________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૪૧
सारिणी, यथा-"फासुयएसणिएहिं, फासुयओहासिएहिं कीएहिं ।पूईए मिस्सएहि, आहाकम्मेण जयणाए ॥१॥"नतु गुरुलाघवालोचनविकला स्वविकल्पमात्रप्रवृत्ता ॥५४२॥
આ જ વિષયને વિચારે છે–
ગાથાર્થ–પૂર્વે દુર્ણ કરેલાં કર્મોના ક્ષય વિના મોક્ષ નથી. વચનાનુસારી પ્રતિકાર પ્રવૃત્તિ પણ શ્રેયસ્કરી છે.
ટીકાર્થ–પૂર્વે દુશ્મીર્ણ કરેલા=ભવાંતરમાં તે તે દૃઢ અધ્યવસાયથી નિકાચિત અવસ્થાને પમાડેલાં, અર્થાત્ નિકાચિત રૂપે બાંધેલાં.
મોક્ષ=મોક્ષ પરમપુરુષાર્થના લાભ સ્વરૂપ છે. પરમ(શ્રેષ્ઠ) પુરુષાર્થથી મોક્ષનો લાભ થાય છે, માટે મોક્ષ પરમ પુરુષાર્થના લાભ સ્વરૂપ છે.
વચનાનુસારી-કલ્પ વગેરે ગ્રંથોમાં કહેલી “ગ્લાન ચિકિત્સા' સૂત્રને અનુસરનારી. જેમકે –“પ્રાસુક એષણીય, પ્રાસુક ઓઘ ઔદેશિક, ક્રત, પૂતિ, મિશ્ર, આધાકર્મ આ ક્રમથી યતનાપૂર્વક રોગનો પ્રતિકાર કરે.”
અહીં ભાવાર્થ એ છે કે સર્વ પ્રથમ પ્રાસુક (=નિર્જીવ) અને એષણીય (નિર્દોષ) આહારની શોધ કરે. તેવો આહાર ન મળે તો પ્રાસુક ઓઘ ઔદેશિક આહારની શોધ કરે. તેવો પણ આહાર ન મળે તો ક્રમશઃ ક્રીત વગેરે પ્રકારના આહારની શોધ કરે.
ઓઘઔદેશિક–ગૃહસ્થ પોતાના માટે ભાત વગેરે પકાવવાની શરૂઆત કરે ત્યારે તેમાં ભિક્ષા માટે જે કોઈ આવે તેને ભિક્ષા આપવા માટે “આટલું પોતાના માટે અને આટલું ભિક્ષા આપવા માટે” એવો વિભાગ કર્યા વિના ભાત વગેરે અધિક બનાવે તે ઓઘ ઔદેશિક છે. ક્રિીત સાધુ માટે મૂલ્ય આપીને લીધેલું. પૂતિ શુદ્ધ આહારમાં અશુદ્ધ આહાર ભળવાથી થતો દોષ. મિશ્રગૃહસ્થ અને સાધુ એ બંનેના સંકલ્પરૂપ મિશ્રભાવથી બનેલો આહાર. આધાકર્મસાધુને આપવાના સંકલ્પથી આહારને રાંધ, અથવા સચિત્તને અચિત્ત કરે. પ્રતિકાર પ્રવૃત્તિ રોગ આદિને દૂર કરવાની પ્રવૃત્તિ.
ભવાંતરમાં નિકાચિત રૂપે બાંધેલાં કર્મોના ક્ષય વિના મોક્ષ થતો નથી, કિંતુ ક્ષયથી જ થાય છે. આથી કર્મક્ષયના અર્થી જીવે ઉપસર્ગો ઉપસ્થિત થાય તો સમ્યક=આર્ત૨. મોડુલિર્દિ |