________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૦૯ | ગાથાર્થ–ટીકાર્ય–વ્યાખ્યાનનો વિધિ કહેવામાં પ્રાસંગિક વિસ્તાર આટલો પર્યાપ્ત છે. માંડલીનું પ્રમાર્જન કરવું વગેરે વિધિનું પાલન કરવાથી આગમશ્રવણમાં પ્રવૃત્ત થયેલા શ્રોતાને અવશ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વ્યાખ્યાન અંગે આજ્ઞાયોગ પણ એ જ છે કે વ્યાખ્યાન સંબંધી પૂર્વે જે આચારો કહ્યા છે તે આચારોનું પાલન કરવું. આજ્ઞાયોગ સમ્યજ્ઞાનથી પ્રાપ્ત કરી શકાય છે. અહીં તાત્પર્યાર્થ એ છે કે
(૧) આજ્ઞાયોગ સમ્યજ્ઞાનથી પ્રાપ્ત કરી શકાય છે. (૨) સમ્યજ્ઞાન વિધિપૂર્વક શ્રવણ કરવાથી થાય. (૩) માટે માંડલીનું પ્રમાર્જન વગેરે વિધિનું પાલન કરવું જોઇએ. (૮૮૬) ज्ञानवांश्च यत्करोति तदाहणाणी य णिच्छएणं, पसाहई इच्छियं इहं कज्जं । बहुपडिबंधजुयंपि हु, तहा तहा तयविरोहेण ॥८८७॥
'ज्ञानी' चात्र विधिगृहीतशास्त्रार्थावबोधः पुनः पुमानिश्चयेन 'प्रसाधयति' निष्पादयतीप्सितमाप्तुमिष्टमिह कार्यं धर्मार्थाद्याराधनरूपं बहुप्रतिबन्धयुतमप्यनेकविघ्नप्रतिस्खलितमपि, ‘तथा तथा' तत्तद्व्यक्षेत्रादिस्वरूपानुवर्त्तनोपायेन, 'तदविरोधेन' तस्येप्सितकार्यस्य योऽविरोधो घटना कार्यान्तरैरीप्सितैरेव तेनोपलक्षितः सन् । न हि धर्मान्तराणि बाधमानो धर्मो धर्मरूपतां प्रतिपद्यते । यथोक्तम्-"धर्म यो बाधते धर्मों, न स धर्मः सतां मतः । अविरोधेन यो धर्मः, स धर्म इति कीर्तितः ॥१॥" तथा "वेदवृद्धानुपचरेच्छिक्षितागमतः स्वयम् । अहेरिव हि धर्मस्य, सूक्ष्मा दुरनुगा गतिः I ' ૮૮૭
જ્ઞાની જે કરે છે તે અહીં કહે છે
ગાથાર્થ-જ્ઞાની અહીં ઇચ્છિત કાર્ય અનેક વિઘ્નોથી યુક્ત હોય તો પણ ઇચ્છિત કાર્યનો અન્ય ઇચ્છિત કાર્યોની સાથે વિરોધ ન આવે તે રીતે તે તે દ્રવ્ય-ક્ષેત્રાદિના સ્વરૂપને અનુકૂળ હોય તેવો ઉપાય કરીને ઈચ્છિત કાર્યને અવશ્ય સાધે છે.
ટીકાર્થ-જ્ઞાની=વિધિથી ભણેલા શાસ્ત્રોના અર્થોનો જેને બોધ છે તેવો પુરુષ. કાર્ય ધર્મ અને ધન આદિની સિદ્ધિરૂપ કાર્ય.
(તાત્પર્યાર્થ—અહીં ઇચ્છિત કાર્યને સાધવાનાં બે કારણો જણાવ્યાં છે. (૧) તે તે દ્રવ્યક્ષેત્ર-આદિના સ્વરૂપને અનુકૂલ હોય તેવો ઉપાય કરવો. (૨) ઇચ્છિત કાર્યનો અન્ય ઇચ્છિત ૧. ટીકામાં ૩૫ર્નાલિતઃ સન્ એ વિશેષણ જ્ઞાનીનું છે. તેન એટલે વિરોધેન !