________________
૧૩૯
ઉપદેશપદ : ભાગ-૨
શાસનની અવિચ્છિત્તિ કરીશ, અર્થાત્ શાસનને ટકાવી રાખીશ. અથવા શ્રુતનો અભ્યાસ કરીશ અને તપ તથા ઉપધાનાદિમાં ઉદ્યમ કરીશ તથા ગણ અને સિદ્ધાંતમાં કહેલા આચારોનું રક્ષણ કરીશ એવા આલંબનને લઈને અપવાદને સેવતો સાધુ મોક્ષને પામે છે.”
પછી દેવતાઓએ અવધિજ્ઞાનનો ઉપયોગ મુક્યો. પોતાની પ્રતિજ્ઞામાં નિશ્ચલ છે એમ જાણી દેવો હર્ષ પામ્યા. અહો! આ સાચી પ્રશંસાવાળો છે અર્થાત્ સાચે જ પ્રશંસા કરવા યોગ્ય છે. ત્યાર પછી દેવોએ પોતાના દિવ્યરૂપને પ્રકટ કરી જ્વર-અતિસારાદિ સર્વ રોગોને દૂર કર્યા. પછી “આરોગ્ય' એ પ્રમાણે તેનું નામ પ્રસિદ્ધ થયું. કેમકે તે બ્રાહ્મણ પરિશુદ્ધ આરોગ્યગુણમય થયો. તે આ પ્રમાણે
રોગ અને રોગવાળો કથંચિત્ અભિન્ન હોવાથી તેનું “રોગ’ એ પ્રમાણે નામ રૂઢ થયું હતું. તથા હમણાં દેવની કૃપાથી તે આરોગ્યવાળો થયો હોવાથી તેનું નામ આરોગ્ય’ રૂઢ થયું. કેમકે આરોગ્ય અને આરોગ્યવાન કથંચિત્ અભિન્ન છે. ઉપસંહાર કરતા કહે છે–આ પ્રમાણે તે કષ્ટ દાયક દશામાં પણ નિશ્ચિલ રહ્યો, તેનો પ્રાણાતિપાતવિરતિની પરિણતિરૂપ વ્રતનો પરિણામ નાશ ન થયો. (૫૩૬-૫૪૦)
अत्र च सति यत् स्यात्तद् दर्शयतिसइ एयम्मि विचारति, अप्पबहुत्तं जहट्ठियं चेव । सम्मं पयट्टति तहा, जह पावति निज्जरं विउलं ॥५४१॥
सत्येतस्मिन् व्रतपरिणामे 'विचारयति' मीमांसते । किमित्याह-'अल्पबहुत्वं' गुणदोषयोः सर्वप्रवृत्तिषु यथावस्थितमेवाविपर्यस्तरूपं न त्वर्थित्वातिरेकात् । आरूढविपर्ययः सदपि दोषबाहुल्यं नावबुध्यत इति । तथा, सम्यक् परिशुद्धोपायपूर्वकतया प्रवर्त्तते सर्वकार्येषु तपोऽनुष्ठानादिषु तथा, यथा 'प्राप्नोति' लभते 'निर्जरां' कर्मपरिशाटरूपां विपुलामक्षीणानुबन्धत्वेन विशालामिति । असम्पन्नव्रतपरिणामा हि बहवो लोकोत्तरपथावतारिणोऽपि गुरुलाघवालोचनविकला अत एवाव्यावृत्तविपर्यासास्तथा प्रवर्त्तन्ते यथा स्वपरेषां दिङ्मूढनिर्यामका इवाकल्याणहेतवो भवन्ति ॥५४१॥
વ્રતપરિણામ વિદ્યમાન હોય ત્યારે જે થાય તે કહે છે
ગાથાર્થ-વ્રતપરિણામ વિદ્યમાન હોય ત્યારે યથાવસ્થિત જ અલ્પબદુત્વને વિચારે છે અને તે રીતે સમ્યક્ પ્રવર્તે કે જેથી ઘણી નિર્જરાને પામે.
ટીકાર્ય–અલ્પબદુત્વને સર્વ પ્રવૃત્તિમાં ગુણ-દોષના અલ્પ-બહુત્વને. કઈ પ્રવૃત્તિમાં ગુણ વધારે છે અને દોષ અલ્પ છે, કઈ પ્રવૃત્તિમાં ગુણ અલ્પ છે અને દોષ વધારે છે