________________
૨૭૪
ઉપદેશપદઃ ભાગ-૨ નિશ્ચય છે તો પણ મારી આ પ્રાર્થનાનો સ્વીકાર કરો કે તમારે મારી નિયમની સમાપ્તિ નિયમા થાય તેમ કરવું. કેમકે જે નિયમ ભંગ કરે છે અને જે કોઈ દુર્બુદ્ધિ નિયમ ભંગ કરાવે છે તે બંને પણ આ ભયંકર સંસાર અટવીમાં લાખો દુઃખોના ભાજન બને છે. ઇચ્છા નહીં હોવા છતાં પણ આ ભામિનીને ભય ન થાઓ એમ વિચારતા રાજાએ આ વચનનો સ્વીકાર કર્યો. બુદ્ધિસુંદરી પણ કંઈક છૂટકારો અનુભવતી રાજાના બોધનો ઉપાય શોધતી જ વિવિધ પ્રકારના વિનોદોથી કાળ પસાર કરે છે.
- હવે કોઈક દિવસે તેણે ઉત્તમ પ્રકારનું મીણ મંગાવ્યું પછી લેપ્યાદિ કર્મમાં નિષ્ણાત કારીગર પાસેથી પોતાની પ્રતિકૃતિ બનાવરાવી. તેની અંદર કાણામાં દુર્ગધિ વિષ્ઠા ભરી અને બહારથી સુંદર સુગંધી વિલેપનનો લેપ કરાવ્યો. પછી ગોષ્ટિ માટે આવેલા રાજાની સાથે કંઈક હસતી પોતાની પ્રતિકૃતિ (બાવલું) બતાવતી બોલીઃ “હું આના જેવી લાગું છું કે નહીં? વિસ્મિત મનથી રાજાએ કહ્યું: હે સુતનુ જેનાવડે તે પોતાનું રૂપ સવિશેષ સત્યાપિત કર્યું છે (સત્યપણાની ખાતરી કરાવી છે) તે તારું કૌશલ્ય સુંદર છે. હે સુંદરી! તારી પ્રતિકૃતિ જોનારને સાક્ષાત્ અનુભવ થાય છે કે તું જેના હૈયામાં વસેલી છે તે નિપુણ પુરુષોના મનને નિઃશંસય સુખ આપે છે. જો એ પ્રમાણે છે તો તે સુપુરુષ! આને હંમેશા પોતાના ઘરે ધારણ કરો અને કુળના કલંકનું કારણ એવી મને હમણાં રજા આપો, આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાજાએ કહ્યું: ખરેખર! પવનથી જેમ વાદળો વિખેરાય તેમ આ વચનથી મારા પ્રાણી જલદીથી ચાલ્યા જશે. જે પ્રાણો તારા સંગના સુખની આશારૂપી દોરડીથી બંધાયેલા છે તે મારા વડે દુઃખપૂર્વક ધારણ કરાયા છે. ઘાડેરુય નામના સસલાની જેમ નહીં બંધાયેલા તે પ્રાણો ચાલ્યા જશે. બુદ્ધિસુંદરી બોલીઃ હે સુભગ! હું માનું છું કે મારા સંગ કરતા આનો સંગ સુખ આપનાર થશે કારણ કે હું મદન (કામ) રહિત છું જ્યારે આ મદન (મીણ)મય છે. એમ વિચારીને મીણની સ્ત્રીને રાજાની પાસે લઈ ગઈ. રાજા જાણે અસૂયાથી પ્રેરાયેલો ન હોય તેમ તેણે પ્રતિકૃતિને ભાંગી નાખી. અશુચિના સમૂહને જોઈ રાજા કહે છે–હે મુગ્ધા! બાળકોને ઉચિત, અત્યંત દુર્ગચ્છનીય આવા પ્રકારની ચેષ્ટા તેં કેમ કરી? તે કહે છે–હે દેવ! મેં આ મારી પ્રતિકૃતિ બનાવી છે. હું આના જેવી જ છું અથવા આનાથી પણ હલકી છું. કેમકે સળગતા અગ્નિના પ્રયોગથી આ અશુચિ દૂર કરી શકાય છે અને આ મારું શરીર કોઈપણ રીતે શુદ્ધ કરી શકાતું નથી. મારું શરીર અશુચિમાં ઉત્પન્ન થયું છે. અશુચિરસથી વૃદ્ધિ પામ્યું છે, અંદરથી અશુચિથી ભરેલું છે, ચારે બાજુથી અશુચિને ઝરાવે છે. આના અંદરનો ભાગ બહાર કરવામાં આવે તો શું સુદક્ષ પણ કાગડા-કૂતરાથી આનું રક્ષણ કરી શકે? કુળકલંકને નહીં ગણીને સડેલા હાડપીંજરને કારણે તું નરક અને તિર્યંચના દુખોને