________________
૫૨૪
ઉપદેશપદ : ભાગ-૨
ભવસ્વરૂપનું ચિંતન કરવું –તેવા પ્રકારના કર્મક્ષયોપશમ પ્રમાણે જેમાં સંસારસ્વરૂપની વિચારણા હોય તેવા ગ્રંથનો અભ્યાસ કરીને સંસારના સ્વરૂપનું ચિંતન કરવું. તે આ પ્રમાણે-“જેવી રીતે પૃથ્વીમાં લવણસમુદ્ર ખારા પાણીથી ભરેલો છે. તેવી રીતે સંસાર અસંખ્ય શારીરિક-માનસિક દુઃખોથી ભરેલો છે. (૧) આ સંસારમાં સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા ધનની જેમ કંઈપણ સત્ય નથી. રાજા અને અશ્વસમૂહ વગેરે ફોતરાં ખાંડવાની જેમ અસાર છે. (૨) બધાય પદાર્થો વિજળીના ચમકારાની જેમ અત્યંત અસ્થિર છે, અને બાળકોએ બનાવેલા ધૂળના ઘરોની જેમ (ક્ષણિક) માનસિક વિનોદરૂપ ફળ આપે છે. (૩) કોઇકને સુખની જે ભ્રમણા થાય છે તે મધથી લેપાયેલ તલવારની ધારાના અગ્રભાગને ચાટવાની જેમ સુંદર નથી.” (૪) (૧૦૩૫)
ગાથાર્થ–પૂજ્યોની પૂજા કરવી. જીવલોકમાં કોઇનો પરાભવ ન કરવો. લોકનું અનુસરણ કરવું. કોઇની નિંદા ન કરવી.
ટીકાર્થ–પૂજ્યોની પૂજા કરવી-પૂજ્યોના લોકિકભાવથી સંબંધવાળા અને લોકોત્તર ભાવથી સંબંધવાળા એમ બે પ્રકાર છે. તેમાં માતા-પિતા અને સ્વામી વગેરે લોકિકભાવથી સંબંધવાળા છે. ધર્માચાર્ય વગેરે લોકોત્તર ભાવથી સંબંધવાળા છે.
કોઈનો પરાભવ ન કરવો–જઘન્ય-મધ્યમ-ઉત્તમ ભેજવાળા લોકમાંથી કોઈનો પણ પરાભવ ન કરવો.
લોકનું અનુસરણ કરવું–અહીં લોક એટલે વિશિષ્ટ લોકનો આચાર. વિશિષ્ટ લોકના આચારનું અનુસરણ કરવું. આથી જ કહેવાય છે કે–સર્વ સાધુઓને લોક આધાર છે. કારણ કે લોકમાં રહીને અને લોકની મદદથી સંયમની સાધના થાય છે. માટે સાધુઓએ લોકવિરુદ્ધ (સૂતકવાળા કે લોકનિંદ્ય ઘરોમાંથી ગોચરી લાવવી વગેરે) અને ધર્મવિરુદ્ધ (મદ્યપાન આદિ) કાર્યનો ત્યાગ કરવો જોઇએ.” પ્રિ.૨. ૧૩૧]
કોઈની નિંદા ન કરવી-દોષોને પ્રકાશમાં લાવીને અવજ્ઞા ન કરવી. (૧૦૩૬)
૧. ટીકાના રૂહાથfધાન..પ્રયોગનીય આટલા પાઠનો અર્થ આ પ્રમાણે છે–અર્થ એટલે વસ્તુ. અભિધાન એટલે
વસ્તુનું નામ. પ્રત્યય એટલે વસ્તુનો બોધ. વસ્તુ, વસ્તુનું નામ અને વસ્તુનો બોધ એ ત્રણેય સમાન શબ્દથી બોલાય છે. જેમકે-ઘટ, ઘડો વસ્તુ એ પણ ઘટ, એનું લખેલું ઘટ એવું નામ એ પણ ઘટ, અને આત્મામાં તેનો બોધ થાય એ પણ ઘટ. આમ વસ્તુ, વસ્તનું નામ, વસ્તુનો બોધ એ ત્રણેય તુલ્યનામવાળા છે. આથી પ્રસ્તુતમાં ભવ સ્વરૂપના ઉપયોગને ભવસ્વરૂપ કહેવામાં આવે છે. તેથી તેવા પ્રકારના કર્મયોપશમ પ્રમાણે જેમાં સંસારસ્વરૂપની વિચારણા હોય તેવા ગ્રંથનો અભ્યાસ કરીને ભવ સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ. (અહીં તત્ ભવધુમા એ પાઠમાં અશુદ્ધિ હોય એમ જણાય છે. તેથી તેનો અર્થ લખ્યો નથી.)