Book Title: Updeshpad Granth Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 507
________________ ૫૦૦ ઉપદેશપદ : ભાગ-૨ ધર્મની આરાધનાથી ગિરિના શિખર જેવા ઊંચા શરીરવાળા, મદના પાણીથી સિંચાયા છે આંગણાઓ જેઓ વડે એવા હાથીઓ, હંમેશા સોનાની સાંકળથી બંધાયેલા અશ્વોના સમૂહો, પ્રણયપૂર્વક પ્રણામ કરવામાં તત્પર, સેવા કરવામાં ઉદ્યત એવા સામંતો, ઘણા પતન, ગ્રામ અને કર્બટથી યુક્ત એવા દેશો પ્રાપ્ત થાય છે. મહેલમાં નિવાસ, વશ થયેલી પૃથ્વી તથા સુંદર અંતઃપુર, શ્રેષ્ઠ અક્ષય ભંડાર, ગંધર્વ નૃત્યાદિ મનોહર સંગીત, દિવ્ય દેહશુતિ, ચંદ્ર જેવો નિર્મળ યશ, સારભૂત બળ, પૌરુષ અથવા જે જે આ ભુવનમાં શુભ શુભતર છે તે સર્વ ધર્મથી મળે છે. જુદા જુદા પ્રકારની ઉત્તમ રેશમી વસ્ત્ર-દેવદૂષ્યમાળાની સામ્રગી, મોતીઓના ઉત્તમ હારો, વિવિધ ઉજ્વળ આભૂષણ સમૂહ, કપૂરઅગ-કુંકુમાદિ સૌભાગ્યની ભોગસામગ્રી પણ જીવોને જે સર્વ પ્રાપ્ત થાય છે તે ધર્મનો અદ્ભૂત ગુણ છે, ધર્મની લીલાદિક છે. તેથી હે મહાભાગ! કંઈક ધર્મ કર્મ કર જેથી જન્માંતરમાં સુખનું ભાજન બને એમ મુનિથી ઉપદેશ અપાયેલ સંગતે વિચાર્યું. ધર્મ શું છે? અથવા કેવી રીતે કરાય? મને ધર્મનું જ્ઞાન પણ નથી તો પછી આરાધવાની વાત ક્યાં? ભગવંતની મારા ઉપર એકાંત વત્સલતા છે તેથી મારે યોગ્ય જે ઉચિત હોય તે આદેશ કરે અને કહ્યું હે ભગવન્! કુવાસનાથી દૂષિત અને ધર્મના સ્વરૂપથી અજાણ છીએ તેથી અમારે ઉચિત હોય તે ફરમાવો. પછી આ ધર્મને યોગ્ય છે એમ જાણીને પંચનમસ્કાર મહામંત્રનો ઉપદેશ કર્યો. હે ભદ્ર! આ મંત્ર પાપનું ભક્ષણ કરનાર છે તેથી સર્વ આદરથી તારે ત્રણેય સંધ્યાએ પાંચ કે આઠવાર નિયમથી ગણવા. અને વિશેષથી ભોજન અને શયન સમયે અવશ્ય ગણવા. આના ઉપર ક્ષણપણ બહુમાનને ન છોડવો. આ પ્રમાણે ઘણા પ્રકારે ઉપદેશ આપીને સાધુઓએ અન્યત્ર વિહાર કર્યો. સંગત પણ સારભૂત ગુરુવચનને લાંબો સમય આરાધીને શરીરનો ત્યાગ કરીને (વોસિરાવીને) પંચનમસ્કારના શરણના નિયમથી ઉપાર્જિત કરાયેલા પુણ્યના પ્રભાવથી મરીને પૃથ્વીરૂપ અંગનાના તિલકભૂત, સકલ લક્ષ્મીના કુલઘર એવા સુંદર સાંડિલ્ય દેશમાં નંદીપુર નગરમાં પુરુષાર્થથી પરાભવ કરાયો છે સિંહ જેનાવડે એવા પધાનન રાજાની પ્રિયપ્રણયિની ૪. નિર્વેદની–ચાર પ્રકારે છે. આલોકમાં બાંધેલા દુષ્ટક આલોકમાં જ દુઃખના વિપાકો આપે છે જેમ ચોર અને પારદારિક દુઃખો મેળવે છે તેમ. આ લોકમાં બાંધેલા દુષ્કર્મો પરલોકમાં દુઃખદાયક વિપાકને આપે છે. નારકો વડે પૂર્વભવમાં કરાયેલા કર્મો નારકના ભવમાં ભોગવે છે. પરલોકમાં બાંધેલા દુષ્ટકર્મો આ લોકમાં દુઃખના વિપાકને આપે. અંતકુળમાં ઉત્પન્ન થયેલા જીવો જેમ બાળપણથી માંડીને દુઃખો ભોગવે છે તેમ. અથવા બાળપણથી ક્ષય, કોઢ વગેરે રોગોથી પીડાય છે. પરલોકમાં બાંધેલા દુષ્ટકર્મો પરલોકમાં દુઃખના વિપાકને આપે છે. બાકી રહેલા કર્મો નરકમાં ભોગવાય છે. પૂર્વે કર્મો બાંધીને સંદંશતુંડ પક્ષીઓમાં ઉત્પન્ન થાય છે પછી નરક પ્રાયોગ્ય કર્મો ખપ્યા ન હોવાથી નરકમાં ઉત્પન્ન થઈ ભોગવે છે.

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538