SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૫૯ ટીકાર્ય–દ્વાદશાંગી=આચાર વગેરે બાર સૂત્રો. આ બાર સૂત્રો પ્રવચન રૂપ પુરુષના અવયવરૂપ હોવાથી અંગ કહેવાય છે. (જેમકે–આચારાંગ સૂત્રકૃતાંગ....) સર્વદર્શનોનું મૂળ કણાદમુનિ અને ગૌતમ મુનિ વગેરે અન્યતીર્થિકોના દર્શનની પ્રરૂપણાનું આદ્ય કારણ. સિદ્ધસેન દિવાકર વગેરેએ દ્વાદશાંગીને સર્વપ્રવાદોનું મૂળ કહ્યું છે. કારણ કે આ પ્રમાણે પાઠ છે-“હે નાથ! જેવી રીતે બધી નદીઓ સમુદ્રમાં જઈને મળે છે તેવી રીતે સર્વદર્શનોનો આપનામાં (=આપના પ્રવચનમાં) સમાવેશ થાય છે. જેવી રીતે ભિન્ન-ભિન્ન નદીઓમાં સમુદ્ર દેખાતો નથી તેવી રીતે ભિન્ન-ભિન્ન દર્શનમાં આપ દેખાતા નથી (=આપનું પ્રવચન નથી.)” (સિદ્ધસેન તાન્ત્રિશત્ દ્વાર્નિંશિકા ૪-૧૫) દ્વાદશાંગી સર્વદર્શનોનું મૂળ હોવાથી જ નિયમ ક્ષીરસમુદ્ર વગેરે સમુદ્ર સમાન છે. તેથી અન્યદર્શનોમાં જે કાંઈ સારું ઉપલબ્ધ થાય તે બધું દ્વાદશાંગીમાં ઉતારવું, અર્થાત્ દ્વાદશાંગીમાં રહેલું છે એમ જાણવું. આ પ્રમાણે તે તે યોગશાસ્ત્રોમાં વ્યાસ, કપિલ, કાલાતીત અને પતંજલિ આદિએ રચેલા “અકરણનિયમ” વગેરે વચનો જિન વચનરૂપ મહાસમુદ્રમાં રહેલાં જ જાણવા. તેમની અવજ્ઞા કરવામાં સર્વદુઃખોનું મૂળ એવી જિનાવજ્ઞાનો પ્રસંગ આવતો હોવાથી કોઈ કલ્યાણની સિદ્ધિ ન થાય, અર્થાત્ અકરણનિયમ વગેરેની અવજ્ઞા એ ખરેખર તો ભગવાનની અવજ્ઞા છે અને ભગવાનની અવજ્ઞા કરવાથી કોઈ પ્રકારનું કલ્યાણ ન થાય. (૬૯૪) अथाकरणनियमलक्षणमाहपावे अकरणनियमो, पायं परतन्निवित्तिकरणाओ । नेओ य गंठिभेए, भुज्जो तदकरणरूवो उ ॥ ६९५॥ पापेऽब्रह्मसेवादौ शीलभङ्गादिरूपेऽकरणनियम उक्तरूपः, 'प्रायो' बाहुल्येन, 'परतन्निवृत्तिकरणात्' परेषां विवक्षितपापं प्रति कृतात्यन्तोत्साहानां केषांचिद् भव्यविशेषाणां या तन्निवृत्तिः पापनिवृत्तिस्तस्याः करणात्, 'ज्ञेयश्च' ज्ञातव्यः पुनर्ग्रन्थिभेदे उक्तलक्षणमोहग्रन्थिविदारणे 'भूयः' पुनरपि तदकरणरूपस्तु' व्यावर्तितपापाकरणरूप एव । इह यथा कस्यचिन्नीरोगस्यापि दुर्भिक्षादिषु तथाविधभोजनाभावात् शरीरकायॆमुत्पद्यते, अन्यस्य तु पूर्यमाणभोजनसंभवेऽपि राजयक्ष्मनाम्नो रोगविशेषात्। ૧. કણાદમુનિ વૈશેષિક દર્શનના કર્તા છે. ગૌતમ ન્યાયસૂત્રના કર્તા છે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy