________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૭૩
વૃદ્ધિ પામી. પ્રતિદિન ધર્મ કથામાં રત સોમાને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઇ. તથા સોમાને શ્રાવકજનને યોગ્ય વ્રત ગ્રહણ કરવાની ઇચ્છા થઇ. શ્રીમતીએ તેની પરીક્ષા કરી. પરીક્ષામાં ઝુંટણવણિકનું દૃષ્ટાંત આપ્યું. (૫૫૧) અને તે દૃષ્ટાંત આ પ્રમાણે છે—
અંગદિકા નામની નગરી છે અને તેમાં ધન નામનો શ્રેષ્ઠી હતો અને કોઇક વખત સ્વામીપુરથી શંખશ્રેષ્ઠી ત્યાં આવ્યો. વ્યાપારથી ધન અને શંખની પ્રીતિ દૃઢ થઇ. તે પ્રીતિની વૃદ્ધિ નિમિત્ત સંતાનનો જન્મ ન થયો હોવા છતાં વરણ કરણ રૂપ પુત્ર-પુત્રીનો લેતી-દેતીનો નિશ્ચય થયો. (૫૫૨)
સમયે ધનને પુત્ર અને શંખને પુત્રી થઇ. ઉંમરલાયક થયા ત્યારે બંનેનો વિવાહ કરવામાં આવ્યો અને ભોગો ભોગવવા લાગ્યા. કોઇક રીતે ભાગ્યહાનીથી દારિત્ર્ય ઉત્પન્ન થયું. પત્નીએ પતિને કહ્યું. જેમકે- શ્વસુરકુળમાં મારા પિતાને ઘરે તમે જાઓ અને એક ઝુંટણક પશુવિશેષને લઇ આવો. (૫૫૩)
તે ઝુંટણક પશુ કૂતરાના જેવો આકારવાળો છે. ખલુ શબ્દ વાક્યાલંકારમાં છે. છ મહીના સુધીમાં તે પશુના વાળમાંથી રત્નકંબલ તૈયાર થાય છે. અને એક લાખ દીનાર મૂલ્યવાળી રત્નકંબલ હું કાંતીને તૈયાર કરીશ. (૫૫૪)
તે પશુને શરીરના સંઘટ્ટાથી રાત્રે કે દિવસે (ક્યારેક) છૂટો ન મૂકવો. કેમકે શરીરથી છૂટો પાડવાથી મરણ પામે છે તેથી કાર્યના પરમાર્થને નહીં જાણતો મૂર્ખલોક હાંસી કરશે. તો પણ કાર્યને લક્ષમાં રાખીને હાંસીને ન ગણકારવું. (૫૫૫)
તેના પતિએ તેની વાતનો સ્વીકાર કર્યો. તે શ્વસુરકુળમાં ગયો અને ઝુંટણક મેળવ્યું. શ્વસુરકુળમાંથી પાછા નીકળતા શ્વસુરકુળના લોકોએ તેને ફક્ત આ જ શિખામણ આપી કે આ વિષયમાં લોકો તારા ઉપર વારંવાર હસશે. (૫૫૬)
અને તે શ્વસુરકુળથી પાછો ફરતો માર્ગમાં લોકોવડે હાંસી કરાતો કોઇક મોટી લજ્જાથી તેને લાવવાનો ઉત્સાહ મંદ થયો. અને જ્યારે પોતાના નગર અંગદિકની બહારના પ્રદેશમાં ઉદ્યાનમાં છોડી દીધો અને ખાલી હાથે (પશુ વિના) પોતાના ઘરે ગયો. (૫૫૭)
ત્યારે તેની પત્નીએ તેને પૂછ્યું: ઝુંટણક ક્યાં છે? તેણે કહ્યુંઃ નગરની બહાર મૂક્યો છે. તે બોલી– ખરેખર તું બહાદુર (મૂર્ખ) છે. આટલીવારમાં તે મરી ગયો હશે. એટલી
૧. દન્ત અહીં ભવ્યની આગળ હન્ત અવ્યયનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે ખેદ સૂચક છે. અર્થાત્ તું ભવ્ય (ઉત્તમ) નથી પણ મૂર્ખ છે.