SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૭ ઉપદેશપદ : ભાગ-૨ - ર ર નવતુ'તુનુBય, તુવરાર્થ, ધાળિો' મોક્ષ પ્રતિ વર્તણૂस्येहाधिकृतं शुद्धधर्माराधनारूपमनुष्ठानं सर्वसावधविरमणरूपम् । कुतः? यतः भवदुःखभयाजातिजरामरणादिसंसारोद्वेगाद्, ज्ञानी निश्चितहेयोपादेयविभागो मोक्षार्थं किं न करोति? अपि तु शक्त्यनुरूपं तत्साधकतया निश्चितं सर्वमपि ॥९२०॥ જો એમ છે તો નાગના મસ્તક ઉપર રહેલ જ્વરને દૂર કરનાર મણિરૂપ અલંકારની જેમ શુદ્ધ ધર્મ દુષ્કર છે તો શુદ્ધ ધર્મના ઉપદેશથી શું? આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે ગાથાર્થ–અહીં પ્રસ્તુત અનુષ્ઠાન અધિકારીને દુષ્કર નથી જ. ભવદુઃખના ભયથી જ્ઞાની શું ન કરે? ટીકાર્ય–અહીં શુદ્ધધર્મની આરાધના રૂપ અનુષ્ઠાન પ્રસ્તુત છે, અને તે સર્વ સાવદ્ય વિરતિરૂપ છે. જેની સ્પૃહા મોક્ષ પ્રત્યે બંધાયેલી છે તેવા અધિકારીને સર્વસાવદ્ય વિરતિરૂપ શુદ્ધ ધર્મની આરાધના દુષ્કર નથી જ. કારણ કે જન્મ-જરા-મરણાદિ રૂપ સંસારથી ઉદ્વેગ થવાના કારણે જેને હેય-ઉપાદેયનો વિભાગ નિશ્ચિત થયો છે તેવો જ્ઞાની મોક્ષ માટે શું ન કરે? અર્થાત્ મોક્ષને સાધનારરૂપે (=મોક્ષને સાધી આપનાર તરીકે) જે નિશ્ચિત થયું હોય તે બધું જ શક્તિ પ્રમાણે કરે. (૯૨૦) एतदेव भावयतिभवदुक्खं जमणंतं, मोक्खसुहं चेव भाविए तत्ते । गरुयंपि अप्पमायं, सेवइ ण उ अण्णहा णियमा ॥९२१॥ 'भवदुःखं' नरकतिर्यगादिजन्मस्वशर्मलक्षणं 'यद्' यस्मादनन्तमनवधि, अनाद्यनन्तत्वाच्च संसारस्य, मोक्षसुखं चैवापवर्गसुखमप्यनन्तमेव, अनागतकालप्रमाणत्वात्। एवं भाविते तत्त्वे दुःखसुखस्वरूपलक्षणे गुरुकर्मभिः संसाराभिनन्दिभिः स्वप्नेऽप्यनध्यवसेयं 'अप्रमाद' निद्राविकथादिप्रमादपरिवर्जनरूपं 'सेवते'ऽधितिष्ठति, न त्वन्यथोक्तरूपतत्त्वज्ञानाभावे नियमादवश्यम्भावेन । अन्यत्राप्युक्तं-"भवस्वरूपविज्ञानात्, तद्विरागाच्च तत्त्वतः । अपवर्गानुरागाच्च, स्यादेतन्नान्यथा क्वचित् ॥१॥" ॥९२१॥ આ જ વિષયને વિચારે છે– ગાથાર્થ-કારણ કે ભવદુઃખ અનંત છે અને મોક્ષસુખ પણ અનંત છે. આ તત્ત્વનું ચિંતન કર્યું છતે મહાન પણ અપ્રમાદ અવશ્ય કરે છે, અન્યથા નહિ. ટીકાર્ય–ભવદુઃખ એટલે નરક અને તિર્યંચ આદિના જન્મોમાં થતું દુઃખ. આ દુઃખ અનંત=અંતરહિત છે. કારણ કે સંસાર અનાદિ-અનંત છે. મોક્ષસુખ પણ અનંત જ છે. કારણ કે મોક્ષસુખ અનાગત કાલ પ્રમાણ છે, એટલે કે ભવિષ્યના કાળનું જેટલું પ્રમાણ છે. તેટલા
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy