________________
ઉપદેશપદ : ભાગ-૨
अब्भितरा ण बज्झं, वभिचरइ णिओगओ ण बज्झेवं । अभितरंति अण्णे, एगच्चिय उभयरूवे सा ॥ ९६८ ॥ एवं च मग्गलंभो, पवज्जाराहणा य सुपसत्था । दुग्गइदुवारठयणी, सुगइसिवपसाहिया चेव ॥९६९॥
સતત અભ્યાસનું ઉદાહરણ
જાતિસ્મરણના ભવથી પૂર્વના ભવમાં હવે કહેવાશે તે જાતિસ્મરણના હેતુઓનું સેવન જેનાવડે કરાયું છે તે કુરુચંદ્ર રાજા છે. ક્યાં સુધી જાતિસ્મરણના હેતુઓનું સેવન કર્યું ? યાવજ્જીવ સુધી.
૪૪૫
ગજપુર નગરનો કુરુચંદ્ર રાજા મરીને નરકમાં ઉત્પન્ન થયો.
જાતિસ્મરણના હેતુઓનું જે રીતે સેવન કર્યું તેને બતાવે છે. તેણે માતા-પિતાની સેવા કરી. તે આ પ્રમાણે
સવાર-બપોર અને સાંજ એ ત્રણ સંધ્યાએ માતા-પિતાને પ્રણામ કરવા એ માતાપિતાનું પૂજન છે. તેવા પ્રસંગના કારણે સાક્ષાત્ પ્રણામ કરવાનો અવસર ન હોય ત્યારે માતા-પિતાને અતિશય (=બહુમાનભાવથી) ચિત્તમાં સ્થાપીને પ્રણામ કરવા, અર્થાત્ તેઓ મારી સામે રહેલા છે એમ મનમાં કલ્પીને પ્રણામ કરવા વગેરે તથા ગ્લાન સાધુ અને શ્રાવકને ઔષધાદિનું દાન કરવું આદિ શબ્દથી શરીરની સેવા કરવી તથા તેઓને જેમ સમાધિ થાય તેમ કરવું તથા ચિત્તને નિર્મળ કરવું અને દેવતાની પ્રતિમાનું પ્રક્ષાલન સ્નાત્ર પૂજા કરવી એ જાતિસ્મરણના કારણો છે. બીજી જગ્યાએ આ પ્રમાણે પણ કહ્યું છે. મનુષ્ય બ્રહ્મચર્યથી, તપથી, સદ્વેદના અધ્યયનથી, વિદ્યામંત્ર વિશેષથી, સત્તીર્થના સેવનથી માતા-પિતાની સમ્યગ્ ભક્તિથી, ગ્લાનને ભેષજના દાનથી, દેવાદિનું પ્રક્ષાલન વગેરે કરવાથી જાતિસ્મરણ જ્ઞાનને પામે છે.
અને તે નરકમાંથી ઉર્તન પામીને સાકેતપુરમાં મહેન્દ્ર નામના રાજાની મહિમા નામની પત્નીની કુક્ષિમાં સમુદ્રદેવ નામે પુત્ર રૂપે ઉત્પન્ન થયો અને તે ભવમાં તે યૌવનને પામ્યો ત્યારે મંત્રી વગેરે રાજાના પરિવારને સામાન્યથી જોવાથી સમુદ્રદેવને પૂર્વભવનું સ્મરણ થયું. પછી ભય પામેલો સારી રીતે વિચારવા લાગ્યો કે ફરી આ નરકમાં શા માટે જવું? એમ વિચારીને ચાલવાનું અને બોલવાનું બંધ કરી દીધું. પછી પિતાએ તેના વ્યાધિને દૂર કરવા માટે ચિકિત્સા ચાલુ કરાવી ત્યારે વૈદ્યોએ નિદાન કર્યું કે આ સમુદ્રદેવ વાત વિકાર વગેરે વ્યાધિથી રહિત છે. પછી રાજાએ મંત્રીને પૂછ્યું: આને કોઇ રોગ થયો નથી તો પછી આવી રીતે બોલવા-ચાલવા વગર કેમ રહે છે? પછી મંત્રીએ જાણ્યું કે આ કોઇ જીવ ધન્ય છે, જાતિસ્મરણ જ્ઞાનથી સંસારથી ઉદ્વિગ્ન થયેલો રહે છે. પછી