SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૪૯ આ માતા-પિતા વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારે જાણવા યોગ્ય છે. તેમાં પ્રથમ વ્યવહારનયને આશ્રયીને કહે છે કે વ્યવહારનયથી લોકમાં માતા-પિતા પ્રસિદ્ધ છે. અને નિશ્ચયનયના મતથી તૃષ્ણા-લોભ, માન-અહંકાર તમારા માતા-પિતા છે. કેમકે સર્વ સંસારીજીવોને જન્મ લેવામાં આ બે કારણભૂત છે. આ પ્રમાણે બે પ્રકારના માતા-પિતા પ્રતિપાદન કરે છતે જે ઉચિત છે તેને કહે છે. વ્યવહારનયથી જે માતા-પિતા છે તે ત્રિસધ્યા પૂજા કરવા યોગ્ય છે. પરંતુ નિશ્ચયનયથી જે માતા-પિતા છે તેનો તો વધ કરવો ઉચિત છે. ઇતિ શબ્દ વાક્યની પરિસમાપ્તિમાં છે. આ પ્રમાણે અનેકાંતવાદના આધારે તત્ત્વ શું છે તે કહ્યું. બાહ્ય અને અત્યંતર રૂપથી ચેષ્ટા બે પ્રકારની છે. પ્રત્યુપેક્ષણા સ્વરૂપ બાહ્ય ચેષ્ટા છે અને ધ્યાનભાવનારૂપ અત્યંતર ચેષ્ટા છે. આ બે ચેષ્ટામાંથી કઈ સારી છે? આ પ્રમાણે માતા-પિતા વડે પૂછાયેલો રાજપુત્ર કહે છે કે બાહ્ય કે અત્યંતર બેમાંથી એક ચેષ્ટાના ત્યાગથી બીજીનું પ્રાધાન્ય કે અપ્રાધાન્ય ન હણાય તે ચેષ્ટા શોભનીય છે. જે કાળે જેનું પ્રાધાન્યપણે ખીલે છે તે કાળે તે ચેષ્ટા સારી છે. લોકમાં પણ ઘણાઓની વચ્ચે જે શ્રેષ્ઠતા ધારણ કરતો હોય તે રાજાદિ શબ્દથી બોલાવાય છે. શાથી રાજાદિ શબ્દથી બોલવાય છે? ભેદથી તેમ બોલાય છે. જેમકે પરસ્પર વૈલક્ષણ્ય હોવાથી આ બેમાં ભેદ છે. તેથી એકના ત્યાગથી બીજાની હલકાઈ થતી નથી, બંને પણ પ્રશસ્ત છે. આ પ્રમાણે વ્યવહારનયને કહીને હવે નિશ્ચયનયને કહે છે. જેમ વૃક્ષ અને પોતાની છાયા પરસ્પર વ્યભિચારી નથી. તેમ અત્યંતર ચેષ્ટા બાહ્ય ચેષ્ટાને બેવફા નથી અને આ ક્રમથી બાહ્ય ચેષ્ટા અત્યંતર ચેષ્ટાને બેવફા નથી, જેમ કે વૃક્ષ અને મૂળ. આ હેતુથી બીજાઓ વ્યવહારનય અને નિશ્ચયનયવાળાઓ કહે છે કે એકેક ચેષ્ટા ઉભયરૂપ છે. ત્યારપછી કુરુચંદ્ર રાજાને જે થયું તેને કહે છે. આ પ્રકારે માતા-પિતાને વિશ્વાસ પમાડવા રૂપ રાજપુત્રને મોક્ષમાર્ગનો લાભ થયો અને સુપ્રશસ્ત સર્વવિરતિની આરાધના નિરતિચાર રૂપે પ્રાપ્ત થઈ. ફરી તે આરાધના કેવી છે? તે આરાધના નરકાદિ દુષ્ટગતિના પ્રવેશને અટકાવનારી છે. સુદેવત્વ અને સુમનુષ્યત્વરૂપ સદ્ગતિની તથા મોક્ષગતિની પ્રસાધિકા છે. (૯૫૨-૯૬૯). આ સતત અભ્યાસસંબંધી ઉદાહરણ પૂર્ણ થયું. विसयब्भासाहरणं, सुयओ इह सुहपरंपरं पत्तो । तित्थगरचूयमंजरिपूजाबीजेण सकलत्तो ॥९७०॥
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy