SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પટ ઉપદેશપદ : ભાગ-૨ (કોઈપણ ઔષધ તો જ લાભ કરે કે જો વિધિપૂર્વક અને સતત એનું સેવન કરવામાં આવે. વિધિપૂર્વક ઔષધનું સેવન કરે, પણ સતત ન કરે તો ઔષધથી યથાર્થ લાભ ન થાય. ઔષધનું સતત સેવન કરે, પણ વિધિપૂર્વક ન કરે તો પણ યથાર્થલાભ ન થાય. તેમ પ્રસ્તુતમાં જિનવચનનું વિધિપૂર્વક અને સતત પાલન કરે તો જ યથાર્થલાભ થાય. સમ્યગ્દષ્ટિજીવ જિનવચનનું વિધિપૂર્વક અને સતત પાલન કરે છે. આથી જ અહીં કહ્યું કે નિશ્ચયનયના મતે ગ્રંથિભેદ કાળને જ વચનરૂપ ઔષધના પ્રયોગનો કાળ જાણવો.) નિશ્ચયનયના મતે અપુનબંધક વગેરે જીવોમાં વચનપ્રયોગનો અવસર નથી. તેનું કારણ એ છે કે તે જીવમાં વચનપ્રયોગ કરવામાં આવે તો પણ તે વચનપ્રયોગ તેમને સૂક્ષ્મબોધ કરનારો થતો નથી. કારણ કે તે કાળમાં અનાભોગ (=યથાર્થ બોધને અનુકૂલ લયોપશમનો અભાવ) ઘણો હોય છે. ભિન્નગ્રંથિ વગેરે જીવો તો મોહ દૂર થવાના કારણે અતિનિપુણ બુદ્ધિવાળા હોય છે, અને એથી તે તે કાર્યમાં પ્રવૃત્તિ કરતા તે જીવો તે તે કર્મરૂપવ્યાધિનો નાશ કરનારા થાય છે. (૪૩૩). ग्रन्थिभेदमेव पुरस्कुर्खन्नाहइहरावि हंदि एयम्मि एस आरोग्गसाहगो चेव । पोग्गलपरियट्टद्धं, जमूणमेयम्मि संसारो ॥४३४॥ 'इतरथापि' विधिसदापालनामन्तरेणापि । हंदीति पूर्ववत् । 'एतस्मिन्' गन्थिभेदे कृते सत्येष वचनौषधप्रयोगः 'आरोग्यसाधकश्चैव' भावारोग्यनिष्पादक एव सम्पद्यते। तथा च पठ्यते-"लब्वा मुहूर्तमपि ये परिवर्जयन्ते, सम्यक्त्वरलमनवद्यपदप्रदायि । भ्राम्यन्ति तेऽपि न चिरं भववारिराशौ, तद्विभ्रतां चिरतरं किमिहास्ति वाच्यम् ? ॥१॥" अत्र हेतुमाह-पुद्गलानामौदारिक-वैक्रिय-तैजस-भाषा-आनप्राण-मन:कर्मवर्गणापरिणामपरिणतानां विवक्षितकालमादौ कृत्वा यावता सामस्त्येनैकजीवस्य ग्रहनिसग्! सम्पद्येते स कालः पुद्गलपरावर्त इत्युच्यते, पुद्गला ग्रह- निसर्गाभ्यां परिवर्तन्ते परापरपरिणतिं लभन्तेऽस्मिन्निति व्युत्पत्तेः, तस्या? यावत्, 'यद्' यस्मादूनं किञ्चिद् हीनमेतस्मिन् ग्रन्थिभेदे सति संसारो जीवानां तीर्थकराद्याशातनाबहुलानामपि। अत्र च दृष्टान्ताः कूलवालगोशालकादयो वाच्याः ॥४३४॥ ગ્રંથિભેદને જ આગળ કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ-ગ્રંથિ ભેદ થયે છતે વચનરૂપ ઔષધનું વિધિપૂર્વક સદા પાલન ન થાય તો પણ તે વચનરૂપ ઔષધનો પ્રયોગ અવશ્ય ભાવ આરોગ્યને સાધનારો થાય છે. કારણ કે ગ્રંથિભેદ થયે છતે સંસાર કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત જેટલો જ રહે છે. ૨. તિ, ૨. પત્ત, રૂ. વાસ્થતિ | સરાહચસ્વોત્તવૃત્તી |
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy