________________
૫૧૬
ઉપદેશપદ : ભાગ-૨ મીંચાવા માત્રનો જણાયો છે દેવી સાથેનો તફાવત જેનો (અર્થાત્ દેવીમાં અને તેમાં કોઈ ફરક નથી પણ દેવીને નિમેષ હોતા નથી જ્યારે મનુષ્ય સ્ત્રીઓને નિમેષ હોય છે આટલો માત્ર તફાવત છે) એવી ચંદ્રપ્રભાનામે પુત્રી છે. તેને જોઈને નૈમિત્તિકે કહ્યું: જે આને પરણશે તેના પ્રભાવથી તમને (શશિવેગને) રાજ્યસંપત્તિ મળશે. પિતાએ નૈમિત્તિકને પૂછ્યું તેને કેવી રીતે જાણવો? તેણે કહ્યું: આ અરણ્યમાં પરિભ્રમણ કરતા સુગ્રીવપુરના રાજાના મહાદુર્ધર ગંધહસ્તીને જે વશ કરશે તે તારી પુત્રીને પરણશે.
પછી તે દિવસથી માંડીને નિયુક્ત કરાયેલા વિદ્યાધરો વડે દરરોજ સાર સંભાળ કરાતો ગંધહસ્તી જેટલામાં શિક્ષા અપાય છે તેટલામાં કુલની મર્યાદાઓનું ઉલ્લંઘન કરેલા કુપુરુષની જેમ મહાવતને ફેંકીને ઉન્માર્ગથી આ અટવીમાં પ્રવેશ્યો. આજે પિતાના આદેશથી સખીઓની સાથે આકાશ માર્ગે જતી, દંતપંક્તિથી ઉદ્યોદિત કરાયું છે આકાશ જેનાવડે, ચંદ્રના જેવી કાંતિવાળી એવી અમારી સ્વામિની વડે વશીકૃત કરાયો છે ગંધહસ્તી જેનાવડે એવા દેવના કંઠમાં ઉત્કંઠાપૂર્વક વરમાળા આરોપણ કરાઈ છે અને આ સર્વ વસ્ત્રો તેણીએ જ દેવને મોકલ્યા છે અને ખેચરી જેટલામાં તેને આ પ્રમાણે કહે છે તેટલામાં ઉન્માર્ગમાં ગયેલા સમુદ્રની ભરતીના પાણીનો જથ્થો ચારેબાજુ પ્રસરી જાય તેમ એકાએક કયાંયથી પણ અતિવેગવાળું અશ્વસૈન્ય આવી પહોંચ્યું. અને રાજા તે સૈન્યને કૌતુકપૂર્વક જુએ છે ત્યારે આ રત્નશિખ રાજા દેવ છે એમ સમજીને નમસ્કારપૂર્વક એક અશ્વસ્વારે દિલગીર બની વિનંતિ કરી કે આ માહાથી ઉપર આરૂઢ થયેલો મનુષ્ય અહીં આવ્યો છે તેની દેવ ખબર આપે અને તે મત્તાથી ક્યાં ગયો? પણ તેના શરીરે સારું છે ને? પછી શું તે મનુષ્ય હાથીનું હરણ કરીને આવ્યો છે? જેથી તું આ પ્રમાણે તપાસ કરે છે એમ ખેચરીએ અશ્વસ્વારને પૂછ્યું. પછી અશ્વસ્વાર કહે છે કે ખરેખર! હું તેને શોધવા નથી આવ્યો પણ હું માનું છું કે તેના સાહસથી ખુશ થયેલો અમારો સ્વામી તેના દર્શનને ઇચ્છે છે. ગંભીર મહાપુરુષોના હૈયામાં રહેલ તત્ત્વને કોણ જાણે છે? તેથી પ્રસાદ કરીને મને તેની ખબર સ્પષ્ટપણે આપો. કારણ કે તેના દર્શન વગર અમારા સ્વામીને શાંતિ નહીં થાય. પછી ખેચરી તેને કહે છે કે આ મહાહાથી યમરાજ જેવો ભયંકર છે તે શું મનુષ્ય વડે દમી શકાય? આ દેવે સાચેજ હાથીને વશ કર્યો છે. તેથી હે સુંદર! જો તારા સ્વામીને સુખનું પ્રયોજન હોય તો જલદીથી જ અહીં પધારે. અહીં આ પરમાર્થ છે. આ પ્રમાણે સાંભળીને તેણે પોતાના સ્વામી વસુતેજ રાજાને હકીકત કહી. તેણે પણ પુણ્યના પ્રભાવો અચિંત્ય છે અને મુનિના વચનો અમોઘ છે તેથી તે પુરુષોત્તમ હોવો જોઈએ એ પ્રમાણે વિચારણા કરીને રાજાએ મુખ્યમંત્રીને તેની પાસે મોકલ્યો.