________________
૨૪૪
ઉપદેશપદ : ભાગ-૨ થાય, બલ્ક મેળવેલા પણ ગુણોની હાનિ થાય, તે અનુષ્ઠાનને બુધ પુરુષો અવિધિની પ્રધાનતાવાળું જ સમજે છે.” ગુરુકુલવાસને છોડી દેવાથી કોઈ ગુણનો લાભ થતો નથી અને વધારામાં મેળવેલા પણ સંવેગ-નિર્વેદ વગેરે ગુણોની હાનિ થાય છે.) (૬૭૮)
एतदेव समर्थयमान आहतित्थगराणा मूलं, णियमा धम्मस्स तीए वाघाए । किं धम्मो किमधम्मो, णेवं मूढा वियारंति ॥६७९॥
'तीर्थकराज्ञा' भगवदर्हदुपदेशो 'मूलं' कारणं नियमादवश्यंभावेन 'धर्मस्य' यतिगृहस्थसमाचारभेदभिन्नस्य ।अतीन्द्रियो ह्यसौ । न चान्यस्यासर्वदर्शिनः प्रमातुरुपदेश एतत्प्रवृत्तौ मतिमतां हेतुभावं प्रतिपत्तुं क्षमते, एकान्तेनैव तस्य तत्रानधिकारित्वात्, जात्यन्धस्येव भित्त्यादिषु नरकरितुरगादिरूपालेखने इति । तस्यास्तीर्थकराज्ञाया व्याघाते' विलोपे । किमनुष्ठानं धर्मः, अथवा किमधर्मो वर्त्तत्ते? अन्यत्राप्युक्तम्-"आणाए च्चिय चरणं, तब्भंगे जाण किं न भग्गंति । आणं च अइक्वंतो, कस्साएसा कुणइ सेसं? ॥१॥" इति नियामकाभावान्न विवेचयितुं शक्यते यदुतैतदनुष्ठानं धर्मः, इदं चाधर्म इति। न नैवैवमनेन प्रकारेण मूढा' हिताहितविमर्शविकला 'विचारयन्ति' मीमांसन्ते ॥६७९॥
આ જ વિષયનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– ધર્મનું મૂળ નિયમ તીર્થકરોની આજ્ઞા છે. તીર્થકરોની આજ્ઞાનો વિનાશ થતાં કર્યું અનુષ્ઠાન ધર્મ છે અને કર્યું અનુષ્ઠાન અધર્મ છે એનો નિર્ણય કરી શકાતો નથી. મૂઢ જીવો આ પ્રમાણે વિચારતા નથી.
ટીકાર્ય-ધર્મનું મૂળ સાધુના આચારો અને ગૃહસ્થના આચારો એમ બે પ્રકારના ધર્મનું કારણ.
તીર્થકરોની આજ્ઞા=ભગવાન અરિહંતનો ઉપદેશ.
ધર્મ અતીન્દ્રિય છે=ઈદ્રિયોથી જાણી શકાતો નથી. એથી ધાર્મિક પ્રવૃત્તિમાં સર્વજ્ઞ સિવાય બીજા કોઈ જ્ઞાનનો ઉપદેશ મતિમાન પુરુષોના હૃદયમાં કારણભાવને સ્વીકારવા સમર્થ નથી, અર્થાત્ મતિમાન પુરુષો સર્વજ્ઞ સિવાય બીજા કોઈ જ્ઞાનીના ઉપદેશને ધાર્મિક પ્રવૃત્તિના કારણ તરીકે સ્વીકારતા નથી. કારણ કે અસર્વજ્ઞ એકાંતે જ ધાર્મિકપ્રવૃત્તિ કરાવવામાં અધિકારી નથી. જેવી રીતે જન્માંધ પુરુષ ભીંત વગેરેમાં મનુષ્ય, હાથી, અશ્વ વગેરેના ચિત્રનું આલેખન કરવામાં અધિકારી નથી, તેમ અસર્વજ્ઞ ધાર્મિક પ્રવૃત્તિ કરાવવામાં અધિકારી નથી.