SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ ઉપદેશપદ : ભાગ-૨ ભિલ્લ-પુલિંદાદિની શંકાથી તે ભયંકર વનમાં આગળના માર્ગની ચોકસાઈ કરું છું તેટલામાં એક સ્થાને માર્ગની નજીકમાં જેનો ઘોડો તરત જ મરણ પામ્યો હતો તેવા અવિકલાંગ પુરુષને એકાએક જોયો. સર્વાગે સુંદર એવો આ કામદેવ શું રતિના વિરહમાં મરણ પામ્યો છે? આ પ્રમાણે વિચાર કરીને તેની પાસે પહોંચીને મેં તેનું નિરીક્ષણ કર્યું. તેને કંઠે પ્રાણ આવી ગયેલા જાણીને મેં શીતળ જળ છાંડ્યું. જેને ફરીથી નવી ચેતના વળી છે એવા તે પથિકને મેં ફરીથી પાણી પાયું. આ ભૂખથી દુર્બળ થયો છે એમ જાણીને મેં તેને લાડુ ખવડાવીને તૃપ્ત કર્યો અને પૂછ્યું: હે સુપુરુષ! ક્યાંથી અથવા કેવી રીતે તું આ ગહન વનમાં આવ્યો છે? તેણે કહ્યું: જે મનોહર દેશ નથી, જ્યાં સ્વચ્છંદીવડે પહોંચી શકાતું નથી ત્યાં કર્મરૂપી પવનવડે જીવ ઊપાડીને લઈ જવાય છે. તેથી દેવનંદિ દેશમાંથી ઘોડાવડે હરણ કરાયેલો હું અહીં આવ્યો છું. હે સુપુરુષ! તું પણ કહે ક્યાંથી આવ્યો? મેં પણ તેને કહ્યું: તે દેશના વિભૂષણ સમાન શ્રીદેવસાલ નગરમાં અમે જઈએ છીએ. તમે ઘોડાની સવારીથી ઘણાં થાકેલા છો તેથી મારા સુખાસન ઉપર બેસો. હા એમ સ્વીકારીને તે જલદીથી સુખાસન ઉપર બેઠો. પછી ઘણા હાસ્યવિનોદ કરતા કરતા જતા અરણ્યનો કેટલોક ભાગ પસાર કર્યો ત્યારે રાત્રિ શરૂ થતા તેઓએ ત્યાં વિશ્રામ (મુકામ) કર્યો. (૪૭) બીજા દિવસે અમે એકાએક સૈન્યને જોયું જે વેગવંત ઘોડાઓના સમૂહથી વ્યાપ્ત હતું. તે સૈન્ય ભયંકર હાકોટાના કોલાહલથી દિશાના સમૂહને ભરી દીધું હતું. તે સૈન્યમાં વાગતા ઢક્કા, ડક્કા, ડુક, કંસાલ અને કાહલના અવાજોએ ભુવનને એકાએક ભરી દીધું હતું. યુભિત થયેલા સાર્થના સુભટો બખ્તર પહેરવા લાગ્યા. તમો ભય ન પામો એમ બોલતો ઘોડેસ્વાર મારી આગળ આવ્યો અને કહેવા લાગ્યો કે અરે! અરે! તમારા વડે કયાંય પુરુષ જોવાયો? આટલું બોલતા ઘોડેસ્વારે હાથ પકડી તુરત જ બતાવ્યો કે આપણે જેની શોધ કરીએ છીએ તે આ સ્વયં જ છે. બંને પણ હર્ષિત થયા. આ વૃત્તાંતને જાણીને વિજયરાજા સ્વયં જ આવ્યો. બંદી લોકોએ નારો બોલાવ્યો કે જયસેનકુમાર જય પામો. જયસેનકુમાર પણ પગે ચાલીને પોતાના પિતા રાજાનું અભુત્થાન કર્યું. સ્નેહપૂર્વક રોમાંચિત થયેલો પગમાં પડ્યો. પિતાએ પૂછ્યું: હે વત્સ! તું આ અરણ્યમાં કેવી રીતે આવ્યો? તેણે પણ કહ્યું હે દેવ! તે દુષ્ટ ઘોડો મને આ નિર્જન અટવીમાં લઈ આવ્યો. પછી ખેદ પામેલા મેં લગામ છોડી દીધી કે તરત જ ઘોડો ઊભો રહ્યો અને હું નીચે ઊતર્યો. આ ઘોડો અકાર્યકારી છે એમ જાણીને પ્રાણો તેને (ઘોડાને) છોડીને તત્કાળ ચાલ્યા ગયા એમ હું માનું છું. પછી હું ઉનાળાને લીધે ઉત્પન્ન થયેલ તૃષ્ણાથી વ્યગ્ર થયેલો દારુણ શ્રમને પામ્યો. ચારેય બાજુથી આ જગતને અંધકારમય જોવા
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy