________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૩૯ कालो विसमो सपक्खिओ दोसो। आइमतिगभंगेणवि, गहणं भणियं पक्प्पम्मि ॥१॥" इति पञ्चकल्पभाष्यमश्रद्दधानः शुद्धोञ्छार्थी गुरुकुलवासपरित्यागेन विहारमवलम्बते । स च विहारः प्रस्तुतशबरपादाच्छुपनतुल्यो बहदोषोऽल्पगुणः संभावनीय इति । अत्र चादित्रिकभङ्गको यतिधर्मादिभूतोद्गमोत्पादनैषणाशुद्धिविनाशः प्रकल्पस्त्वपवादः । प्रस्तुतदृष्टान्तविस्तारार्थश्चैवं ज्ञातव्यः-किल कस्यचिच्छबरस्य कुतोऽपि प्रस्तावात् 'तपोधनानां पादेन स्पर्शनं महतेऽनर्थाय सम्पद्यते' इति श्रुतधर्मशास्त्रस्य कदाचिन्मयूरपिच्छैः प्रयोजनमजायत । यदाऽसौ निपुणमन्यत्रान्वेषमाणोऽपि तं न लेभे तदा श्रुतमनेन, यथा-भौतसाधुसमीपे तानि सन्ति, ययाचिरे च तानि तेन तेभ्यः, परं न किञ्चिल्लेभे। ततोऽसौ शस्त्रव्यापारपूर्वं तानिगृह्य जग्राह तानि, पादेन स्पर्श च परिहतवांस्तेषाम् । यथास्य पादस्पर्शपरिहारो गुणोऽपि शस्त्रव्यापारेणापहतत्वान्न गुणः, किन्तु दोष एव, एवं गुरुकुलवासद्वेषिणां शुद्धोञ्छादि योजनीयमिति॥६७७॥
ગુરુકુલવાસ વગેરેનો ત્યાગ થયે છતે બાહ્ય યોગમાં જેવું થાય તેને જણાવે છે
ગાથાર્થ- અહીં ગુરુકુલ આદિનો ત્યાગ કરીને શુદ્ધભિક્ષાવૃત્તિ આદિમાં કરાતો પ્રયત્ન શબરે પીછા માટે શૈવ સાધુઓને હણીને કરેલા ચરણસ્પર્શના ત્યાગ સમાન છે.
ટીકાર્થ–અહીં–ધર્મવિચારમાં.
ગુરુકુલ આદિનો ત્યાગ કરીને–કુલ એટલે પરિવાર. ગુરુકુલ એટલે ગુરુનો પરિવાર. અહીં આદિ શબ્દથી સૂત્રપોરિસી, અર્થપોરિસી, યેષ્ઠ વગેરે સાધુઓનો વિનય, વેયાવચ્ચ વગેરેનો ત્યાગ સમજવો.
ઉપદેશમાળામાં ડિફવો તેયસી ઇત્યાદિ બે ગાથાઓમાં જણાવેલાં ગુરુનાં લક્ષણો આ પ્રમાણે છે(૧) પ્રતિરૂપ–જેમની મુદ્રા દેખીને ગૌતમ પ્રમુખ મહા મુનિઓનું સ્મરણ થઈ આવે તેવા. (૨) તેજસ્વી–જેમના તેજ પાસે પાખંડી લોકો અંજાઈ જાય એવા પ્રતાપી. (૩) યુગપ્રધાનાગમ-વર્તમાન કાળે વિદ્યમાનસર્વશાસ્ત્રના પારગામી. અથવા જેમની
તુલનામાં વર્તમાન સમયમાં કોઈ આવે નહિ એવા જ્ઞાની. (૪) મધુરવાક્ય–જેમની વાણી દૂધ-સાકરથી કે મધથી પણ અધિક મીઠી હોય તેવા. (૫) ગંભીર–ગમે તેવી મર્મની વાતને જીરવી શકે તેવા ગુણરત્નોથી ભરેલા સાગર જેવા. (૬) ધૃતિમા–ધીરજવાળા અથવા સંતોષવાળા.