________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૦૧ ટીકાર્થ–તેથી સુમનોરથ પણ ઉચ્ચ ફળવાળો હોવાથી.
વિરાધના રહિત શુદ્ધ ધર્મસ્થાનમાં-વિરાધના એટલે સ્વીકારેલા વ્રતાદિનો ભંગ. ભાવથી સ્વીકારેલા વ્રતાદિનો તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલો પણ ભંગ ન થાય તેવા શુદ્ધ, તે તે ગુણસ્થાનને યોગ્ય, ચૈત્યવંદન વગેરે ધર્મસ્થાનમાં આદર કરવો જોઇએ. શુદ્ધ મનોરથનું ઉલ્લંઘન કરીને જેમાં ક્રોધાદિ રૂપ સંક્લેશ ઘણો હોય તેવા ધર્માનુષ્ઠાનમાં આદર ન જ કરવો જોઇએ. (૪૮૪)
ત? યત – तवसुत्तविणयपूया, ण संकिलिट्ठस्स होंति ताणंति । खमगागमि विणयरओ, कुंतलदेवी उदाहरणा ॥४८५॥
तपःसूत्रविनयपूजाः प्रतीतरूपा एव 'न' नैव सक्लिष्टस्य जन्तोर्भवन्ति त्राणं संसारगर्ते पतितस्यालम्बनम्। इति प्राग्वत्। अत्र 'क्षपको' मासोपवासादिक्षपणकारी, 'आगमी' पारगतागमसूत्रार्थोभयकुशल आचार्यः, विभक्तिलोपश्चोभयत्रापि प्राकृतत्वात्, 'विनयरत' उदायिनृपमारकः, 'कुन्तलदेवी' कुन्तलदेशाधिपनरनाथपत्नी, उदाहरणानि दृष्टान्ताः ॥४८५॥
સંક્લિષ્ટ ધર્માનુષ્ઠાનમાં આદર ન કરવો જોઈએ. કારણ કે
ગાથાર્થ–સંક્લેશવાળા જીવને તપ, સૂત્ર, વિનય અને પૂજા આલંબન થતા નથી. અહીં લપક, આગમિક, વિનયરત અને કુતંલદેવી એ દૃષ્ટાંત છે.
ટીકાર્ય–તપ, સૂત્ર (શ્રુતજ્ઞાન), વિનય અને પૂજા સંસારરૂપ ખાડામાં પડેલા સંક્લેશવાળા જીવને આલંબન થતા જ નથી.
ક્ષપક=માસખમણ વગેરે તપશ્ચર્યા કરનાર મુનિ. આગમિક સર્વજ્ઞના આગમોમાં સૂત્ર અને અર્થ એ ઉભયથી કુશળ આચાર્ય. વિનયરત=ઉદાયી રાજાને મારનાર કુસાધુ. કુંતલદેવી-કુંતલ દેશના રાજાની રાણી. (૪૮૫) अथोदाहरणचतुष्टयमपि प्रत्येकं गाथात्रयेण भावयन् गाथाद्वादशकमाहकुसुमपुरे अग्गिसिहो, खमओ लिंगद्धओ य अरुणोत्ति । वासट्ठाणविहारे, अहरुत्तरकोट्ठगे वासो ॥४८६॥ पढमस्स संकिलेसो, पावो एसोत्ति पायसो णिच्चं । बिइयस्स उ संवेगो, साहुवरि वसामधण्णोहं ॥४८७॥