SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૫૯ દુરવગાહ થશે. (ધર્મની આરાધના નહીં કરાવનારા થશે.) કાગડાની જેમ ગુરુની ઉપાસના કરનારા શ્રાવકો અને સાધુઓ અનુદાર આશયવાળા ચંચળ તથા શિથિલ આચારવાળા થશે. તેમાના કેટલાક અજ્ઞાની શ્રાવકો તથા સાધુઓ વિશેષ ધર્મતૃષ્ણાનો ડોળ કરીને કાળ અનુરૂપ ક્રિયા કરનાર એવા પણ પોતાના ગુરુને નિર્ગુણ માનીને પોતાની મતિ કલ્પિત વિવિધ ગુણોવાળા મૃગજળ સમાન પાસસ્થાદિની પાસે ભક્તિરાગને બતાવતા આશ્રય ક૨શે. માધ્યસ્થ્ય લોકોવડે સમજાવાએ છતે પણ શ્રદ્ધાને નહીં કરતા તેઓ પાસત્યાદિનું સેવન ક૨શે અને પ્રાયઃ ધર્મરૂપી પાણી વિના મરશે. ગુરુજનના અવર્ણવાદ બોલનારા શ્રાવકો પણ કુતીર્થિઓના યોગથી સમ્યક્ત્વરૂપી પાણી વિનાના જીવો ઘોર ભવરૂપી સમુદ્રમાં ભમશે. વિવેકથી યુક્ત થોડા જીવો વાવડી સમાન ગુરુની આજ્ઞાનું પાલન કરી ધર્મને સાધશે. આ પ્રમાણે ચોથા સ્વપ્નનું ફળ છે. [૮૨૩-૮૨૪] સિંહ સ્વપ્નનો ફળાદેશ અતિશય જ્ઞાનરૂપી પરાક્રમથી ત્રાસ પમાડાયા છે વિવિધ કુમતરૂપી મૃગોનો સમૂહ જેનાવડે, કુગ્રહરૂપી હાથીનેં નાશ કરનાર એવો આ જિનધર્મ સિંહ સમાન છે. દેવેન્દ્રો વડે જેના ચરણ-કમળ વંદાયા છે એવા ઘણા પ્રકારની લબ્ધિથી યુક્ત સાધુઓ વડે જે સ્વીકારાયો છે અને કોઇવઢે પરાભવ નથી કરાયો તે જૈનધર્મ છે. કુમતીરૂપી વનખંડથી ગહન, કુદેશના રૂપી વેલડીઓથી જેનો માર્ગ રુંધાયો છે, કુગ્રહરૂપી મોટા ખાડાઓ છે જેમાં, એવા આ ભરતક્ષેત્રરૂપી અરણ્યમાં જેનો અતિશય પ્રસ૨ વિચ્છેદ પામ્યો છે એવો આ જિનધર્મ મરેલા સિંહ જેવો થશે તો પણ પૂર્વે વર્ણવેલા ગુણોથી યુક્ત હોવાથી ક્ષુદ્રલોકવડે પરાભવ નહીં કરી શકાય. સિંહના મૃતકમાં પડેલા કીડા જેમ સિંહના ક્લેવરનું ભક્ષણ કરે છે તેમ જૈનકુળમાં જન્મેલા દુરાચારીઓ જૈન શાસનની હીલના કરશે. આ જ જૈનશસાનમાં થયેલા સાધુ અને શ્રાવકો પ્રવચનમાં નિષ્ઠુર, ક્ષુદ્ર થશે તથા છક્કાય જીવો વિશે દયા વગરના થશે. ક્રયવિક્રય-મંત્ર-વિદ્યા ઔષધિ આદિના પ્રયોગથી ધન ઉપાર્જન કરવામાં એકમાત્ર રસિક થશે. લોકને આકર્ષવામાં પાપીઓ થશે. અને આદિ શબ્દથી બીજા પણ મુનિજનના અવર્ણવાદ બોલવામાં ઉદ્યત થયેલા અગીતાર્થ સાધુઓ સ્વમતિ મુજબ ક્રિયા કરનારા થશે. આઓવડે ઉત્પન્ન કરાયેલા છિદ્રોને જોઇને ભય વિનાના બીજાઓ પણ મુનિઓનો ઘાત કરવા માટે પ્રવૃત્ત થશે. પાંચમા સ્વપ્નનું ફળ આ પ્રમાણે છે. [૮૨૫-૮૨૬] પદ્માકર સ્વપ્નનો ફળાદેશ આ ભરતક્ષેત્રમાં સ્વભાવથી નિર્મળ, શીલની સુગંધવાળા, દેવોને પણ કમળની જેમ મસ્તક પર ધારણ કરવા યોગ્ય, ધાર્મિક પુરુષોના સંગવાળા, તેવા ઉગ્ર ભોગ વગે૨ે
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy