________________
૧૩૫
ઉપદેશપદ : ભાગ-૨
तह किट्ट लोहमयगा, अजत्त कम्मकर गहण विकणणं । सड्डपरिणाणग्गह, इच्छापरिमाणभंगभया ॥ ५३२॥ इयरगह पइदिणमिहं, आणिज्जेह गहणमहिगेणं । बहु गमण निमंतणाओ, तह पुत्तनिरूवणा गमणं ॥ ५३३॥ आगम अहिगादाणं, वावडमग्गण य रोस खिवणम्मि । मलगम सुवण्णदंसण, खरदंडिय पुच्छ सेसेसु ॥ ५३४॥ सोहणगदिट्ठपुव्वा, अण्णेणेगेण दिट्ठगहणं च । पुच्छा सावगपूया, दंडो इयरस्स अइरोद्दो ॥ ५३५॥ હવે પાંચમું ઉદાહરણ કહેવાય છે
બે નંદવણિકની કથા નાસિક્ય (નાસિક) નગરમાં નંદ નામના બે વણિકો હતા. તેમાનો એક જિનવચનનો શ્રદ્ધાળુ શ્રાવક હતો. તેણે શ્રાવકજનને ઉચિત આચાર સ્વરૂપ અણુવ્રતોનો સ્વીકાર કર્યો હતો. તે હંમેશ અરિહંત ભગવંતના વચનને જ સર્વ ઈચ્છિત સિદ્ધિનો હેતુ માનતો હતો. સંતોષરૂપી અમૃતના પાનના પ્રભાવથી વિષયલોભ રૂપી વિષના વેગને નાથ્યો હતો. પ્રશમ સુખની ખાણમાં ડૂબેલા તેણે કાળને પસાર કર્યો. પણ બીજો નંદ યુક્ત અયુક્ત વસ્તુના વિચારનો તિરસ્કાર કરનારો, જીવનો પરિણામવિશેષ એવા મિથ્યાત્વથી પીડાયેલો હતો. અથવા જેમ દંડના યોગથી જીવ દંડવાળો કહેવાય છે તેમ મિથ્યાત્વના યોગથી મિથ્યાત્વી કહેવાય છે. અતિતીવ્રલોભી મિથ્યાત્વી તે વારંવાર સર્વક્રિયાઓમાં ગુણદોષના પરિણામને ગણકાર્યા વિના પ્રવૃત્તિ કરતો હતો.
હવે કોઇક વખત રાજાએ ઔડો પાસે (=ઊડીયા દેશના મજૂરો પાસે) તળાવ ખોદાવવાનું શરૂ કર્યું અને ત્યાં ખોદતા ઊડીયાઓને અતિલાંબાકાળથી નિધાન રૂપે દટાયેલી સુવર્ણ કોશોનું દર્શન થયું. તેવા પ્રકારના તામ્રમય આધારને મળ ચોંટી જવાથી તે કટાઈ ગઈ હતી. પછી સુવર્ણનો ચટકાટ ઢંકાઈ જવાથી તે કોસો લોખંડની છે એમ માનીને તેઓએ તેના ઉપર લક્ષ ન આપ્યું. તળાવ ખોદાવનારા કાર્યકરોએ તેને ગ્રહણ કરી. અને ખાણિયાઓને તેનું દાન કર્યું. તેઓ બજારમાં જઈને તેને વેંચવા લાગ્યા અને બજારમાં નંદ શ્રાવકે કટાયેલી હોવા છતાં પણ આકાર વિશેષથી, વજન વિશેષથી આ કોશો સોનાની છે એમ જાણ્યું અને તેણે ખરીદ ન કરી. શાથી ખરીદ ન કરી? તેને કહે છે–ઇચ્છાપરિમાણ વ્રતના ભંગના ભયથી તેણે ખરીદ ન કરી. ૨. -૫, સાઈટ્ટિપુત્રા | ૨. આધાર= જેમાં કોશો મૂકવામાં આવી હતી તે ભાજન.