________________
ઉપદેશપદ : ભાગ-૨
‘ક્ષય આદિ” એ સ્થળે આદિ શબ્દથી ફરી ઉદય ન થવા રૂપ અનુબંધવિચ્છેદ સમજવો. આ અનુબંધ વિચ્છેદ જેમનો નરકગતિ-તિર્યંચગતિનો બંધ નિવૃત્ત થઇ ગયો છે, પણ હજી સુધી ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી નથી તેવા શાલિભદ્ર વગેરેને હોય છે.
૨૯૮
અહીં ભાવ આ છે—જેવી રીતે ક્ષય આદિથી ઉદયને અયોગ્ય બનાવેલું નરકગતિ આદિ કર્મ ક્યારેય ઉદયમાં આવતું નથી, તેવી રીતે અકરણનિયમ થયે છતે ક્યારેય જીવોની પાપમાં પ્રવૃત્તિ થતી નથી. (૭૩૧)
तह भावसंजयाणं, सुव्वइ इह सुहपरंपरासिद्धी ।
सावि हु जुज्जइ एवं, ण अण्णा चिंतणीयमिणं ॥७३२ ॥
तथेति दृष्टान्तान्तरसमुच्चये । 'भावसंयतानां' निर्व्याजयतीनां 'श्रूयते' समाकर्ण्यते 'इह' जिनप्रवचने सुखपरंपरासिद्धिः - प्रतिभवं विशिष्टसुखलाभात् पर्यन्ते निर्वृतिरिति । सापि सुखपरंपरासिद्धिर्न केवलं तत्तद्गत्यादिक्षपणम्, हुर्यस्माद्, युज्यते एवं पापाकरणनियमलक्षणात् प्रकारात्, 'न' नैवान्यथा एतत्प्रकारविरहेण । चिन्तनीयं विमर्शनीयमिदमस्मदीयमुक्तम् ॥७३२ ॥
ગાથાર્થ—તથા જિનપ્રવચનમાં ભાવસાધુઓની જે સુખ પરંપરાની પ્રાપ્તિ સંભળાય છે તે પણ પાપ અકરણનિયમથી ઘટે છે, પાપ અકરણનિયમ વિના ન ઘટે. અમારું કહેલું આ વિચારવું.
ટીકાર્થ—ભાવસાધુઓ—સરળ સાધુઓ.
સુખ પરંપરાની પ્રાપ્તિ–દરેક ભવમાં વિશિષ્ટ સુખનો લાભ અને અંતે મોક્ષ.
“તે પણ” એ સ્થળે રહેલા પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે—કેવલ નરકતિ અને તિર્યંચગતિનો ક્ષય જ નહિ, કિંતુ સુખ પરંપરાની પ્રાપ્તિ પણ પાપ અકરણનિયમથી જ ઘટે છે, પાપ અકરણનિયમ વિના ન ઘટે. (૭૩૨)
एतदेव भावयति
सइ गरहण्णिज्जवावारबीयभूयम्मि हंदि कम्मम्मि । खविए पुणो य तस्साकरणम्मी सुहपरंपरओ ॥७३३॥
'सदा' सर्वकालं 'गर्हणीयव्यापारबीजभूते' शीलभङ्गादिकुत्सितचेष्टाविषवृक्षप्ररोहहेत, हंदीति पूर्ववत्, 'कर्मणि' मिथ्यात्वमोहादौ क्षपिते, पुनश्च पुनरपि तस्याकरणे स्वप्नावस्थायामप्यविधाने सुखपरंपरक उक्तरूपः सम्पद्यते ॥७३३॥