Book Title: Updeshpad Granth Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 526
________________ ૫૧૯ ઉપદેશપદ : ભાગ-૨ હવે ક્યારેક સાકેતપુરમાં સુયશ જિનેશ્વર સમોવસર્યા. પછી ભક્તિના વાશથી રોમાંચિત થયું છે શરીર જેનું, વિનયથી નમેલો, ભાલ ઉપર કરાયો છે હસ્તરૂપી કમળનો સંપુટ જેના વડે, એવો રત્નશિખ હવે સ્તુતિ કરવા લાગ્યો હે જગતના જીવો ઉપર વાત્સલ્યવાળા! તું જય પામ, તું જય પામ. હે નવા પાણીથી ભરેલા વાદળના સમૂહને નમાવનાર પવનની જેમ નમેલા છે શ્રમણજનો જેને! હે નયન અને મનના આનંદને વધાવનાર! હે ધન, સુવર્ણ. પર્વ વિષે સમાન દૃષ્ટિવાળા! હે સાધુઓના મનરૂપ ભ્રમર માટે સરોવર સમાન ! સદર્થ શાસ્ત્રાર્થ પ્રકટ કરવામાં સમર્થ! હે ત્યાગ કરનાર! હે યુદ્ધના સેંકડો વિષના રસોથી રહિત! હે ગતમત્સર-રાગ! હે કામને બાળનાર પ્રબળ અગ્નિ! હે અગ્નિ-જળ અને સર્પના ભયને હરનાર! હે હરહાસ ઘાસથી અધિક સફેદ છે યશનો પ્રસર જેનો ! હે શરણે આવેલાને શરણ્ય ! હે સેંકડો નયના પ્રકારોથી રમ્ય સમ્યક્ સિદ્ધાંતો છે જેના! હે મદરૂપી હાથીને વિદારણ કરવામાં સિંહ સમાન ! હે ઉગ અને ભયરૂપી વાદળને નાશ કરવામાં પવન સમાન! હે સેંકડો શુભ આવર્તાથી ગંભીર! હે ઉત્તમ કળશથી શોભતા શંખ ચક્રના ચિતવાળા ! હે કંકફળ જેવા સરળ આંખવાળા ! હે નમેલી સ્ત્રીઓ વિષે અરાગી ! હે અપ્રમાદી! હે મતગજેન્દ્ર જેવી ગતિવાળા ! હે નિરીહ! હે મનોગત હજારો સંશયરૂપી અંધકારને છેદવા માટે સૂર્યસમાન ! હે સૂર્યની જેવી પ્રજાના સમૂહવાળા! હે મોક્ષરૂપી નગરમાં જવા માટે દૂર કરાયો છે અજ્ઞાનરૂપી અંધકાર! આ પ્રમાણે પ્રથમ સ્વરથી રચાયેલું, ઘણા અક્ષરવાળું, ગ્રહણ કરી અને મુકાયેલ પદોથી સમૃદ્ધ એવા સંસ્તવને કરીને ભક્તિથી ભરેલો રાજા જિનેશ્વરને નમ્યો. અને શેષ પણ મુનિવર્યને નમીને પૃથ્વીતલ ઉપર સુખપૂર્વક બેઠેલો, મસ્તક ઉપર જોડાયો છે હાથરૂપી મુકુટ જેનાવડે એવો રાજા જિનવચન સાંભળવા એકાગ્ર થયો. જેમકે– આ સંસારરૂપી અટવીમાં કર્માધીન જીવો નીચા-ઊંચા સ્થાનોમાં સતત ભમે છે. કેટલાક જીવો નરકમાં જાય છે, કેટલાક જીવો દેવલોકમાં જાય છે તથા કેટલાક જીવો મનુષ્ય ભવમાં આવે છે અને કેટલાક વારંવાર તિર્યંચગતિમાં ભટકે છે. પૃથ્વીકાય-આઉકાય તેઉકાયમાં તથા વાયુકાય અને વનસ્પતિકાયમાં વારંવાર ઉત્પન્ન થાય છે. રાજાઓ રંક થાય છે અને બ્રાહ્મણો ચાંડાલો થાય છે. દરિદ્રો ધનવાન થાય છે. ગુણવાનો નિર્ગુણ થાય છે. સુરૂપ રૂપાહીન થાય છે અને મહામૂર્ખ વિચક્ષણ થાય છે. કેટલાક જીવો કાણા, કુજ, આંધળા, પાંગળા, કાલા, બહેરા, મૂંગા, સુભગ, દુર્ભગ, શૂરવીર, કાયર, રોગી, નિરોગી, સુવર, દુવર, પૂજ્ય, નિંદનીય, બળવાન તથા નિર્બળ થાય છે. ભોગીઓ ભોગ વગરના થાય છે અને દુઃખિયા સુખિયા થાય છે. નિર્મળ આચારવાળા નિંદનીય આચારવાળા થાય છે. આ પ્રમાણે અનાદિકાળથી ૧. સિંહ=નખ છે પ્રહરણ (શસ્ત્ર) જેનું એવો તે સિંહ.

Loading...

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538