SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૨૭ ___ 'दयिताकर्णोत्पलताडनवद्'–रतिकेलिकालकुपिताभीष्टकामिनीसाक्षेपकरमुक्तकर्णस्थानावतंसितामन्दमकरन्दामोदितमधुकरकुलावकम्पिसहस्रपत्रप्रहतिरिव सुभटस्य'रणसंघट्टसमुद्घटितशौर्यप्रकर्षस्य पुंसो 'निवृति'-समीहितसमरसम्मईलाभलक्षणं करोति'। कीदृशस्येत्याह-'प्रभ्वाज्ञया'- तत्तत्प्रसादप्रदानप्रमोदसम्पादकनायकनिरूपितादेशलक्षणया 'सम्प्रस्थितस्य' परबलविलोलनाय चलितस्य काण्डमपि', किं पुनरुज्वलपुष्पमालादि, लगच्छरीरसंस्पर्शमागच्छत् सत् । समीहितसिद्धिरेव सर्वत्र निर्वृतिहेतुः स्यात्। समीहितश्च सुभटेन स्वस्वाम्यादेशात् समरसंघट्टे प्रवर्त्तमानेन काण्डादिप्रहार इति कथमसौ न तल्लाभे वृत्तिमान् स्यादिति ॥६६६॥ આ જ વિષયને ત્રણ ગાથાઓથી વિચારે છે– ગાથાર્થ–સ્વામીની આજ્ઞાથી ચાલેલા સુભટને (યુદ્ધમાં) લાગતું બાણ પણ પત્નીએ કાન ઉપર કરેલા કમળના પ્રહારની જેમ સુખ ઉપજાવે છે. ટીકાર્થ–સ્વામીની આજ્ઞાથી ચાલેલા તે તે કૃપાના દાનથી પ્રમોદ પમાડનાર નાયકે કરેલી આજ્ઞાથી શત્રુના સૈન્યને પરાસ્ત કરવા માટે ચાલેલા. સુભટને = યુદ્ધની તક મળવાથી જેને અતિશય શૂરાતન પ્રગટ થયું છે તેવા સુભટને. પત્નીએ કાન ઉપર કરેલા કમળના પ્રહારની જેમ=કામક્રીડાના સમયે કુપિત થયેલી પ્રિયપત્નીએ તિરસ્કાર સહિત કાન ઉપર કરેલા કમળના પ્રહારની જેમ. લાગતું=શરીરને સ્પર્શતું. બાણ પણ” એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે– બાણ પણ સુખ ઉપજાવે છે તો પછી ઉજ્જવળ પુષ્પમાળા વગેરે સુખને ઉપજાવે એમાં શી નવાઇ? સુખ ઉપજાવે છે=ઈચ્છેલ યુદ્ધસંઘર્ષના લાભ રૂપ સુખને ઉપજાવે છે. ઇચ્છલની સિદ્ધિ જ સર્વસ્થળે સુખનું કારણ થાય. પોતાના સ્વામીના આદેશથી યુદ્ધસંઘર્ષમાં પ્રવર્તતા સુભટથી બાણ વગેરેનો પ્રહાર ઇચ્છાયેલો જ છે. એથી બાણ વગેરેના પ્રહારનો લાભ થતાં બાણ વગેરેનો પ્રહાર સુખવાળો સુખ આપનારો કેમ ન થાય? અર્થાત્ થાય જ. (૬૬૬) ૧. અહીં તિત્તિ. ઇત્યાદિ પાઠનો શબ્દાર્થ આ પ્રમાણે છે–કામક્રીડા કાળે કુપિત થયેલી પ્રિયપત્ની વડે તિરસ્કાર સહિત હાથથી કરાયેલા કર્ણસ્થાનને શોભાવનાર અને અતિશય પુષ્યરસથી હર્ષ પામેલા બ્રમસિમૂહથી ડોલતા (=કંપતા) એવા કમળના પ્રહારની જેમ.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy