने 'आहरणानि' ज्ञातानि यथासंख्येनानुक्रमलक्षणेन एतानि वक्ष्यमाणलक्षणानि ॥९५१॥
અહીં ત્રણ પ્રકારના અનુષ્ઠાનનું કથંચિત્ સમર્થન કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થવ્યવહારનયના અભિપ્રાયથી તે તે રીતે વિષયભેદથી અપુનબંધક આદિમાં (સતતાભ્યાસ વગેરે અનુષ્ઠાન) ઘટે છે. ત્રણ પ્રકારના અનુષ્ઠાનમાં અનુક્રમે આ (હવે પછીની ગાથાઓમાં કહેવાશે તે) દૃષ્ટાંતો છે.
ટીકાર્થ– જે તીવ્રભાવથી પાપ ન કરે તે અપુનબંધક. “અપુનબંધક આદિમાં' એ સ્થળે આદિ શબ્દથી અપુનબંધકની જ વિશિષ્ટ ઉત્તર અવસ્થાવિશેષને પામેલા માર્ગાભિમુખ અને માર્ગપતિત તથા અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે જીવોને ગ્રહણ કરવામાં આવે છે. (૯૫૧).
तत्र प्रथमोदाहरणं भावयन् गाथाष्टादशकमाहसययब्भासाहरणं, आसेवियजाइ सरणहेउत्ति । आजम्मं कुरुचंदो, मरिउं णरगाओ उव्वट्टो ॥९५२॥ मायापिइपडिवत्ती, गिलाणभेसजदाणमाईहिं । तह चिइणिम्मलकरणं, जाईसरणस्स हेउत्ति ॥९५३॥ णिवपरिवारुवलंभा, सरणं भीओ कहं पुणो एत्थ । ठिइमूगत्तासेवण, णाओ विजेहिं णिदोसो ॥९५४॥ मंतिणिवेयण जाणण, धण्णो सरणाओ कोइ उव्विग्गो। भवठिइदंसणकहणं, गुणकरमेयस्स तहिं जुत्तो ॥९५५॥