________________
ઉપદેશપદ : ભાગ-૨
૪૧૯ - લોકમાં અનેક પ્રકારના દેવ-ગુરુ-ધર્મ પ્રવર્તેલા છે. તેથી જ્યાં સુધી અમુક જ દેવગુરુ-ધર્મ સત્ય છે એવું સમ્યક જ્ઞાન ન થાય ત્યાં સુધી સર્વદેવોની આરાધના કરવા દ્વારા ધર્મતત્ત્વને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેમાં સર્વદેવોની આરાધના ઉચિત રીતે કરવી જોઈએ, એટલે કે જે દેવ જેટલી ભક્તિ કરવાને યોગ્ય હોય તેની તેટલી ભક્તિ કરવી જોઇએ. તથા આ પ્રયત્ન અવિરોધથી કરવો જોઈએ, એટલે કે શિષ્ટ લોકમાં ધનોપાર્જનાદિની જે નીતિ રૂઢ હોય તે નીતિનું ઉલ્લંઘન કર્યા વિના પ્રત્ન કરવો જોઇએ.
તમારે તે રીતે પ્રયત્ન કરવો જોઈએ કે જેથી સંસાર અવસ્થારૂપ બળદ અવસ્થા દૂર થાય અને કર્મથી રહિત કેવળ જીવરૂપ મનુષ્યપણાની પ્રાપ્તિ થાય. (૯૦૬)
આ સાંભળીને રાજાને પ્રમોદ થયો કે અહો! આમનું માધ્યચ્ચ મહાન છે. પ્રમોદના કારણે જૈનદર્શનની પ્રશંસા થઈ. તેણે જૈનશાસનનું ગૌરવ કર્યું. જૈનદર્શનની ભક્તિથી રાજાએ આત્મારૂપ ખેતરમાં ધર્મબીજની વાવણી કરી. આ પ્રમાણે (Fપૂર્વોક્ત ગીતાર્થ આચાર્યની જેમ) જ્ઞાની મોટા ભાગે હિત જ કરે છે. (૯૦૭)
આથી બુદ્ધિમાન મનુષ્ય શ્રુત-ચારિત્રની આરાધના રૂપ ધર્મમાં આવા જ (=જણાવેલા આચાર્યના જેવા જ) નિપુણ લોકને પ્રમાણ કરવો જોઇએ. અગીતાર્થને પ્રમાણ કરવાથી અનર્થ થતો હોવાથી (ઉક્ત સિવાય) અન્યલોકને પ્રમાણ ન કરવો જોઈએ. અન્ય લોક ઉક્તલોકના જેવો આકાર ધારણ કરતો હોય તો પણ અન્યલોકને પ્રમાણ ન કરવો જોઈએ. કેમકે વસ્તુઓનો (બહારથી) પરસ્પર આકાર સમાન હોવા છતાં વિચિત્ર શક્તિના કારણે (અંદરથી) ભેદ હોય છે. (૯૦૮)
आह-यद्येवमल्प एव लोकः प्रमाणीकर्तव्यः स्यात्, तथा चाल्पलोकपरिगृहीतत्वेन धर्मो नात्यर्थमादेयतां नीतो भवेदिति मनसि परिभावयतो भव्यान् शिक्षयन्नाह
बहुजणपवित्तिमेत्तं, इच्छंतेहिं इहलोइओ चेव ।। धम्मो ण उज्झियव्वो, जेण तहिं बहुजनपवित्ती ॥९०९॥
बहुजनप्रवृत्तिमात्रं गतानुगतिकरूपं लोकरूढिमेवेच्छद्भिरिह धर्मचिन्तायां लौकिकश्चैव लोकरूढ एव धर्मो हिमपथज्वलनप्रवेशभृगुपातादिलक्षणो नोज्झितव्यः, येन तत्र धर्मे बहुजनप्रवृत्तिर्लक्षकोट्यादिसंख्यलोकसमाचाररूपा दृश्यते ॥९०९॥
આ પ્રમાણે તો અલ્પ જ લોકને પ્રમાણ કરવાનું થાય, એથી ધર્મને સ્વીકારનાર લોક અલ્પ હોય, અલ્પલોકથી સ્વીકારાયેલો હોવાના કારણે ધર્મ અતિશય આદેય ન બને, આ પ્રમાણે મનમાં વિચારતા ગ્રંથકાર ભવ્યજીવોને શિક્ષા આપતા કહે છે