SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૩૫ ભાવાર્થ-સાધુ ભિક્ષા માટે જાય ત્યારે આહાર ગ્રહણ કરતી વખતે કાયાથી (આંખ આદિથી) આ આહાર નિર્દોષ છે કે દોષિત છે એમ જુએ. વચનથી જે પૂછવા જેવું લાગે તે પૂછે, મનથી જે વિચારવા જેવું હોય તે વિચારે, આમ કાયિક-વાચિક-માનસિક એમ ત્રણ પ્રકારના નિમિત્તથી થયેલા શુદ્ધ ઉપયોગથી આ આહાર એષણીય છે કે અનેષણીય છે એનું પરિશુદ્ધ જ્ઞાન ભાવસાધુઓને થાય છે, તે જ રીતે અહીં પણ ત્રિવિધ નિમિત્તથી થયેલા શુદ્ધ ઉપયોગથી યતના સંબંધી પણ પરિશુદ્ધ જ્ઞાન થાય, અર્થાત્ આવા આવા દ્રવ્યાદિ છે, માટે આપણે આવો આવો વ્યવહાર કરવો જોઈએ, ઉત્સર્ગ માર્ગે ચાલી શકાય તેવા દ્રવ્યાદિ છે માટે ઉત્સર્ગે માર્ગે ચાલવું જોઇએ, ઉત્સર્ગ માર્ગે ચાલી શકાય તેવા દ્રવ્યાદિ નથી માટે અપવાદ માર્ગે ચાલવું જરૂરી છે, ઈત્યાદિ સ્પષ્ટ જ્ઞાન થાય. (૭૭૫) ननु सर्वत्र धर्मार्थिनो लोकस्य तदर्थपाकादिप्रवृत्तावनेषणीयबाहुल्येनैषणीयविवेकाद् दुष्करं तत्परिज्ञानं, कथमिदं दृष्टान्ततयोपन्यस्तमित्याशङ्क्याह सुत्ते तह पडिबंधा, चरणवओ न खलु दुल्लहं एयं । नवि छलणायवि दोसो, एवं परिणामसुद्धीए ॥७७६ ॥ 'सूत्रे' आगमे पिण्डनियुक्त्यादौ, तथेति वक्तव्यान्तरसमुच्चये, प्रतिबन्धादत्यादराच्चरणवतो जीवस्य 'न खलु' नैव दुर्लभं दुष्करमेतदनेषणीयविज्ञानम् । न च च्छलनायामपि व्यंसनारूपायां दोषोऽपराधोऽनेषणीयग्रहणरूपः सूत्रप्रतिबन्धात् परिणामशुद्धेरन्तःकरणनैर्मल्यादिति ॥७७६॥ બધા સ્થળે ધર્મનો અર્થીલોક સાધુને આહારાદિનું દાન કરવા માટે રસોઈ વગેરે કરે, એથી મોટા ભાગે આહાર અનેષણીય હોય. આથી આ આહાર એષણીય છે અને આ આહાર અષણીય છે એવો નિશ્ચય કરવાપૂર્વક અનેષણીયનું પરિશુદ્ધ જ્ઞાન દુષ્કર છે. આથી અષણીયના પરિશુદ્ધ જ્ઞાનનો દૃષ્ટાંત તરીકે ઉપન્યાસ કેમ કર્યો એવી આશંકા કરીને કહે છે ગાથાર્થ–ટીકાર્થ–તથા પિંડનિર્યુક્તિ આદિ આગમમાં અતિશય આદર હોવાથી ચારિત્રસંપન્ન મુનિને અનેષણીયનું પરિશુદ્ધ જ્ઞાન દુષ્કર નથી. ઉપયોગ રાખવા છતાં છેતરાઈ જવાના કારણે અનેષણીય આહારનું ગ્રહણ થઈ જાય તો તેમાં દોષ નથી. કારણ કે આગમમાં આદર હોવાના કારણે અંતઃકરણ નિર્મલ છે. (૭૭૬) अत्रैव व्यतिरेकमाहजयणाविवजया पुण, विवजओ नियमओ उ तिण्हंपि । तित्थगराणाऽसद्धाणओ तहा पयडमेयं तु ॥७७७॥
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy