SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ सुमिणो य चरमजामे, कप्पलया फलवई तहा छिण्णा । लग्गा विसिट्ठ फलया, रूवेणऽहिगा य जायति ॥७६३ ॥ मंगलपाहाउयसद्द बोहणं सहरिसो तओ राया । विहिपुव्वं गुरुमूलं, गओ तहा साहियमिणं तु ॥७६४॥ गुरुणो जहत्थ वीणण, रण्णो तोसो गवेसणुवलद्धी । सव्वस्स जहा वत्तस्स हरिसलज्जाउ तो रण्णो ॥७६५ ॥ मिलणं गुरुबहुमाणो, धम्मकहा बोहि सावगत्तं च । बंभवय जावजीवं, उभयाणुगयं दुवेहंपि ॥७६६॥ अहियं च धम्मचरणं, चेईहरकारणं तहा विहिणा । पुत्तविवद्धण ठावण, णिक्खमणं दाण विहिपुव्वं ॥७६७॥ 303 चरमद्धादोसाओ, संघयणाइविरहेवि भावेण । संपुण्णधम्मपालणमणुदियहं चेव जयणाए ॥ ७६८ ॥ હવે અશઠ વક્તવ્યતા સંબંધી ‘સંો' એ પ્રમાણે ૩૩ ગાથાઓથી કથાનકને જણાવે છે— શંખ-કલાવતીનું કથાનક આ જંબુદ્રીપમાં દક્ષિણાર્ધ ભરતના મધ્યખંડમાં વ્યાપકપણે લોકોને કરાયો છે સંતોષ જેનાવડે એવો શ્રીમંગલ નામનો દેશ છે, અર્થાત્ દેશની કુદરતી સમૃદ્ધિ એવી છે જેથી લોકો સુખી અને સંતોષી થઇ રહે છે. જેમાં પરચક્ર અને ચોરોનો સંચાર અટકી ગયો છે તથા જેમાં ઇચ્છામુજબ ચરનારા પશુઓ છે તે દેશમાં શંખપુર નામની શ્રેષ્ઠ નગરી છે. તે નગરી તરુણીના મુખ જેવી છે. જેમ તરુણીનું મુખ સુદીર્ઘ આંખોવાળું છે તેમ તે નગરી સુદીર્ઘ શેરીઓ વાળી છે. જેમ તરુણીનું મુખ ઉજ્જ્વળ દંતપંક્તિથી શોભે છે તેમ તે નગરી ઉત્તમ બ્રાહ્મણ સમૂહ(પંક્તિ)થી શોભે છે. દિવસે આકાશ જેમ સંચરતા સૂર્યથી હંમેશા શોભે છે તે નગર સંચરતા શૂરવીરોથી શોભે છે અને રાત્રે આકાશ જેમ તારાઓ રૂપી આભરણોથી શોભે છે તેમ તે નગર રાત્રે સુંદર આભૂષણોને ધારણ કરતા લોકોથી શોભે છે. વળી જેમ ઉદ્યાન વિચિત્ર પ્રકારના વૃક્ષોથી શોભે છે તેમ તે નગર ચિત્રશાળાથી શોભે છે. વળી જેમ ઉદ્યાન અનેક આમ્રવૃક્ષોનો આધાર છે તેમ તે નગર અનેકોનો આધાર છે. જેમ ઉદ્યાન સુજાતિ
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy