________________
ઉપદેશપદ : ભાગ-૨
૫૧૧ હજુ નિસ્નેહ નથી થઈ. પછી સુમિત્રે વિચાર્યું અહો! આ ધૂર્તાની ધૃષ્ટતા કેવી છે! જે આટલા મોટા અપરાધને પણ છૂપાવે છે, તો પણ ચિંતામણિને મેળવવાનો બીજો કોઈ ઉપાય નથી એ પ્રમાણે વિચાર કરતા કોઈપણ જાતના વિકારને (કોપને) બતાવ્યા વિના કહ્યુંઃ તમે ખોટી શંકા ન કરો. ખરેખર હું ઓચિંતા પ્રયોજનથી પરદેશ ગયો હતો અને આજે જ આવ્યો છું. કામમાં ગુંથાયેલો હોવાથી અહીં ન આવી શક્યો, એમ સાંભળીને આ ચિંતામણિને ભૂલી ગયો છે એટલે કુટ્ટિણી ખુશ થઈ તો પણ લોકમાં હું જૂઠી સિદ્ધ ન થાઉં એમ છૂપાવવા ચિંતામણિ આપતી નથી. પછી વિશ્વાસ પામેલી રતિસેના સુમિત્ર વડે કહેવાઈ: હે પ્રિયે! જો તું ગુસ્સે ન થાય તો એક કૌતુક બતાવું. બતાવો એમ તેણે કહ્યું ત્યારે પૂર્વે કહેવાયેલા અંજનથી રતિસેનાને ઊંટડી કરીને પોતાના ઘરે ગયો. ભોજન અવસરે કુટ્ટિણીએ રતિસેનાને બોલાવી છતાં કંઈ ઉત્તર ન મળ્યો ત્યારે તેણે ઉત્કંઠાથી તપાસ કરી. તેવા પ્રકારની ઊંટડી થયેલી તેને જોઈને, શું આને બીજું કોઈ ખાઈ ગયું હશે? ખરેખર ખાનારી આ કોઈ રાક્ષસી હોવી જોઇએ, નહીંતર આ પ્રાસાદતલ ઉપર કેવી રીતે ચઢી. ભયભીત થયેલી પરિવ્રાજિકાએ બૂમ પાડી. તે વખતે પરિજન અને શેષલોકો ભેગા થયા. બધા વિસ્મય પામ્યા અને પૂછ્યું: તારી પુત્રીનો જાર (ઉપપતિ) કોણ છે? તેના પરિજને કહ્યું કે દેશાંતરમાંથી આવેલો કોઈ અનાર્ય પુરુષ છે. પછી તે સર્વજ્ઞ હોવો જોઈએ એમ લોક બોલવા લાગ્યો. હે ભદ્ર! આ ઊંટડી તારી પુત્રી જ છે. ખરેખર તે ઢમાલિએ કોઈક કારણથી આ પ્રમાણે વિપ્રિય કર્યું છે, તેથી જેટલામાં તે દૂર ન ચાલ્યો જાય તેટલામાં જલદીથી રાજાને નિવેદન કર. પછી કુટ્ટિણીએ જલદીથી જઇને વીરાંગદ રાજાને નિવેદન કર્યું. તેણે પણ મારા મિત્ર સિવાય બીજા કોઈમાં આવું પરાક્રમ સંભવતું નથી એમ શંકા કરીને કુટિનીને કહ્યું હે ભદ્રા તેની સાથે તમારો સમાગમ થયો એને કેટલો કાળ થયો? કુટિનીએ કહ્યું: જે દિવસે દેવવડે આ નગર સનાથ કરાયું તે દિવસથી માંડીને તેનો સમાગમ થયો છે, પરંતુ વચમાં તે ક્યાંક ચાલ્યો ગયો હતો. આજે આ જ નગરમાં જોયો. એવું સાંભળીને ઉત્કંઠિત થયેલા રાજાએ નગરના આરક્ષકોને તપાસ કરવા માટે નિમણુંક કર્યા અને કહ્યું કે દેવની જેમ વિનયપૂર્વક વિનંતિ કરીને તેને અહીં જલદી લઈ આવો. પછી કુટ્ટિણીની દાસીઓ વડે બતાવાયેલો, નહીં ઈચ્છતો છતાં પણ મધુર આલાપોમાં તત્પર દંડપાશિકો તેને લઈ આવ્યા. રાજાએ દૂરથી જ ઓળખ્યો અને અભુત્થાન કરીને તેને આલિંગન કર્યું. રાજાએ કહ્યું: મહાધૂર્ત એવા મારા મિત્રને કુશળ છે ને? તેણે પણ પ્રણામ કરીને મસ્તક નમાવીને કહ્યું. દેવના પ્રાસાદથી કુશળ છે. રાજાએ કહ્યું. બાકીની બધી વાતો બાજુ પર રાખો, હમણાં કહે કે આ વરાકડી કુટ્ટિનીની પુત્રીને ઊંટડી શા માટે કરી? તરત જ સુમિત્રે કહ્યું. આ વૃક્ષના પાંદડાઓને ચરે છે તેથી આને (કુટ્ટિનીને) ભોજનનો વ્યય (ખર્ચ) ન લાગે અને બીજો વાહન વગેરેનો ખર્ચ ન