SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ ઉપદેશપદ : ભાગ-૨ નરસુંદરરાજાનું કથાનક તાપ્રલિપ્તિ નામની નગરી હતી અને નરસુંદરરાજા તે નગરીનું પાલન કરે છે. નરસુંદરરાજાને બંધુમતી નામે બહેન હતી. અને તે વિશાળ ઉજ્જૈન નગરીમાં માલવમંડળના ઈદ્ર સમાન પૃથ્વીચંદ્ર નામના અવંતીરાજની સાથે પરણાવાઈ. (૯૮૮) રાજાનો તેની ઉપર અત્યંત રાગ થયો. ક્ષણ પણ વિરહને સહન કરતો નથી અને મદ્યપાન કરતો થઈ ગયો. પછી અતિ રાગ અને મદ્યપાનનો વ્યસની થયે છતે રાજકાર્યની ચિંતામાં ઉપેક્ષા થઈ. અને સર્વત્ર દેશની ચિંતા કરનારા અધિકારીઓ પ્રમાદી થયા. ચોરો નિર્ભય મનવાળા થઈ લૂંટવા લાગ્યા. સીમાળાના રાજાઓ સીમના ગામોને લૂંટવા લાગ્યા. આ પ્રમાણે મંડળનો નાશ થતો જોઈને સચિવે વિચાર્યું કે, મંડલ ભય પામ્યું હોય, ઉત્ક્રાન્ત થયું હોય, હાહાકાર મચી ગયો હોય, અચેતન જેવો થયો હોય ત્યારે જો રાજા રક્ષણ ન કરે તો આખું મંડલ ક્ષણથી વિનાશ પામે છે. તથા જેમ વૃક્ષોનો આધાર તેના મૂળ ઉપર છે તેમ પ્રધાન મંડળનો આધાર રાજા છે. તેથી રાજા ભ્રષ્ટ થયો હોય તો પુરુષ (પ્રજા)નો પ્રયત્ન શું કામ આવે? અને જે ધાર્મિક હોય, જેના વડવાઓની કુળની પરંપરા વિશુદ્ધ હોય, પ્રતાપી હોય, ન્યાયવાન હોય તેવો રાજા કરવો જોઈએ. એ પ્રમાણે વિચારીને તેના પુત્રને તેના પદે સ્થાપન કર્યો. પછી સચિવે બંધુમતીની સાથે સૂતેલા રાજાનો મોટા નિર્જન વનમાં ત્યાગ કરાવ્યો. અને તેના ઉત્તરીય વસ્ત્રમાં લેખ લખાવ્યો કે ફરીથી તમારે અહીં ન આવવું એ જ તમારે માટે હિતાવહ છે. (૯૮૯) પછી મદનો નશો ચાલ્યો ગયો ત્યારે લેખ જોયો અને તેને ગુસ્સો થયો. જેમકે-હું પોતાના જ પરિજન વડે રાજ્યથી ભ્રષ્ટ કરાયો માટે પરિજનનું નિર્ધાટન કરવું ઉચિત છે. પછી બંધુમતી દેવીએ વિનંતિ કરી કે, હે દેવ! ક્ષીણ પુણ્યોને આવી અવસ્થા પ્રાપ્ત થાય છે, માટે પરિવારનું નિર્ધાટન કરશો તો પણ કાર્યસિદ્ધિ નહીં થાય તેથી તામ્રલિપિ જવું ઉચિત છે. બંને પણ તાપ્રલિમિ તરફ ચાલ્યા. ક્રમથી તે નગરીની નજીક પહોંચ્યા. રાજાને ઉદ્યાનમાં રાખીને રાણી નગરની અંદર ગઈ. નરસુંદર રાજાએ બહેનના પતિનું સ્વાગત કરવા તૈયારી કરી. અને તે માલવમંડળના રાજાને તત્ક્ષણ જ અતિભૂખ લાગી. પછી ચીભડાં લેવા વાડામાં ગયો. વાડાના રખેવાળે આ છીંડામાંથી પ્રવેશ્યો છે તેથી આ ચોર છે એમ સમજીને લાકડીથી મર્મ સ્થાનમાં હણ્યો. પછી તે મૂચ્છિત થયો. નરસુંદર રાજાનું ત્યાં આગમન થયું. ઘોડાઓના તીક્ષ્ણરથી ઉડેલી ધૂળથી ચારેદિશાઓમાં અંધકાર છવાયો. સૈનિકલોકની દૃષ્ટિ સંચારમાં અત્યંત ઝાંખપ થઈ. રાજમાર્ગના બહારના ભાગમાં મૂચ્છિત થઈને પડેલા રાજાને કોઈએ જોયો નહીં અને નરસુંદરરાજાના તલવારની ધાર કરતા
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy