________________
ઉપદેશપદ : ભાગ-૨ શંકા કરતો રાજા જલદી વિલખો થયો. રાજાએ કહ્યું: તેં અમને આવી રીતે કેમ ઠગ્યા? પ્રભાકરે કહ્યું: હે દેવ! મેં જૂઠું નથી કહ્યું. સામેની દિવાલ પરના ચિત્રના સંક્રમણથી આ થયું છે. શંકાથી ચકડોળે ચઢેલા મનવાળો રાજા પણ તે પડદાને કરીને જેટલામાં દિવાલને જુએ છે તેટલામાં ચંદ્ર જેવી નિર્મળ દિવાલને જુએ છે. વિસ્ફરિત અને વિસ્મિત થયું છે મુખ જેનું એવો રાજા પૂછે છે કે તે ચિત્ર કેમ ન દોર્યું અને આટલો બધો કાળ માત્ર ભૂમિ સાફ કરવા કેમ પસાર કર્યો? પ્રભાકર કહે છે કે- હે દેવ! ભૂમિની વિશુદ્ધિ વિના દોરેલું પણ ચિત્ર રમણીયતાને પામતું નથી અને વર્ણો (રંગો) સ્થિરતા અને શુદ્ધતાને પામતા નથી. અહો! આ આવા પ્રકારનો ચિત્રકાર ચિત્રકારોમાં શિરોમણિ છે. બીજો ચિત્રકાર(=પ્રભાકર) કહેવાયો કે આ સભા આમ જ રહેવા દે. આ ચિત્ર પણ સંક્રમણના વશથી અધિક જોવા યોગ્ય છે, કારણ કે કુરૂપવાળું પણ મુખ અરીસાના તળમાં અધિક શોભાને પામે છે. રાજાએ તેનો તે પ્રમાણે ઘણો સત્કાર કર્યો કે જેથી તે વાવજીવસુધી પોતાના બંધુવર્ગની સાથે પરમ સુખને પામ્યો. હવે કહેલી ગાથાનો અક્ષરાર્થ કહે છે
મહાબલ રાજાએ દૂતને પૃચ્છા કરી કે મારી સભામાં કઈ વસ્તુ નથી? તે કહે છે– હે દેવી! ચિત્રસભા નથી. ત્યારપછી બંને ચિત્રકારોને ચિત્રસભા નિર્માણ કરવાની આજ્ઞા કરી. ત્યારપછી તુરત જ મુખ્ય ચિત્રકારોનું બહુમાન કરવામાં આવ્યું. (૩૬૨)/૧
પછી તે બંને પોતપોતાના વિભાગની દિવાલને ચિતરવા લાગ્યા. તે બેની વચ્ચે પડદો રાખીને પરસ્પરના વિભાગના નિરીક્ષણને અટકાવ્યું. પછી છ મહિનાના અંતે વિમલ ચિત્રકારે ચિત્રનું નિર્માણ પૂર્ણ કર્યું. બીજા પ્રભાકર નામના ચિત્રકારે ચિત્ર આલેખવાની ભૂમિની જ સારી રીતે શુદ્ધિ કરી. (૩૬૩)
રાજાએ પૃચ્છા કરી. એક વિમલચિત્રકારે ચિત્રપૂર્ણ કર્યું બીજાએ માત્ર ભૂમિકર્મ કર્યું. પછી ઉત્સુક થયેલા રાજાએ નિરીક્ષણ કર્યું. ભીંતમાં આલેખાયેલ ચિત્ર સંબંધી રાજાને સંતોષ થયો અને વિમલની ઉચિત પૂજા કરી. (૩૬૪)
પછી પડદો હટાવીને તેમાં સામેની ભીંતના સંક્રમણ થયેલા અતિશય સુંદર ચિત્રનું રાજાએ દર્શન કર્યું અને વિલખો થયો. રાજાએ ક્યું: તું અમને કેમ ઠગે છે? પ્રભાકરે કહ્યું. હે દેવ! ના, હું છેતરતો નથી. કારણ કે આ ચિત્ર સામેની દિવાલમાંથી સંક્રમિત થયેલું છે. ફરી પડદો કરવામાં આવ્યો. સંક્રમણ થતું બંધ થયું. (૩૬૫)