SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ઉપદેશપદ : ભાગ-૨ જન્મ થયો છે એવી તે દેવી આજે તને મળશે એમ હું માનું છું. શંખ કહે છે કે મને દઢ શ્રદ્ધા છે કે આપનાં ચરણ પ્રસાદથી તેમજ થશે. ગુરુની આજ્ઞા કરનારને શું કલ્યાણ ન થાય? અર્થાત્ અવશ્ય થાય. (૩૭૩). આ પ્રમાણે હૈયામાં ગુરુના બહુમાનને ધરતો શંખ ગુરુને વંદન કરીને પોતાના ઘરે ગયો અને દત્તને બોલાવ્યો અને લજ્જાથી નીચા નમીને કહ્યું: હે મિત્ર! મેં આવું અકાર્ય કર્યું છે. મૂઢ એવા મેં પુનમના ચંદ્ર જેવા નિર્મળ પોતાના કુળ ઉપર મસીનો કૂચડો ફેરવ્યો છે. કલાવતીના દર્શન ન થાય તો મારે સર્વથા જ મરણ શરણ છે એવો મારો નિયમ છે. તો પણ તું મારો એકાંત હિતેચ્છુ છે તો વનમાં જઈને તપાસ કરીને દેવીને જીવતી લઈ આવ અથવા તેના મરણના ચોક્કસ સમાચાર લઈ આવ. એ પ્રમાણે કહેવાયેલો દત્ત ત્યાંથી જલદીથી નીકળીને ઉત્કંઠાપૂર્વક તે વનમાં ભમે છે. ભાગ્યયોગથી એક તાપસકુમારને જુએ છે. દત્તે પૂછ્યું : અરે! અરે! તેં કે બીજા કોઈ તાપસે આ અરણ્યમાં પ્રવેશતી સુરવધૂના જેવી કોઈ તરુણ રમણીને જોઈ? તાપસે પૂછ્યું તું અહીં ક્યાંથી આવે છે? દત્ત કહ્યું હું શંખપુરથી આવું છું. તાપસે પૂછ્યું: શું હજુપણ રાજા તેના ઉપર વૈરભાવને નથી છોડતો? જેથી હું તેને શોધવા માટે અહીં આવ્યો છે. જરૂર આ તાપસ તેની હકીકતને જાણે છે એટલે દત્ત પરમ હર્ષને પામેલો કહે છે કે, હે તાપસ મુનિ! આની કથા બહુ મોટી છે, થોડીવારમાં કહી શકાય તેમ નથી. છતાં પરમાર્થ તો એટલો જ છે કે શંખરાજા તેને જીવતી નહીં જુએ તો સળગતી ચિતામાં નિયમથી પ્રવેશ કરશે. તેથી હું તેની ખબર આપ અને શંખ રાજાને જીવાડ. આ પ્રમાણે દરવડે કહેવાયેલો તાપસ મનુષ્ય ઉપર દયાને ધરતો કુલપતિ પાસે લઈ ગયો અને વૃત્તાંત જણાવ્યો. પછી તાપસીઓની મધ્યમાં રહેલી કલાવતીને બોલાવી અને તેણે દત્તને જોયો અને એકાએક ડૂમો ભરાયેલી નિશ્વાસા નાખતી રડવા લાગી. ધીરપણાથી હૃદયમાં ભરાયેલા અતિ મોટા દુઃખને ધારણ કરવા છતાં પણ રડતી એવી કલાવતીએ જલદીથી દત્તની આગળ તે દુઃખને પ્રગટ કર્યું. રડતા દત્ત પણ ક્ષણથી ધીમે ધીમે તેને આશ્વાસન આપ્યું. તે સ્વામિની! તું ખેદ ન કર, આ ખરેખર કર્મોનો ખેલ છે. આ સંસારમાં પ્રાણીઓ વિચિત્ર પ્રકારના શુભાશુભ કર્મોથી વિચિત્ર પરિણામવાળા દારુણ સુખ અને દુઃખોને પણ અનુભવે છે. કર્મ પ્રતિકૂળ હોતે છતે માતા, ભાઇ, પતિ, પિતા અને સ્વજનો વૈરીની જેમ વર્તે છે અને કર્મો અનુકૂળ હોતે છતે શત્રુઓ પણ અનુકૂળ વર્તે છે. ભવિતવ્યતાના વશથી તારે આ અદ્ભૂત થયું કે તેવા પ્રકારના સ્નેહથી પૂર્ણ રાજાએ તને બોલાવી છે. હે સુતનુ! તેં સર્વપણ અત્યંત દારુણ દુઃખને અનુભવ્યું અને આ જ નિમિત્તથી હમણાં રાજા પણ આનાથી અનંતગુણ દુઃખ
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy