________________
૫૧૪
ઉપદેશપદ : ભાગ-૨ પ્રયાણ કર્યું. મોટા-ગ્રામ-નગર-નિગમોમાં વિવિધ કૌતુકોને જોતો, વિસ્મયરસથી વિકસિત થઈ છે આંખો જેની એવી તરુણીઓથી જોવાતો, જેના જ ઘરમાં પ્રવેશે છે તેના જ ઘરમાં દેવની જેમ પ્રેમાળભાઈની બુદ્ધિથી સન્માન કરાતો, સર્વલોકથી અત્યંત ધારણ કરાતો, કયાંય પણ રાગને નહીં કરતો, મુનિપુંગવની જેમ અનુવિગ્ન, મનુષ્યમાં શ્રેષ્ઠ એવો રાજા ક્યારેક વિકટ ભયંકર અટવીમાં પહોંચ્યો. તે વન સર્જર, વંજ, વંજુલ (અશોકવૃક્ષ) વડ, વેડિસ (નેતર), કુટજ (ઇંદ્રજવ) અને કટભ વૃક્ષોથી ભરપૂર છે. તે વન અંકોલ, બિલ્વ, સલ્લકી, કૃતમાલ અને તમાલ વૃક્ષોથી પરિપૂર્ણ છે. તે વન લીમડા આમ્ર, ઉંબર, કાદુર્બરી, બોરડી, કેરડા અને ખદીરના વૃક્ષોથી ગાઢ છે. પીપળ, પલાશ, નલ, નીલ, ઝિલ્લિ અને ભિલામાના વૃક્ષોથી ગહન છે. જાંબુ, કદંબ, આંબલી, કપિત્થ, કંથાર, થોરના વૃક્ષોથી પ્રચુર છે. ટીંબરુણી, વરુણ, અરડુસી, સીરીષ અને શ્રીપર્ણિના વૃક્ષોથી સંકીર્ણ છે. હિંતાલ, તાડ, સીસમ, શમી, સિંબલી, લગ્ન, સર્ગ અને બાવળના વૃક્ષોથી વ્યાપ્ત છે, ધવ, ધમ્મણ, ગાઢવાંસ, પાલવૃંહ તથા ઢેફા આદિથી આકીર્ણ છે. તાડવડ, આકડો, કંકતિ, કંટિક, ક્ષીરવૃક્ષ, વૃત્તાકી વગેરે વૃક્ષોથી દુર્ગમ છે. ફણસ, શૈલું. ઝિંઝીણી વૃક્ષોથી અટકાવાયો છે પગનો સંચાર જેમાં એવું વન છે. પછી મોટા પર્વતોના નિકુંજોમાં ગર્જના કરતા સિંહોને નહીં ગણતો, ઘોરતા (ઊંઘમાં ઘેર ઘેર અવાજ કરતા) સૂતેલા વાઘોને સતત જોતો, સિંહના પૂંછડાના ઘાતથી ધ્રુજાવાયેલ વૃક્ષો ઉપર બેઠેલા પક્ષીઓના અવાજના ઘોંઘાટથી વાચાલિત કરાયું છે દિશાચક્ર જેમાં એવા વનને બારીકાઈથી જોતા જતો એવો રાજા ગળામાં બંધાયેલી છે સુવર્ણની સાંકળ જેને, વિજળી સહિત ચોમાસાના ઘનઘોર વાદળ જેવો, બગલાની શ્રેણીથી સહિત જેમ આકાશ શોભે તેમ કાનમાં પહેરેલી શંખની માળાથી શોભતો, જેના સ્કંધ ઉપર બીજના ચંદ્ર જેવો સ્વચ્છ શ્વેત અંકુશ લટકી રહ્યો છે, સુંદર ઘંટાના અવ્યક્ત અવાજવાળો અને ઊંચી કરાયેલી ડોકવાળા હરણનો આભાસ કરાવતો, અતિશય આશ્ચર્યનું કારણ એવો ઉત્તમ હાથી જુએ છે. આ અરણ્યમાં આવા પ્રકારનો હાથી કયાંથી હોય એમ વિચારતા રાજાને હાથીએ પણ સિંહની જેમ નિર્ભય જોયો. પછી સૂંઢને ઊંચી કરીને હાથી રાજા પાસે આવ્યો. રાજાએ પણ લાંબા સમય સુધી આનંદ પમાડીને વશ કર્યો.
હવે અપૂર્વ ગૂંથાયેલી, ગુંજી રહ્યો છે ભમરાઓનો સમૂહ જેની આસપાસ એવી ફૂલની માળા ગગનમંડળમાંથી રાજાના કંઠમાં જલદીથી આરોપણ થઈ. વિસ્મયના વશથી એકાએક આકાશ તળને જોતા રાજાએ “સારું આચરણ” એમ આકાશમાં જતી યુવતીઓએ બોલેલા વચનને સાંભળ્યું. વિસ્મયરસને અનુભવતા, કરાયું છે સ્થિરાસનબંધ જેનાવડે, ફૂલની માળાથી શોભતો છે ખભો જેનો, પ્રશાંત થયું છે પરિશ્રમનું દુઃખ જેનું એવા રાજાએ મન અને પવન